વિજ્ઞાનનો ચમત્કાર, હવે માણસના શરીરમાં ધબકશે પ્રાણીનું હદય, જાણો રસપ્રદ વાત…

10

આને વિજ્ઞાનનો ચમત્કાર કહો કે માણસની કાબેલિયત. પણ, એ સાચું છે કે હવે તે દિવસો દુર નથી કે જયારે પશુઓના અંગોને માણસના શરીરમાં પણ પ્રત્યારોપિત કરવામાં આવશે. એટલે કે હવે પ્રત્યારોપણ માટે અંગ મેળવવા માટે લોકોને લાંબી રાહ જોવી નહિ પડે.

દુનિયાભરમાં આત્યારે અંગદાનને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો કે વિજ્ઞાને નવો આવિષ્કાર કરીને અંગ પ્રત્યારોપણની સમસ્યાનું પણ નિવારણ લાવી દીધું. ચિકિત્સા ક્ષેત્રમાં વૈજ્ઞાનીકોએ ઝલ્દીથી ક્રાંતિકારી પગલા આપ્નાવ્યા છે. જાણકારીના જણાવ્યા અનુસાર, ગંભીર બીમારીમાં ચાલી રહેલા લોકો શરીરમાં પીગનું હદય લગાડવાની સંભાવના ઘણી વધારે વધી ગઈ છે.

જર્મનીના વૈજ્ઞાનીકોએ આખા મેડીકલ અને વિજ્ઞાન જગતને પોતાના નવા પ્રયોગથી હેરાનીમાં નાખી દીધા છે. તેઓએ એક બૈબૂન (વાંદરા ની પ્રજાતિ)ના શરીરમાં સફળતાપૂર્વક પીગનું હદય લગાવવામાં સફળતા મેળવી છે. પીગનું હદય લગાડ્યા બાદ આ બૈબૂન 6 મહિનાથી વધારે સમય સુધી જીવિત રહ્યું.

વૈજ્ઞાનીકોએ તેને મિલનો પત્થર જણાવ્યો છે. એક પશુના સ્વસ્થ હદયને બીજી પ્રજાતિના શરીરમાં પ્રત્યારોપિત કરવાની પ્રક્રિયાને ‘એક્સેનાટ્રાન્સપ્લાટેશન’ કહેવામાં આવે છે. ‘નેચર જર્નલ’ માં પ્રકાશિત આ આધ્યાનમાં માનવામાં આવે છે કે આ પ્રક્રિયાથી ભવિષ્યમાં માણસને પણ નવું જીવન આપી શકશે. પ્રત્યારોપણ માટે પીગના જીનમાં બદલાવ કરવામાં આવ્યો તેથી બીજી પ્રજાતિના પ્રતિરક્ષા પ્રતિક્રિયાને દબાવી શકે.

જર્મન હર્ટ સેન્ટર બર્લીનમાં ડોકટર ક્રિસ્ટોફ નોશાલાનું જણાવવાનું છે કે 20૩૦ સુધી અમેરિકામાં હદય હુમલો આવવાનો મામલો 80 લાખ સુધી પહોચી શકે છે. વૈજ્ઞાનિકોની માનીએ તો જીનમાં બદલાવ વાળો પીગ આ સમસ્યાનું સમાધાન હોઈ શકે છે. હા પણ આ પ્રકારની શોધમાં પહેલા પણ વૈજ્ઞાનિકોને સીમિત સફળતા મળી છે. મ્યુનીખમાં લુડવિગ મેક્સમિલિયન યુનીવર્સીટીના શોધકર્તા બૈબુનને 57 દિવસ સુધી જીવતા રાખવામાં સફળ થયા હતા.

શોધકર્તાઓએ ત્રણ અલગ અલગ સમૂહો પર પ્રયોગ કર્યો છે. આખા અધ્યયન દરમિયાન 16 બૈબૂન સમાવેશ કરવામાં આવી રહ્યા હતા. અંતિમ ગ્રુપમાં તેઓએ પ્રત્યારોપણમાં સફળતા મેળવી. હદયરોગના પ્રોફેસર મેક્ગ્રેગોરનું જણાવવાનું છે કે આ અધ્યયન ઘણું મહત્વનું છે. આ આપણને હદયની બીમારીની સમસ્યાને ખત્મની રાહ બતાડે છે.

શોધકર્તાઓએ હદયને ઓકસીજન પહોચાડતા લાંબી પ્રક્રિયાને પૂરી કરે છે. તેના માટે પૂરો સમય અંગમાં રક્ત પરીસંચરણ કર્યું. આ કારણે બૈબૂનનું બ્લડ પ્રેસર ઓછું થયું હોવા છતાં પ્રત્યારોપિત અંગનો આકાર નથી વધ્યો. અંતિમ સમુહમાં પાંચ માંથી ચાર બૈબૂન 90 દિવસો સુધી સ્વસ્થ રહ્યા જયારે એક 195 દિવસ સુધી સ્વસ્થ રહ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment