વસંત પંચમી 2019 “માં” સરસ્વતીની વીણાથી તમારી વાણીનો શું છે સંબંધ ? જાણો રસપ્રદ માહિતી…

24

શરદ ઋતુની વિદાય સાથે મધ સુકલ પંચમી જ્યાં એક બીજી પણ ઋતુરાજ વસંતના આગમનનો સૂચક છે ત્યારેર બીજી બાજુ સંગીત અને વિદ્યાની દેવી વિનાવાદીની માં સરસ્વતીનો અવતરણનો દિવસ પણ છે. વાશાંત પંચમી ને બધા શુભ કાર્યો કરવા માટે અત્યંત શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ પવન તીથીને મુખ્ય રૂપથી વિદ્યારંભ, નવીન વિદ્યા પ્રાપ્તિ માટે ગૃહ પ્રવેશ માટે શુભ માનવામાં આવે છે.

વશંત ઋતુમાં સરસ્વતીની સાધનામહાકવિ કાળીદાસે ઋતુસંહાર નામના કાવ્ય માં તેને “ સર્વપ્રીયે ચારૂતર વસંતે” કહીને અલંકૃત કર્યું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને “ ઋતુના કુસુમાકરા” અર્થાત ઋતુઓમાં હું વસંત છું, કહીને વસંતને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. વસંત પંચમીના દિવસે જ કામદેવ અને તેની પત્ની રતિએ પહેલી વાર માનવ હદયમાં પ્રેમ અને આકર્ષણનું સંચાર કર્યો હતો. આ દિવસે કામદેવ અને રતીના પૂજનનો ઉદ્દેશ્ય દામ્પત્ય જીવનને સુખમય બનાવે છે, જયારે સરસ્વતી પૂજનનો ઉદ્દેશ જીવનમાં અજ્ઞાન રૂપી અંધકાર દુર કરીને જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન એકરે છે.

આમ થયું દેવી સરસ્વતીનું પ્રાગટ્ય

સૃષ્ટિના પ્રારંભિક કાળમાં ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માજીના આજ્ઞાથી જીવ ખાસ રીતે મનુષ્ય યોનિની રચના કરી. પોતાની સર્જનથી તે સંતુસ્ટ ન હતા, જેના કારણે બધી બાજુ મોન છવાયેલો હતો. ભગવાન વિષ્ણુની અનુમતિ લઈને બ્રહ્માજી એ પોતાના કમંડળ માંથી જળ છાટ્યુ, પૃથ્વી પર જળકણ વિખરાતા જ તેમાં કંપન થવા લાગ્યું. ત્યાર બાદ એક ચતુર્ભુજી સ્ત્રીના રૂપમાં અદભૂત શક્તિનું પ્રાગટ્ય થયું, જેના એક હાથમાં વીણા તથા બીજા હાથમાં વાર મુદ્રા હતી. અન્ય બીજા હાથમાં પુસ્તક અને માળા હતી.

આવી રીતે મળી જીવ જંતુઓને વાણી

બ્રહ્માજીએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. જેમ જ દેવીએ વિનાનો મધુર નળ કર્યો, સંસારના સમસ્ત જીવ જંતુઓને વાણી પ્રાપ્ત થઇ ગઈ. જલધારામાં ધ્રુજારી ઉપાડી ગઈ અને પવન ચાલવાથી સરસરત ચાલવા લાગી. ત્યારે બ્રહ્માજીએ તે દેવીને વાણીની દેવી સરસ્વતી કહ્યું. સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિની અને બાગ્દેવી સહીત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ વિદ્યા અને બુદ્ધિની પ્રદાતા છે, સંગીતની ઉત્પતિ કરવાને કારણે તેને સંગીતની દેવી પણ કહેવામાં આવે છે.

સરસ્વતી પૂજનનું રહસ્ય બ્રહ્મવેવર્ત પુરાણના અનુસાર વસંત પંચમી ના દિવસે શ્રી કૃષ્ણએ માં સરસ્વતીને વરદાન દીધું સુંદરી! પ્રત્યેક બ્રહ્માંડમાં માઘ શુક્લ પંચમીના દિવસે વિદ્યા આરંભના સુભ અવસર પર મોટા ગૌરવ સાથે તમારી વિશાળ પૂજા થશે. મારા વચન પ્રમાણે આજથી લઈને પ્રલય પર્યન્ત સુધી કાયામાં મનુષ્ય, મનુગુણ, દેવતા, મોક્ષકામી, વસુ, યોગી, સિદ્ધ, નાગ, ગંધર્વ અને રાક્ષસ બધા તમારી ભક્તિની સાથે તમારી પૂજા કરશે. પુજાના પવિત્ર અવસર પર વિદ્વાન પુરુષો દ્વારા તમારા સમ્યક પ્રકારથી સ્તુતિ પાઠ ઠાસ. તે કળસ અથવા પુસ્તકમાં તમે સમર્પિત હશો. આ પ્રકારે કહીને સર્વપૂજિત ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ દેવી સરસ્વતીની પૂજા કરી, ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ઇન્દ્ર વગેરે દેવતાઓની પૂજા કરીને ભગવતી સરસ્વતીની આરાધના કરી. ત્યારથી મા સરસ્વતી સંપૂર્ણ પ્રયત્નો દ્વારા સદા પૂજિત થવા લાગશે.

આ પૂજાથી પ્રસન્ન થશે માં સરસ્વતી

સત્વગુણ ઉત્પન થવાના કારણે તેની પૂજામાં ઉપયોગ થવાવાળી સામગ્રીઓ અધિકાંશ સફેદ રંગની હોય છે. જવમ કે સફેદ ચંદન, સફેદ વસ્ત્ર, સફેદ ફૂલ, દહીં માખણ, સફેદ તલના લાડુ, અક્ષત, ધૃત, નારિયલ અને તેનું પાણી, શ્રીફળ, બેર, વગેરે. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સફેદ અથવા પીળા કપડા પહેરીને વિધિપૂર્વક કળશની સ્થાપના કરો. મ,માં સરસ્વતીની સાથે ભગવાન ગણેશ, સૂર્યદેવ, ભગવાન વિષ્ણુ અને શિવજીની પણ પૂજા અર્ચના કરો.સફેદ ફૂલના હારની સાથે માતાને સિંદુર અને અન્ય શ્રુંગાર પણ અરોઅન કરો. વસંતપંચમીના દિવસે માતાના ચરણોમાં ગુલાબ પણ અર્પિત કરવાનો વિધાન છે. પ્રસાદમાં માતાને પીળા રંગની મીઠાઈ અથવા ખીરનો ભોગ લગાવો.

વસંત પંચમીના દિવસે યથાશક્તિ “ ઔમ એ સરસ્વત્યે નમઃ “ નું જપ કરો.માં સરસ્વતીનો બીજમંત્ર “ ઍ “ છે, જેના ઉચ્ચારણ માત્રથી બુદ્ધિ વિકસીત થઇ જાય છે. આ દિવસે છોકરાઓ ભણવાનું શરુ કરે છે. આવું કરવાથી બુદ્ધિ કુશળ થાય છે અને માં ની કૃપા  હંમેશા તમારા પર બની રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment