વિશ્વમાં પતંગનો તહેવાર અમુક ખાસ નામથી ઓળખાય છે જાણો તેમના પાછળની માન્યતાઓ…

58

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંત 14 જાન્યુઆરી એટલે વણ લખ્યો તહેવાર મકર સંક્રાંત. અને મકર સંક્રાંત નજીક આવે એટલે બાળકોમાં પાયેલ દોરાની ફીરકી અને પતંગ લઈને પોત પોતાના મકાનની અગાસી પર પતંગ ચગાવવા માટે પહોંચી જાય છે.થોડી વારમાં આકાશ અલગ અલગ પ્રકારના અવનવા કલરના રંગ બેરંગી પતંગોથી છવાઈ જાય છે. જાણે દિવસે આકાશ સાઈનિંગસ્ટારથી ચમકીલા તારલાઓર્થી છવાઈ ગયું હોય તેવું લાગે છે. ફક્ત ભારતમાં જ પતંગ ચગાવવાના આ ઉત્સવને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક 15 મી ઓગસ્ટે પતંગ ચગાવવામાં આવે છે તો ક્યાંક રક્ષાબંધનના દિવસે પતંગ ચગાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ભારત સિવાય અમેરિકા, ચીન, જાપાન સહીત વિશ્વના કેટલાય દેશોમાં પતંગ ચગાવવાને લઈને અલગ અલગ પ્રકારની માન્યતાઓ રહેલી છે ? તો ચાલો આજે અમે તમને ક્યાં દેશોમાં ક્યારે પતંગને  ચગાવવામાં આવે છે તે વિશે જણાવીએ.

અમેરિકામાં ક્યારે પતંગ ચગાવવામાં આવે છે ?

અમેરિકન લોકો પણ પતંગ ચગાવવાના ખાસ શોખીન છે. પતંગ ચગાવતી વખતે ત્યાના લોકો રેશમી કપડાની અને પ્લાસ્ટીકની પતંગો ચગાવે છે. અમેરિકન લોકો જુન મહિનામાં પતંગને ચગાવે છે.

ચીનમાં ક્યારે પતંગ ચગાવવામાં આવે છે ? શું છે ચીનના લોકોની માન્યતા ?

ચીનમાં દર વર્ષે 9 સપ્ટેમ્બરે પતંગનો ઉત્સવ મનાવવામાં આવે છે. 9 સપ્ટેમ્બરના દિવસે લગભગ ચીનના દરેક લોકો પૂરા જોમ જુસ્સા અને ઉત્સાહથી પતંગબાજીની પ્રતિયોગિતામાં એટલે કે સ્પર્ધામાં ભાગ લ્યે છે. ચીનન રાજા કિંન રાજવંશના શાસન દરમ્યાન લોકો પતંગ ચગાવીને તેને અજ્ઞાત સ્થાન પર છોડી દેવાને અપશુકન માનતા હતા. આ ઉપરાંત કપાયેલી, ફાટેલી કે તૂટેલી પતંગને ચગાવવી તેને પણ ખરાબ શુકન માનતા હતા. ચીનમાં દર વર્ષે 20 એપ્રિલથી 25 એપ્રિલ વચ્ચે “વેફન્ગ ઇન્ટરનેશનલકાઈટ ફેસ્ટીવલ” ઉજવવામાં આવે છે.

જાપાનમાં ક્યારે પતંગ ચગાવવામાં આવે છે ? શું છે જાપાની લોકોની માન્યતા ?

અન્ય દેશ વિદેશની માફક જાપાનના સ્થાનિક રહેવાસી લોકો પણ પતંગ ચગાવવાના ખાસ શોખીન માનવામાં આવે છે. પતંગ ચગાવવા બાબતે જાપાનના સ્થાનિક રહેવાસી લોકોની કેટલીક માન્યતાઓ રહેલી છે. જાપાનના સ્થાનિક રહેવાસી લોકો માને છે કે પતંગ ચગાવવાથી દેવતા પ્રસન્ન થાય છે જેથી તેઓની આરોગ્ય સુખાકારી અને આર્થિક સમૃદ્ધિ સારી રહે છે. જાપાનમાં લોકો દર વર્ષે મેં મહિનામાં પતંગ ચગાવવાનો પ્રતિયોગીતા એટલે કે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. લોકો અલગ અલગ જગ્યાએથી તેમાં ભાગ લેવા માટે આવે છે.

થાઈલેન્ડમાં ખુદરાજા પતંગ ચગાવતા હતા. શું છે થાઈલેન્ડનાલોકોની માન્યતા ?

થાઈલેન્ડમાં દરેક રાજા પતંગ ચગાવતા હતા. દરેક રાજાની પોતાની આગવી અને વિશેષ પતંગ રહેતી. શિયાળાની ઠંડી ઋતુમાં ભિક્ષુકો અને પુરોહિતો દ્વારા થાઈલેન્ડમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની આશા માટે પતંગ ચગાવવામાં આવતી હતી. જ્યારે અહીના સ્થાનિક રહેવાસી લોકો તેમની પ્રાર્થનાઓ આકાશમાં ભગવાનને પહોંચાડવા માટે ચોમાસાની વર્ષા ઋતુમાં પતંગ ચગાવતા હતા.

જકાર્તા કાઈટ ફેસ્ટીવલ

ઇન્ડોનેશિયાના પાનગનદારન શહેરમાં દર વર્ષે જકાર્તા કાઈટ્સ ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. જેનું આયોજન 1985 ના વર્ષથી દર વર્ષે કરવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment