વાઈબ્રેન્ટ ગુજરાત સંમેલનના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ મોદી ગુજરાતના પ્રવાસ પર

49

ગ્લોબલ ટ્રેડ શો નું ઉદઘાટન કરશે, અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ અને નવા વી એસ હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. તેમાં ગઈકાલે વાઈબ્રેન્ટ ગુજરાત સંમેલન ૨૦૧૯ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર સહીત એક્ઝીબીસન સેન્ટર પર વાઈબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું ઉદઘાટન કર્યું. આ દરમિયાન ઉદ્યોગ અને વ્યાપારની અલગ અલગ ક્ષેત્રોની કંપનીઓએ પોત પોતાની વસ્તુઓનું પ્રદર્શન પણ કર્યું હતું.

ત્યાર પછી  તે ચાર વાગ્યે નવા વી. એસ. હોસ્પિટલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદઘાટનમાં પહોચ્યા. આ પૂરી રીતે આત્યાધુનિક સુપર સ્પેશલિટી સાર્વજનિક હોસ્પિટલ છે જેને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પીટલમાં હેલીકોપ્ટરની પણ સુવિધા છે. આ બધી રીતે પેપરલેસ હોસ્પિટલ માનવામાં આવે છે.

તેના પછી તે સાંજે સાડા પાચ વાગ્યે સાબરમતી રીવરફ્રંટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ-૨૦૧૯ નું ઉદઘાટન કર્યું. આ ભારતમાં પહેલો શોપિંગ ફેસ્ટીવલ છે. પ્રધાનમંત્રી અહિયાં સભાને સંબોધિત કર્યા હતા.

ત્યાર બાદ તે ગાંધીનગર માટે રવાના થઇ ગયા. ગાંધીનગર જઈને મોદીએ કેટલાક મહાત્મા મંદિરમાં કેટલાક ખાસ મહેમાનો મુલાકાત પણ કરી. રાત્રે વિશ્રામનો કાર્યક્રમ રાજભવનમાં રાખવામાં આવ્યો હતો.

૧૮ જાન્યુઆરી એટલે આજના દિવસે મહાત્મા મંદિરે પહોચ્યા. તે અહિયાં ખાસ મહેમાનો સાથે વિચારણા કરી. તેઓ એ સવારે ૧૦ વાગ્યે વાઈબ્રેન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન ૨૦૧૯ નું ઉદઘાટન કર્યું. ઉદઘાટન સત્ર બપોરે ૧ વાગ્યા સુધી હતું.

હવે ત્યાર બાદ તેઓ કેટલાક દેશના રાષ્ટ્રઅદ્યક્ષ સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ તે આંતરરાષ્ટ્રીય ફંડના સીઈઓની સાથે વન ટુ વન બેઠક કરશે. સાંજે સાડા છ વાગ્યા પછી દાંડી કુટિરમાં લેઝર લાઈટ અને સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ ખાસ મહેમાનો સાથે રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે પણ તેઓ રાજભવનમાં વિશ્રામ કરશે.

સુરતના હજીરા, સિલવાસા પણ જશે

મોદી ૧૯ જાન્યુઆરીએ અમદાવાદથી સુરત હવાઈ અડ્ડા માટે રવાના થશે. સુરતથી તે હજીરા આવશે જ્યાં તે હજીરા ગન ફેક્ટરીનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તે દાદરા નગર હવેલીના મુખ્યાલય સિલવાસા જશે જ્યાં તે અલગ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તે મુંબઈ પહોચશે જ્યાં તેઓ ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદઘાટન કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment