“વેલેન્ટાઇન ડે” નાં દિવસે નેહા કક્કડને આ વ્યકિતએ ઘુટણ પર બેસીને કર્યું હતું પ્રપોજ, કરી દિલની વાત જુઓ વિડીયો…

37

બોલીવુડની જોરદાર સિંગર નેહા કક્કડને Velentines Day  ના મોકા પર એક એવા વ્યક્તિએ ઘુટણ પર બેસીને પ્રપોજ કર્યું, જેને કોઈ પણ નથી ઓળખતું. હાલમાં એનો ખુલાસો નેહા કક્કડે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ દ્વારા વિડીયો પોસ્ટ કરીને કર્યો. નેહા કક્કડે પોતાના સિંગિંગ સિવાય સ્માઈલ અને ફ્લેર્ટેશન માટે પણ જાણીતી છે. તેમના વ્યવહારમાં પણ હંમેશા આ જોવા મળે છે કે જયારે પણ કોઈ નેહા સાથે વાત કરે છે તો તેના ચેહરા પર સ્માઈલ બનેલી રહી છે. આજ કારણ છે કે અડધી રાતે જયારે Velentines Day શરુ થયો તો નેહા કક્કડના કલીગ દીપાંશુ નારંગે હાથમાં બુકે અને ગીફ્ટ લઈને તેમને વેલેન્ટાઈન ડે વિશ કર્યું.

નેહા કક્કડે પોતાના ઓફિશીયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં દીપાંશુ તેમને વેલેન્ટાઇન ડે પર વિશ કરી રહ્યા છે. જેમ તેમને નેહા કક્કડના હાથમાં બુકે આપ્યોને કહ્યું કે, ‘જીંદગીમાં મેં તમારાથી વધુ સારા કોઈને નથી જોયા. તમારી આવી નિષ્ઠા અને પ્રેમ માટે તમારો ખુબ ખુબ આભાર.’ નેહા કક્કડે આ વિડીયોને પોસ્ટ કરવાની સાથે લખ્યું, ‘છેલ્લી રાત બેક સ્ટેજ પર… વેલેન્ટાઈન ડે સરપ્રાઈજ. હું બહુજ નસીબદાર છું. લવ માય નેહાર્ટ.’ નેહાર્ટ એટલે કે નેહાને ચાહનાર. નેહા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયોને એક કલાકમાં લગબગ ૬ લાખથી વધુ લોકો જોય ચુક્યા છે.

નેહા કક્કડે હાલમાં જ સ્ટેજ પર્ફોમન્સનો એક વિડીયો ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો.જેમાં તે પોતાના હીટ સોંગ ‘ટુ ચીજ બડી હે મસ્ત-મસ્ત’ પર પોતાના ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી. પોતાના કીધેલા બ્રેકઅપ પછીથી જ નેહા ઘણી વાર કોઈને કોઈ વિડીયો શેયર કરતી રહે છે. નેહા કક્કડ સિંગિંગ સિવાય પોતાના ડાન્સ અને કોમેડી ટાઈમિંગ માટે પણ ઓળખાય છે.

નેહા કક્કડ દિલ્લીની રહેવાસી છે અને બાળપણથી સિંગિંગ કરી રહી છે. ૩૦ વર્ષની નેહા કક્કડે સિંગિંગ રીયાલીટી શો ઇન્ડિયન આઈડલમાં ૨૦૦૬ માં ભાગ લીધો હતો અને તે આ શોની નિર્ણાયક પણ રહી ચુકી છે. નેહા કક્કડ વર્ષ ૨૦૧૪ માં ‘કોમેડી સર્કસના તાનસેન’ માં પણ જોવા મળી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment