યુવક ઓનલાઈન બિરયાની ઓર્ડર કરીને ફસાઈ ગયો કઈક આવી રીતે, પછી બેન્કમાંથી કપાઈ ગયા 50000 રૂપિયા…

38

એક યુવકને ઓનલાઈન બિરિયાની ઓર્ડર કરાવવાનું એટલું મોંઘુ પડ્યું કે  તેના અકાઉન્ટમાં 49997 રૂપિયા કપાઈ ગયા. તે પણ ત્યારે જ્યારે તે ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરાવવાનો પ્રય્તન કરી રહ્યો હતો. ત્રણ વારમાં તો તેના અકાઉન્ટમાં મોટી રકમ ઉડાવી લીધી.

હકીકતમાં નિશાંત રાજ નામનો યુવાન બિહાર થી બંગાળ ફરવા આવ્યો હતો. અહિયાં તે એક પરિચિતને ત્યાં રોકાયો. એક દિવસ ઘરે પહોચતા પહેલા જ તેને એક પ્લેટ બીરીયાનીનો ઓર્ડર ઝોમેટો માંથી કરી દીધો. પણ ઘરે પહોચ્યો તો ખબર પડી કે ખાવાનું બનાવેલું છે તો તે ઓર્ડર કેન્સલ કરવા માટે ઝોમેટોનો કસ્ટમર કેરનો નંબર ગુગલમાંથી સર્ચ કર્યો.

નીશંતના જણાવ્યા અનુસાર, નંબર પર કોલ કરતા તેને જણાવવામાં આવ્યું કે કેન્સલના પૈસા તમારા ખાતામાં પાછા આવી જસ, તેના માટે એક એપ ડાઉનલોડ કરવી પડશે. નિશાંતે જેવી એપ ડાઉનલોડ કરી, થોડા સમય પછી  તેના મોબાઈલ ફોન પર મેસેજ આવવાના શરુ થઇ ગયા.

થોડી જ વારમાં 19999, 19999 અને 9999 રૂપિયા તેના ખાતામાં કપાઈ ચુક્યા હતા. તેને સમજતા વાર ન લાગી કે તેની સાથે છેતરપીંડી થઇ ગઈ છે. તે તરત જ નજીકના પોલીસ સ્ટેસનમાં એફઆઈઆર નોધાવવા પહોચ્યો. પણ ન તો પોલીસ અને ન તો અપરાધ શાખામાં ગુનો નોધાવવામાં આવ્યો.

યુવક હવે તે વાતથી પરેશાન છે કે અપરાધીઓએ તેને બીજી વાર ફોન કરીને કહ્યું કે પોલીસને ફરિયાદ કરી લો, પૈસા નહિ મળે. નિશાંતે કહ્યું કે તે બીજીવાર ક્યારેય કોલકાતા આવવાનું પસંદ નહિ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment