વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની પ્રતિમા, ભારતમાં આ રાજ્યમાં ઓગસ્ટ સુધીમાં થઇ જશે તૈયાર…

252

વિશ્વની સૌથી ઉંચી શિવની પ્રતિમા અને દુનિયાની ચૌથી સૌથી મોટી મૂર્તિ રાજસ્થાનના નાથદ્વારામાં કેટલાક મહિનાઓની અંદર તૈયાર થઇ જશે.

મિરાજ ગ્રુપના એક એક અધિકારી પ્રકાશ પુરોહિતે જણાવ્યું કે ઉદયપુરથી 50 કિલોમીટરની દુરી પર સ્થિત ગણેશ ટેકરીમાં બનવાવાળા 351 ફૂટ ઉંચી પ્રતિમાની પરિયોજના પર કામ ચાલી રહ્યું છે.

2012 થી શરુ થયેલી આ પરિયોજનામાં પ્રતિદિવસ અંદાજે 750 શ્રમિક કામ કરે છે.

પ્રતિમાના નિર્માણમાં 2500 ટનથી વધારે પરિષ્કૃત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવતાવાળા તાંબાથી ચમકતા, શુદ્ધ જસ્તાનો ઉપયોગ કરીને 110 ફૂટ ઊંચા પેડેસ્ટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

નિર્માણ કાર્ય પૂરું થવા પર, ત્રણ અલગ અલગ દીર્ઘાઓને ત્રણ સ્તરો પર બનાવવામાં આવશે 20 ફૂટ, 110 ફૂટ અને 270 ફૂટ

મૂર્તિની ચારે તરફ લગભગ ૩૦૦ વર્ગ ફૂટ સુધી ફૈલાયેલું ક્ષેત્ર, એક સુંદર હર્યા ભર્યા બગીચાથી સુશોભિત હશે.

ભારત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું ઘર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉંચાઈ 597 ફીટ છે.

વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમપલ બુદ્ધા છે, જેની ઉંચાઈ 420 ફીટ છે.

જયારે મ્યાંમારની ખટકાન તુંગમાં લેક્યુંન સેકકાયાની પ્રતિમા ત્રીજી સૌથી મોટી મૂર્તિ છે, જેની ઉંચાઈ 380 ફીટ છે.

દુનિયાની સુથી ઉંચી શિવ મૂર્તિઓમાં કેટલાક નેપાળમાં કૈલાશનાથ મંદિર (143 ફીટ), કર્નાટકમાં મુરુદેશ્વર મંડી (123 ફીટ) અને તમિલનાડુમાં આદીયોગ મંદિર (112 ફીટ) છે.

અરવલ્લીની પહાડીઓમાં વસેલું નાથદ્વારા 17 મી સદીમાં મેવાડના મહારાણા રાજ સિંહ દ્વારા નિર્મિત શ્રીનાથજી મંદિર માટે પ્રસિદ્ધ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment