યુવતીઓ પગમા શા માટે કાળો દોરો બાંધે છે ? ભાગ્ય સાથે શું છે તેનું કનેક્શન ? વાંચો આ રસપ્રદ માહિતી…

143

આપણે એવા ઘણા લોકોને મળતા જોતા હશું કે જેમના પગમાં કાળો દોરો બાંધેલ હોય ! જો કે એમ કહેવું પણ ખોટું નથી કે અમુક લોકો શોખથી પગમાં કાળો દોરો પહેરતા હોય છે. જ્યારે અમુક લોકો તેમની જરૂરીયાત માટે કાળો દોરો પહેરતા હોય છે.જો કે કાળા રંગના દોરાનું મહત્વ આપણા જીવનમાં ખુબજ વધારે છે. પરંતુ મોટા ભાગના લોકોને આના વિષે ખ્યાલ નહિ હોય.

આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ યુવતી સ્ત્રી કે મહિલા મંગળવારના દિવસે તેના જમણા પગમાં કાળારંગનો દોરો બાંધે તો તેના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીજીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન લક્ષ્મી સંબંધી કોઈ સમસ્યા કે મુશ્કેલી આવતી હોય તો મંગળવારના દિવસે યુવતી સ્ત્રી કે મહિલાએ તેના જમણા પગમાં કાળા રંગનો દોરો પહેરવો.

અમુક લોકોને હંમેશા પેટની તકલીફ રહેતી જોવા મળે છે. ક્યારેક આવા લોકોને પેટની તકલીફ એટલી વધી જાય છે કે તેને સહન કરવું મુશ્કેલ થઇ જાય છે. તેનાઉપાય માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે આવા લોકોએ આવી પરિસ્થિતિમાં તેમના પગના અંગુઠામાં કાળા રંગનો દોરો બાંધવો. આમ કરવાથી તે વ્યક્તિને પેટની તકલીફમાંચોક્કસ રાહત થાય છે.

જો પગમાં કેઘૂંટણમાંઈજા થઇ હોય, અને ઘણા દિવસો સુધીતે ઈજા સારી ન થાય તો તેવા સમયે પગમાં કાળા રંગનો દોરો બાંધવો જોઈએ. તેમ કરવાથી પગના ઈજાની કે ચોટ ની તકલીફમાં રાહત મળે છે અને જલ્દી આરામ મળે છે.

કાળો દોરો તમને બુરી નઝરથી પણ બચાવે છે. તેને પગમાં પહેરવો જોઈએ.

આમ કોઈના પગમાં કાળા રંગનો દોરો જુઓ તો તેને શંકાની નઝરે ન જોવું કે તેની અવગણના ન કરવી. શક્ય છે તેમણે તેની મજબુરીથી કાળા રંગનો દોરો પહેર્યો હોય શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment