Xiaomi નો વિખ્યાત Redmi Note 7 ભારતમાં આજે લોન્ચ થયો છે, જાણો વધુ માહિતી….

13

Xiaomiનો વિખ્યાત Redmi Note 7ની રાહ ભારતમાં ઘણા દિવસથી થઇ રહી છે. અને આજે એ દિવસ છે જ્યારે કંપની પોતાના આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરશે. આજે એટલે કે ૨૮ ફેબ્રુઆરીએ કંપની નવી દિલ્હીમાં એક ઇવેન્ટ દરમ્યાન આ સ્માર્ટફોનને લોન્ચ કરશે. આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ ઓફિશિયલ YouTube ચેનલ અને વેબ્સાઈટ પર કરવામાં આવશે.

સમાચાર એમ પણ છે કે કંપની આજે Redmi Note 7ની સાથે સાથે Redmi Note 7 Pro અને રેડ્મી ગો સ્માર્ટફોનને પણ લોંચ કરશે. જણકારી માટે કહી દઈએ કે Redmi Note 7ને ગયા મહીને ચીનમાં લોંચ કરવામાં આવ્યો હતો. સાથે જ કંપનીએ એ પણ જાણકારી આપી હતી કે POCOની જેમ Redmi પણ કંપનીનું નવી સબ બ્રાન્ડ થશે. કંપનીના નવા Redmi બ્રાન્ડ અનુસાર બજેટ ડિવાઈઝીઝ ઉતારવામાં આવશે તેમજ Mi અનુસાર Mi Mix 3 જેવા પ્રીમીયમ સ્માર્ટફોનને લોંચ કરવામાં આવશે.

હાલમાં જ લીક થયેલ જાણકારીઓ પ્રમાણે Redmi Note 7માં ચીની વેરાયટીની જેમ બેંકમાં ૪૮ મેગાપીક્સલનો કેમેરો રહેલ નહિ હોય. જો કે આની જગ્યાએ કંપની Redmi Note 7 Proને ૪૮ મેગાપિક્સલ કેમેરા સાથે ઉતારશે. Redmi Note 7ને બ્લૂ, બ્લેક અને રેડ કલરના ઓપ્શનમાં ઉતારી શકે છે. તેમજ, Note 7 Proના કલર ઓપ્શન બ્લેક, ગ્રેડીએન્ટ બ્લૂ અને ગ્રેડીએન્ટ રેડ હોય શકે છે.

Redmi Note 7ને ચીનમાં શરૂઆતી કિંમત Yuan ૯૯૯ (લગભગ ૧૦૫૦૦ રૂપિયા) માં લોંચ કરવામાં આવ્યો છે. આ એના બેઝ વેરીયન્ટ 3GB રેમ/ 32GB સ્ટોરેજની છે. આશા છે કે ભારતમાં પણ કિંમત ૯૯૯૯ રૂપિયાથી શરૂ થઇ શકે છે. આ જ રીતે જો કંપની Note 7 Proને પણ ભારતીય માર્કેટમાં લઈને આવી છે તો આની કિંમત ૧૩૦૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦૦ રૂપિયા સુધી હોય શકે છે.

Redmi Note 7ના સ્પેસીફીકેશનની વાત કરીએ તો આમાં ૬.૩ ઇંચ ડિસ્પ્લે, સ્નૈપડ્રેગન ૬૬૦ પ્રોસેસર, 6GB સુધીની રેમ, 64GB સુધીનું સ્ટોરેજ, એન્ડ્રોયડ ૯ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ, 4000mAhની બેટરી, 48MP રીયર કેમેરો અને 13MPનો સેલ્ફી કેમેરો આપી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment