યમ્મી-યમ્મી “પાલક પુલાવ” બનાવો અમારી આ રેસીપી જોઇને

92

સામગ્રી :

૧/૨ કપ લાંબા દાણા વાલા ચોખા, ૧/૨ કપ કાપેલા પાલક, ૧/૪ કપ મકાઈના દાણા, ૧ કટકો તજ, દાલ ચીનીના ૨ ઈશ લાંબા ટુકડા, ૧ ડુંગળી બારીક કાપેલી, ૧/૨ ચમચી આદુ લસણની પેસ્ટ, ૧ લીલું મરચું બારીક કાપેલું, નમક સ્વાદ અનુસાર, ૧/૨ ચમચી ઘી, ૧ ચમચી તેલ

વિધિ :

૧) સૌથી પહેલા ચોખાને પાણીથી ધોય લો અને પછી તેને પાણીમાં પલાળી દો.

૨) ૧ કપ પાલકને ૨ મિનીટ સુધી ગરમ પાણીમાં ઉબાલી લ્યો પછી ગરમ પાણીમાંથી પાલક કાઢીને તેને ઠંડા પાણીમાં નાખો. પછી ઠંડા પાણીમાંથી પાલક કાઢીને મિક્ષરમાં થોડું પાણી નાખીને પીચી લ્યો.

૩) હવે એક કડાઈમાં તેલ અને ઘી નાખો અને તેને ધીમા આંચ પર ગરમ કરો. પછી તેમાં દાલ ચીની અને તજ નાખો અને ૩૦ સેકંડ સુધી હલાવો. પછી તેમાં ડુંગળી નાખો અને ડુંગળીનો કલર ભૂરો થઇ જાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને બારીક કાપેલુ લીલું મરચું નાખીને ૩૦ થી ૪૦ સેકંડ સુધી હલાવો.

૪) પછી તેમાં મકાઈના દાણા નાખો

૫) સારી રીતે હલાવીને અને ૨ થી ૩ મિનીટ સુધી તેને પકાવો

૬) હવે પલાળવા મુકેલ ચોખા પાણીમાંથી કાઢીને આ મિશ્રમાં નાખો

૭ ) ૨ મિનીટ સુધી સારી રીતે હલાવીને પકાવો

૮) ૧/૫ કપ પાણી અને સ્વાદ અનુસાર નમક નાખો અને ધીમા આંચ પર પકાવો

૯) હવે જયારે તે ઉબળવા લાગે ત્યારે ગેસની આંચ ધીમી કરીને તેના પર કાય ઢાંકીને તેની વરાળથી પકાવો. વચે ઢાંકેલું હોઈ તેને ખોલવું નહિ નહીતર ચોખા સારી રીતે પાકશે નહિ. પછી ગેસ બંધ કરીને તેને ૭ કે ૮ મિનીટ સુધી ઢાંકેલું તેમ જ રહેવા દયો. હવે ઢાંકેલું ખોલીને ચોખાને એક કાટા વાળી ચમચીથી ચોખાના દાણાને અલગ કરો

૧૦ ) તૈયાર થયેલ પાલક પુલાવને એક બાઉલમાં કાઢી લ્યો. અને તળેલા કાજુ તેમાં ઉપર નાખીને પીરચો.

સુચન :

લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ થોડા માત્રમાં નાખવી. પાલક પુલાવ પ્રેસર કુકરમાં બનાવા માટે એક એલ્યુંમીન્યમનું ૨ કે ૩ લીટરનું પ્રેસર કુકર અથવા સ્ટીલ કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેને ગેસના ધીમા આંચ પર ૩ સીટી થાય તેટલું પકાવો. પછી ચોખા સારી રીતે પાકી જાય પછી કુકરનું ઢાંકણું ખોલીને કાટા વાળી ચમચીથી ચોખાને અલગ કરો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment