યુદ્ધ થયું તો ભારતની સામે 6 દિવસથી વધુ નહિ ટકી શકે પાકિસ્તાન, આ છે કારણ…

54

જમ્મુ-કશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનના ૨ લડાકુ વિમાનોએ ઘુસપેઠ કરી હતી, એક F16  વિમાનને સેનાએ ધરાસઈ કરી નાખ્યું – PTI

ભારટ અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કશ્મીર સરહદ પર ઘણી મુશ્કેલી જોવા મળી રહી છે, ભારતીય વાયુસેનાના બાલાકોટમાં જૈશ એ મહોમ્મદના ઠેકાણા પર હવાઈ હુમલા પછી હવે પીટીઆઈની જાણકારી મુજબ પાકિસ્તાનની એયરફોર્સ પણ ભારતીય વાયુ સરહદમાં ઘુસપેઠ કરી. જાણકારી મુજબ પાકિસ્તાનના F16  વિમાનને પણ ધરાસઈ કરી નાખવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે હવે જો ભારત તેનો જવાબ આપે તો પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં એક મોટા યુદ્ધનો ભાર સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.

અખબાર દૈનિક ભાસ્કરમાં રીટાયર્ડ લેફ્તીનેંટ જનરલ સતીશ દુઆના એક લેખ મુજબ, પાકિસ્તાન વિદેશી દેવાથી પોતાનું જેમતેમ ગુજરાણ ચલાવી રહ્યું છે. તે દર મહીને ઉધાર લઈને વિદેશી દેવાનું વ્યાજનું માસિક ભરપાઈ કરી રહ્યું છે. હાલની સ્થિતિમાં પાકિસ્તાન છ દિવસનું પણ યુદ્ધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો યુદ્ધ થયું તો આ લડાઈમાં પાકિસ્તાન નાદાર બની જશે.

તમને જણાવી દઈએ કે બાલાકોટમાં ઇન્ડિયન એયરફોર્સની સ્ટ્રાઈક પછી પાકિસ્તાનના શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પાકિસ્તાનનો સ્ટોક એક્સચેન્જ KSE 100  આંજે ૧૩૦૦ પોઈન્ટથી વધુ નીચો આવ્યો છે. મંગળવારે પણ કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ૪૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંગળવારથી અત્યાર સુધી પાકિસ્તાનના સ્ટોક એસ્ક્ચેન્જમાં ૨૦૦૦ પોઈન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. પુલવામાં માં હુમલા પછી આ ઈંડેક્સ લગભગ ૬ ટકા ઘટી ચુક્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment