વર્ષમાં ફક્ત 12 કલાક માટે ખુલે છે આ અદ્ભુત મંદિર, જ્યાં બિરાજમાન છે શિવ શક્તિનું અનોખું સ્વરૂપ…

23

ભારતમાં અનેક એવા મંદિર છે જેની પોરાણિકતા અને માન્યતા એક નિશ્ચિત પરીમીતીની અંદર છુપાયેલું છે. છતીસગઢના કોન્ડાગામ જીલ્લામાં સ્થિત માતા લિંગેશ્વરીનું મંદિર એવું જ છે. છતીસગઢની અંદર આની ઘણી માન્યતા છે પણ રાજ્યની બહાર આના વિશે ઓછા લોકો જાણે છે. આ મંદિર વર્ષમાં ફક્ત 12 કલાક માટે ખુલે છે. દર્શન કરવા માટે દર્શનાર્થીઓને રેંગ કરીને પહોચવું પડે છે.

છતીસગઢના જે ઇલાકામાં આ મંદિર આવેલું છે, તે નક્શલ પ્રભાવિત એરિયો માનવામાં આવે છે. આના કારણે ત્યાં શહેરના લોકોનું આવવા જવાનું ઘણું ઓછુ છે. હર્યા ભર્યા જંગલોની વચ્ચે એક નાનકડું ગામ છે અલોર, આ ગામની કિનારે પહાડો પર એક પ્રાકૃતિક નિર્માણ છે. આ નિર્માણના દ્વાર પર એક નાનો પથ્થર રાખવામાં આવ્યો છે. આ પત્થરને હટાવી દીધા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. અહીયા રહેલા દેવતાને શિવ અને પાર્વતીના સમન્વિત સ્વરૂપને લિંગેશ્વરીના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિરની બીજી એક ખાસિયત છે, કહેવામાં આવે છે કે મંદિરમાં બિરાજમાન દેવતાને ખીરા ચડાવો તો જે માંગો તે ઈચ્છા પૂરી થાય છે. જેના કારણે મંદિરની બહાર મોટા પ્રમાણમાં ખીરા મળે છે અને પ્રસાદના રૂપમાં લોકો ખીરા પણ ખાય છે. જેના કારણે મંદિરની આજુ બાજુના વિસ્તારમાં ખીરાની એક અજીબ જ સુગંધ આવે છે.

એવી માન્યતા છે કે જો લગ્નજોડો બાળકની ઈચ્છા રાખે છે તો તેને લિંગેશ્વરી માતાવે ખીરા ચડાવવું જોઈએ.

મંદિર એક વિશાળ પર્વત પર સ્થિત છે, જ્યાં ઉભા રહીને દર્શન કરવા સંભવ નથી જેના કારણે લોકો રેંગી રેંગીને દર્શન કરે છે.

વર્ષમાં એક દિવસ, થોડાક જ કલાકો માટે ખોલવાના કારણે અહિયાં લોકો ભારે માત્રામાં પહોચે છે.જીલ્લા પ્રશાસન દ્વારા સુરક્ષાના પૂરતી ગોઠવણ કરવામાં આવે છે. મંદિર અને જીલ્લા પ્રશાસન હળી મળીને આ દિવસે દર્શન કરાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment