25 વર્ષની મહિલાએ 6 દીકરીઓ અને 1 દીકરાનો એકસાથે આપ્યો જન્મ – વાંચો રસપ્રદ માહિતી

37

ઈરાકની 25 વર્ષની મહિલાએ એકસાથે 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યો છે. ઈરાકમાં એકસાથે માં ના 7 છોકરાઓનો જન્મ એ પહેલો મામલો છે. પૂર્વી ઈરાકના દિયાલી પ્રોવિન્સમાંના એક હોસ્પિટલમાં મહિલાએ બાળકોને જન્મ આપ્યો. મહિલાનું સ્વાસ્થ્ય એકદમ સારું છે અને છોકરાઓ પણ સારા છે. હા પણ, મહિલાનું નામ સાર્વજનિક નથી કરવામાં નથી આવ્યું.

સ્થાનીય સ્વાસ્થ્ય વિભાગના એક પ્રવક્તાએ બયાન જાહેર કર્યું છે કે બધા છોકરાઓ અને માં સ્વસ્થ છે. છોકરાઓના પિતા યુસેફ ફેદલે કહ્યું કે તેને પરિવાર વધારવાની પ્લાનીગ કરી ન હતી અને હવે 10 છોકરાઓની દેખભાળ કરવી પડશે.

આ મામલો લેબનાનના એક હોસ્પિટલમાં થયેલા છ છોકરાઓની યાદ પણ દેવડાવે છે. ત્યારે મહિલાએ ૩ દીકરીઓ અને ૩ દીકરાઓને એકસાથે જન્મ આપ્યો હતો. માનવામાં આવે છે કે સાત જીવિત છોકરાઓની ઘટના પહેલી વાર અમેરિકાના લોવા રાજ્યમાં થઇ હતી. આ 1997ની વાત છે.

અમેરિકાની ઘટનામાં કપલે ફર્ટીલિટી ટ્રીટમેન્ટ બાદ છોકરાઓનો જન્મ થયો. જયારે એ સામે આવ્યું કે મહિલા 7 છોકરાઓ સાથે પ્રેગનેન્ટ થઇ છે, ત્યારે તેને કેટલાક છોકરાઓનું અબોર્સોન કરાવવાની ના પાડી દીધી. અને કહ્યું હતું કે હવે તેની જિંદગી ભગવાનના હાથમાં છે.

અમેરિકાનો મામલો એટલો ચર્ચિત થઇ ગયો કે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટને પોતે તે પરિવારને ફોન કર્યો હતો અને પરિવારને ઘણા ફેમસ ટીવી શો માં પણ બોલાવવામાં આવ્યા હતા.ઘણી કંપનીઓએ કપલની મદદ કરી હતી. તેને એક ઘર પણ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “Dealdil.com”

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment