વેર વિખેર થઇ ગયો આ આખો દેશ, વકીલોએ કર્યું કઈક એવું કામ, કે બદનામ થયેલા અધિકારી બની ગયા નોકર…

15

દક્ષીણ અમેરિકાનો સૌથી અમીર દેશ વેનેજુએલા આજે ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. સરકારના ખોટા સામાજિક પ્રયોગોના કારણે આ સમયે અહીના નાગરિકોને ખાવાનું ભોજન પણ મળી રહ્યું નથી. તેલની બાબતમાં સમૃદ્ધ હોવા છતાં વેનેજુએલાના વ્યવસાયિક લોકો અહીના હોસ્પિટલ અને યુનીવર્સીટીને છોડીને બીજા દેશોમાં જવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે વેનેજુએલાના વકીલ અને મજૂરો સેક્સ વર્કર તરીકે કામ કરવા માટે મજબુર થઇ ગયા છે. ત્યારેજ બ્યુરોક્રેટ માધ્યમના અધિકારી રહેલા લોકો હવે ઘરોમાં નોકરનું કામ કરી રહ્યા છે.

વેનેજુએલા આજે બરબાદીના પંથે પહોચી ચુક્યું છે. વેનેજુએલાથી દરરોજ લગભગ ૫૦૦૦ લોકો બીજા દેશમાં જઈ રહ્યા છે. લોકોનું આટલી મોટી સંખ્યા પલાયન લેટીન અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું પલાયન છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલના અધિકારીઓ મુજબ વેલેજુએલાના ડોમેસ્ટિક માનવાધિકાર સંકટ આજે અમેરિકી ક્ષેત્રનું માનવાધિકાર સંકટ બની ગયું છે. તેમણે જણાવ્યું કે વેનેજુએલામાંથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરીને પાડોશી દેશ તરફ જઈ રહ્યા છે. વેનેજુએલાની મુશ્કેલીથી સૌથી પ્રભાવિત ત્રીનીદાદ અને ટેબેગો પણ થયા છે. વેનેજુએલાના લોકો મોટી સંખ્યામાં ત્રિનિદાદ અને ટેબેગોની સરહદમાં ચોરીછુપીથી ઘુસી રહ્યા છે, જેનાથી ત્રિનિદાદની અર્થવ્યવસ્થા ઉપર પણ ભાર વધી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વેનેજુએલાના પાડોશી દેશો પણ એવી સ્થિતિમાં નથી કે તે મોટી સંખ્યામાં લોકોને પોતાને ત્યાં રાખી શકે. તેના કારણે પાડોશી દેશોમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશીશ કરી રહેલા વેનેજુએલાના લોકો માનવ તસ્કરી, જિસ્મફરોશી સહિત ઘણા પ્રકારના શોષણના શિકાર થઇ રહ્યા છે. વર્ષ ૧૯૫૦ થી લઈને વર્ષ ૧૯૮૦ સુધી વેનેજુએલા આર્થિક રૂપથી ખુબ જ મજબુત હતું પરંતુ તેલના વ્યવસાયમાં પછડાટ અને નાણાકીય કટોકટીના કારણે ધીમે ધીમે વેનેજુએલા ભયંકર આર્થિક સંકટમાં ઘેરાતું ગયું. વેનેજુએલાના ઘણા અંગત બિજનેસ બરબાદ થઇ ગયા અને ઘણા બિજનેસ સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત કરવામાં આવ્યા.

તેના પછી યુનિયનોની રાજનીતિના કારણે વેનેજુએલાનો ઔદ્યોગિક વિકાસ ભયંકર રીતે પ્રભાવિત થયો. વેનેજુએલાના હાલના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના સત્તામાં આવ્યા પછીથી દેશની સ્થિતિ બહુજ વધુ ખરાબ થઇ ગઈ. એક સમયમાં બસ ડ્રાઈવર રહી ચુકેલા અને પછી યુનિયન લીડર બનેલા નિકોલસ માદુરોની સરકારમાં ભ્રષ્ટાચારે દેશને બરબાદી તરફ ધકેલી દીધો. અમીર લોકો પહેલા જ દેશ છોડીને જતા રહ્યા છે. હવે માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ જનતા જ દેશમાં વધી છે, જો કે એ પણ ધીમે ધીમે દેશમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment