વિમાનમાં સુતી રહી મહિલા, આંખો ખુલી તો ડરામણા સપના જેવું દ્રશ્ય હતું સામે, જાણો હકીકત શું હતું ???…

128

સોશ્યલ મીડિયા પર હવાઈ જહાજમાં ઘટેલી ઘટના અવાર નવાર વાયરલ થતી રહે છે. હાલમાં જ એયર ઇન્ડિયાની એક ઘટના વાયરલ થઇ રહી હતી તો હવે એક એવી ઘટના સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જસો. વિચારો તમે જયારે મોટા ફ્લાઈટમાં એકલા બચી જાઓ અને ઘનઘોર અંધારું હોય તો તમે કેવું મહેસુસ કરશો.

હકીકતમાં, આ કહાની નહિ પરંતુ હકીકત છે. મહિલા એયર કનાડા ફ્લાઈટથી ટોરેન્ટો જઈ રહી હતી. આ દરમિયાન આ ઘટના ઘટી હતી. મહિલા ફ્લાઈટમાં સુઈ ગઈ હતી અને જયારે ઘણી વાર પછી ઉઠી તો આખું પ્લેન ખાલી હતું અને ચારે બાજુ ખુબ જ અંધારું.

આ ઉપરાંત પ્લેન ટોરેન્ટો ઇન્ટરનેશનલ એયરપોર્ટની પાર્કિંગમાં ઉભો હતો. આ ઘટનાનો ઉલ્લેખ મહિલાએ પોતાના ફેસબુક પેઝ પર કર્યો છે. તેઓએ લખ્યું કે તે લગભગ અડધી રાત્રે ઉઠી (ફ્લાઈટ લેન્ડ થયા બાદ) અંદર ભયાનક ઠંડી હતી અને ઘટાદાર અંધારામાં તે પોતાની સીટ પર ફસેલી હતી. હું જણાવી શકતી નથી કે તે સમય મારા માટે કેટલો ભયાનક હતો. એવું લાગી રહ્યું હતું કે હું કોઈ સપનું જોઈ રહી હોય કારણ કે મને એ સમયે સમજ આવી રહ્યું ન હતું કે આ બધું કેવી રીતે થઇ રહ્યું છે.

મહિલાએ એ પણ જણાવ્યું કે તે સમયે તેનો ફોન પણ ચાર્જ ન હતો અને તે મદદ માટે કોલ પણ કરી શકતી ન હતી. કિસ્મત સારી હતી કે મહિલાએ પ્લેનને કોક્પીટમાં ટોર્ચ મળી ગઈ, જેની મદદથી તે પ્લેનના દરવાજા સુધી પહોચી ગઈ. આ દરમિયાન જયારે મહિલાએ દરવાજો ખોલ્યો ત્યારે તેને જોયું કે તે જમીનથી 50 ફીટ ઉપર છે. તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. એવામાં તે દરવાજા પર બેસી ગઈ અને ટોર્ચ વારે વારે જલાવીને પોતાની મૌજુદગી નો ઈશારો કરતી રહી.

હા પરંતુ થોડી વાર બાદ  કોઈ એરપોર્ટ કર્મચારીની નજર તેના પર પડી ગઈ અને પછી તેને સુરક્ષિત પાછા લેવામાં આવ્યા. હા પરંતુ આ ઘટના બાદ એયર કનાડાએ મહિલા પાસે માંફી પણ માંગી હતી. મહિલાનું જણાવવાનું છે કે તે આ ઘટનાથી એટલી બધી ડરી ગઈ છે કે તેને નીંદર પણ આવી રહી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment