વાંચો, ભગવાન શિવ શા માટે આવ્યા કેદારનાથ ધામ અને શું છે આ મંદિરનું મહત્વ ?… જાણો રસપ્રદ માહિતી…

29

ઉતરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જીલ્લામાં ત્રણેય બાજુ વિશાળકાય પહાડોથી ઘેરાયેલ કેદારનાથ ધામ અગણિત ભક્તોના આસ્થાનું પ્રતિક છે. હિંદુ ધર્મની આસ્થા અનુસાર કેદારનાથ ધામને ઉર્જાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. ભગવાન શિવનું આ મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે.

આ જ્યોતોર્લીંગ વિશે એક માન્યતા પ્રચલિત છે કે મહાભારત યુદ્ધમાં વિજયી થવા પર પાંડવ ભ્રાતુહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હતા. તે માટે તે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા, પણ ભગવાન પાંડવોથી નારાજ હતા.

ભગવાન ભોલેનાથના દર્શન માટે પાંડવો કશી ગયા, તે તેને ન મળ્યા. પાંડવો શિવને શોધતા શોધતા હિમાલય સુધી આવી પહોચ્યા. ભગવાન પાંડવોને દર્શન આપવા ન ઈચ્છતા હતા, એટલા માટે તે અંતર ધ્યાન કેદારમાં જઈને વસ્યા. બીજી બાજુ પાંડવો પણ તેની પાછળ પાછળ કેદાર પહોચી ગયા.

ત્યાં શિવે બળદનું રૂપ ધારણ કર્યું અને તે અન્ય પશુઓમાં જઈને ભળી ગયા. પાંડવોને શંકા ગઈ. ભીમે વિશાળ રૂપ ધારણ કરીને બે પહાડો પર પગ ફેલાવી દીધા. બધા ગાય બળદતો ત્યાંથી નીકળી ગયા, પણ બળદ બનેલા ભગવાન શિવ પગની નીચેથી જવા તૈયાર ન થયા.

ભીમ તે બળદ પર ઝપટયા, પણ બળદ ધરતીમાં સમાવવા લાગ્યો. ભીમે બળદની પીઠનો ભાગ પકડી લીધો. આ દ્વારા ભગવાન શિવ પાંડવોની ભક્તિ જોઇને પ્રસન્ન થવા લાગ્યા. તેઓએ દર્શન દઈને પાંડવોને પાપ મુક્ત કરી દીધા. ત્યારથી ભગવાન શિવ બળદના પીઠની આકૃતિ પિંડના રૂપમાં શ્રી કેદારનાથમાં પૂજાય છે.

મંદિરના મુખ્ય ભાગમાં મંડપ અને ગર્ભગૃહની ચારેબાજુ પ્રદક્ષિણા પથ છે. બહાર પ્રાંગણમાં નંદી બળદ વાહનના રૂપમાં વિરાજમાન છે. મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું, તેનો કોઈ પ્રમાણિક ઉલ્લેખ નથી મળતો. જણાવવામાં આવે છે કે તેની સ્થાપના આદીગુરુ શંકરાચાર્યએ કરી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment