યુવક મહિલાનો રેપ કરવા માંગતો હતો, પણ મહિલાએ તેને કઈક એવું કહ્યું કે યુવકે મહિલાને છોડી દીધી…

29

મહિલા રસ્તામાં ઉભી રહીને શેયરિંગ કેબની રાહ જોય રહી હતી. ત્યારેજ ત્યાંથી ૨૨ વર્ષીય યુવક કિશોર વિલાસે બાઈક લઈને પસાર થયો અને તેને મહિલા અને તેની દીકરીને લીફ્ટ આપી. પરંતુ તે બંનેને એક સુમસાન જગ્યા પર લઇ ગયો.

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક મહિલાએ પોતાની સમાજશક્તિની ઉપયોગ કરીને પોતાને એક દરીંદાની જાળમાંથી બચાવી લીધી. તે દરિંદો મહિલાની સાથે રેપ કરવાનો હતો, ત્યારેજ મહિલાએ તેને જણાવ્યું કે તેને એડ્સ જેવી જીવલેણ બીમારી છે. બસ આ વાત સાંભળતા જ આરોપીના હાલ બેહાલ થઇ ગયા અને તેને મહિલાને છોડી દીધી. આ ઘટના પછી આરોપી ભાગી ગયો.

ઘટના ઓરંગાબાદ શહેરની છે. ઘટના પછી પીડિત મહિલા સીધી પોલીસ સ્ટેશને પહોચી ગઈ. તેણે પોલીસને પોતાના પર વીતેલી વાત જણાવી. તેણે પોલીસને ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે વારદાત સમયે તે પોતાની ૭ વર્ષીય દીકરી સાથે બજારથી ઘરે જઈ રહી હતી.

ઘરે જવા માટે તેની પાસે રૂપિયા ઓછા હતા તેથી તે રસ્તામાં ઉભી રહીને શેયરિંગ કેબની રાહ જોય રહી હતી ત્યારેજ ત્યાંથી ૨૨ વર્ષીય યુવક કિશોર વિલાસે બાઈક લઈને પસાર થયો અને તેને મહિલા અને તેની દીકરીને લીફ્ટ આપી. પરંતુ તે બંનેને તેમના ઘરે લઇ જવાને બદલે એક સુમસાન જગ્યા પર લઇ ગયો.

જ્યાં તેણે ચાકુ કાઢ્યું અને મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો. તે મહિલાની ઈજ્જત લૂટવા માંગતો હતો. પરંતુ મહિલાએ હિમ્મત ન હારી તેણે આરોપીને કહ્યું કે તે એડ્સની દર્દી છે. તે સાંભળતા જ આરોપીના હાલ બેહાલ થઇ ગયા અને તે મહિલાને છોડીને ત્યાંથી ભાગી ગયો.

મહિલાએ પોલીસને જણાવ્યું કે તે આરોપીને ઓળખતી નથી. પોલીસે મહિલાના જણાવ્યા મુજબ આરોપીનું સ્કેચ બનાવ્યું અને તેની શોધખોળ શરુ કરી દીધી. તે દરમિયાન આરોપી પોલીસની પકડમાં આવી ગયો. પોલીસને ખબર પડી કે આરોપી કિશોર વિલાસ પોતાના પિતાની હત્યાનો આરોપી છે. તે જમાનત પર જેલની બહાર આવ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment