મંદિર રોજ જવાનું રાખો, હેલ્થને અઢળક ફાયદા થાય છે

0
20

સામાન્ય રીતે લોકો પોતાના ધર્મ અનુસાર પોતાના ધાર્મિક સ્થળ પર જાય છે અને પોતાના આરાધ્ય દેવની પૂજા કરે છે. હિન્દુઓમાં પ્રથા છે કે, તેઓ રેજ મંદિર જઈને પોતાના ભગવાનની પૂજા કરે છે. રોજ સવારે નાહીધોઈને ભગવાનના દર્શન કરીને જ આગળનું કામ શરૂ કરે છે. એવી માન્યતા છે કે, આવુ કરવાથી ભગવાનની કૃપા બની રહે છે અને સારા કામ બની જાય છે. પરંતુ તમને ખબર નહિ હોય કે, મંદિર જવાથી સારું સ્વાસ્થ્ય પણ બને છે. આપણા ધર્મમાં ઘણી એવી બાબતો છે જે દરેક રીતે આપણું સ્વાસ્થ્ય સુધારે છે.

ધર્મમાં અનેક બાબતો વૈજ્ઞાનિક આધાર પર નક્કી કરાઈ છે. તેમાં એક છે મંદિર જવું. ભલે લોકો મંદિર જવાની બાબતને ધાર્મિક દ્રષ્ટિકોણથી જુએ છે, પંરતુ તેનાથી હેલ્થને અનેક ફાયદા થાય છે. સૌથી મોટો અને અચૂક ફાયદો એ છે કે, મંદિર જવાથી મગજ સંતુલિત રહે છે.આજકાલ બધાની લાઈફ તણાવભરી બની ગઈ છે. જેમાં અનેક સારા કામ બગડી જાય છે. પરંતુ જે લોકો મંદિર જાય છે તેમનું મગજ શાંત રહે છે. પહેલા તો ભગવાનના દર્શનથી જ તેમનું મન શાંત થઈ જાય છે. અને પછી મંદિરમાં માથા પર તિલક લગાવવાથી દિમાગના એક હિસ્સા પર દબાણ પડે છે. આ પોઈન્ટ દબાતા ધ્યાન લગાવવામાં મદદ મળે છે. જ્યારે તિલક માથાની વચ્ચોવચ લાગે છે, તો દિમાગ જાતે જ જાગૃત થાય છે.મંદિર ગયા બાદ માણસ સૌથી પહેલા જે કામ કરે છે તે છે ઘંટો વગાડવાનું. મંદિરમાં ઘંટીનો અવાજ સ્વાસ્થય સાથે જોડાયેલો છે. એક રિચર્સ અનુસાર, જ્યારે આપણે મંદિરમાં ઘંટ વગાડીએ છીએ, તે તેના અવાજથી 7 સેકન્ડ સુધી આપણા કાનમાં ગુંજે છે. જેનાથી આપણા શરીરના આરામ આપનારા પોઈન્ટ્સ એક્ટિવ થાય છે. જેનાથી શરીરની અનેક બીમારીઓ આપોઆપ નષ્ટ પામે છે.

મંદિરમાં જવાથી હેલ્થ સારી રહે છે. ખાસ કરીને ઠંડીમાં મંદિર જવું વધુ ફાયદાકારક બને છે. આ મોસમમાં શરદી-ખાંસીની સમસ્યા રહે છે. જેથી બચવું હોય તો મંદિર જવું. મંદિર જવાથી હાથ જોડીને પ્રાર્થના કરવાથી હથેળીઓ અને આંગળીઓના ખાસ પોઈન્ટ્સ દબાય છે. જેનાથી શરીરમાં ઈમ્યુનિટી વધે છે. ભગવાનની સામે હાથ જોડીને બેસી રહેવાથી તમારું આખું શરીર સ્વસ્થ થઈ જાય છે.જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય છે, તેમનું મંદિર જવું બહુ જ ફાયદાકારક હોય છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ તમે તમારા ચપ્પલ ઉતારી દો છો. ઉઘાડા પગે જવાનું હોય છે અને તેના દ્વારા પવિત્ર સ્થાનની પોઝિટીવ એનર્જિ શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી પગના પ્રેશર પોઈન્ટ દબાય છે. જેનાથી બીપી કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આ રીતે આ બીમારી બહુ જ પ્રમાણમાં ઓછું થવા લાગે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment