હવે વિઝા વગર તમે આ 5 સુંદર દેશોમાં પાર્ટનરની સાથે વિતાવો ક્વાલીટી ટાઈમ, જાણો રસપ્રદ માહિતી…

14

દરેક વિદેશમાં ફરવા માંગે છે. પરંતુ કોઈ બજેટના કારણે ફરી શકતા નથી તો કોઈ પાસપોર્ટ તથા વિઝાના કારણે વિદેશમાં ફરી શકતા નથી. પરંતુ હવે ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને ઘણા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી તથા ઓન અરાઈવલની સુવિધા મળે છે. એટલા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ૫ એવા સુંદર દેશો વિશે જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી.

ઇન્ડોનેશિયા

જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે વિઝા વગર પણ ઇન્ડોનેશિયામાં ૩૦ દિવસો સુધી રહી શકો છો. આ દરમિયાન તમે ઇન્ડોનેશિયામાં રહેલા બાલીની સુંદરતાને નિહાળી શકો છો. બાલી ઇન્ડોનેશિયાના સૌથી દ્વ્રીપોમાંથી એક છે. જો તમે બીચ અને મરીન લાઈફને નજીકથી જોવા માંગો છો તો ઇન્ડોનેશિયા તમારા માટે બેસ્ટ ડેસ્ટીનેશન છે. ઇન્ડોનેશિયામાં તમે જકાર્તા, પાપુઆ આઈલેન્ડ, લોમ્બોક, ટોબા લેક અને કોમોડો દ્વ્રીપ ફરી શકો છો.

ભૂતાન

ભૂતાન ટ્રેકિંગ અને કુદરતી સૌદર્યની મજા માનવા માટેની જોરદાર જગ્યા છે. ભારતનો પાડોશી દેશ હોવાના કારણે ત્યાં જવું ખુબ જ સહેલું છે. હવાઈ અને રોડથી ભૂટાન પહોચી શકીએ છીએ. તમે ભૂટાનમાં ટાઈગર નેસ્ટ, હવેલી, પુનાખા જોંગ, દોચુલા પાસ અને બુદ્ધ પ્રતિમા જોવા જઈ શકો છો. ટાઈગર નેસ્ટ તો પર્વતોના ખૂણા પર બોદ્ધ મઠોનું એક સમૂહ છે, ત્યારેજ હવેલી કુદરતી નજરાથી ભરપુર છે.

માલદીવ

માલદીવ પણ ખુબ જ સસ્તો દેશ છે, જ્યાં તમે ઓછા બજેટમાં હનીમુન પ્લાન કરી શકો છો. માલદીવમાં દુનિયાના સૌથી સુંદર બીચ છે. આ આઈલેન્ડ પર તમે લગભગ બે લાખ રૂપિયાથી ઓછા બજેટમાં પોતાનો હનીમુન માનવીને પાછા આવી શકો છો. માલદીવમાં તમે આર્ચીફીશીયલ બીચ, નેશનલ મ્યુઝિયમ, સુનામી મોન્યુમેન્ટ જેવી જગ્યાઓ પર ફરી શકો છો.

મોરીશસ 

રેલમછેલ ધરતી, ચોખ્ખો દરિયો, દરિયાના કિનારે ઉચા પહાડો ખુબ જ આકર્ષિત છે. તમને અહી પર ભારત જેવું કલ્ચર મળી જશે. અહી ભોજપુરી બોલતા લોકો તમને મળી જશો. મોરીશસ જયારે પણ જાવ તો ત્યાના વોટર સ્પોર્ટ્સની આનંદ લેવાનું ન ચુકતા. મોરિશસમાં સાત રંગવાળી જમીન પણ જુઓ.

સેશેલ્સ

સો દ્વ્રીપોનો સમૂહ સેશેલ્સ પૂર્વી આફ્રિકાના તટ પર રહેલો છે. આ દેશ આકર્ષક પર્વતો અને સુંદર દરિયા કિનારાના કારણે ઓળખાય છે. સેશેલ્સમાં માહે આઈલેન્ડ, પ્રલીન આઈલેન્ડ જેવા ઘણા સુંદર દ્વ્રીપ છે જ્યાં તમે પોતાના પાર્ટનરની સાથે ક્વાલીટી ટાઈમ વિતાવી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment