વહુનો પ્લાન તેનો જેઠ રાત્રે સાંભળી ગયો, સવારે તેની પાછળ ગયો તો તેમણે જોયું કઈક એવું કે તમે સાંભળશો તો તમારા રુંવાડા ઉભા થઇ જશે…

138

છત્તીસગઢના બીલાસપુરની આ સત્ય ઘટના છે. અવૈધ સંબંધને લઈને જેઠે તેમની નાના ભાઈની 32 વર્ષની પત્નીના માથાપર પાછળથી લાકડીથી હુમલો કરીનેબુધવારની વહેલી સવારે 4.40 કલાકે તેની હત્યા કરી નાખી. હત્યાની આ ઘટના છત્તીસગઢના બીલાસપુરના સિપત પોલીસ સ્ટેશનના ક્ષેત્રની હદમાં આવતી હતી. તે જ દિવસે બુધવારે સવારે તળાવના કિનારે ખૂનથી લથબથ એક સ્ત્રીની/મહિલાની લાશ મળી આવી હતી. આ મહીલાનું માથું કોઈ સાધનના પ્રહારથી ફાટી ગયું હતું. જેથી આજુબાજુમાં ખુબજ લોહી વહી ગયું હતું. પોલીસે આવીને તપાસ શરુ કરી તો ઘટના સ્થળ પરથી પોલીસને એક મોબાઈલ મળી આવ્યો જે કદાચ આ મૃતક મહિલાનો હોવાનો અથવાતો ખુનીનો હોવાનો પોલીસને અંદાઝ હતો. મોબાઈલના આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ મોબાઈલ મૃતક મહિલાનો છે અને તેનું નામ નેહા કશ્યપ છે.

આ મૃતક મહિલાએ પોતાના મોબાઈલમાં આખરી વાત એટલે કે છેલ્લે વાત એક યુવક સાથે કરી હતી. પોલીસે મોબાઈલની ડીટેઇલ તપાસી તે યુવક વિશે વધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે યુવકનું નામ સંજય મરાવી હતું. અને આ મૃતક મહિલાએ છેલ્લી વાત આ યુવક સંજય મરાવી સાથે વાત કરી હતી. પોલીસે તપાસના આધારે સંજય મરાવીની ધરપકડ કરી તો પહેલાતો તે આ મહિલાની હત્યા વિશે કંઈપણ જાણતો ન હોવાનું રટણ ચાલુ રાખ્યું. પણ પોલીસની થર્ડ ડીગ્રીમાં તે ભાગી પડ્યો અને પોલીસને આ હત્યા મામલે બનેલ સાચી વાત કહી.આ મૃતક મહિલાની હત્યાનો સંજય મરાવી દ્વારા ખુલાસો થયો.

મૂળ વાત આમ હતી. સંજય મરાવીને આ મૃતક મહિલા સાથે નાઝાયઝ અવૈધ સંબંધો હતા. આ મહિલા રાત્રે જ્યારે ચોરી છુપીથી મોબાઈલમાં તેના આશિક સંજય મરાવી સાથે વાત કરતી હતી ત્યારે તેનો જેઠ આ વાત સાંભળી ગયો હતો. આમ આ વાતની જાણકારી આ મૃતક મહિલાના જેઠ રાજેન્દ્રને થઇ ગઈ હતી. બુધવારની વહેલી સવારે 4.40 કલાકે જ્યારે આ મૃતક મહિલા ઘરને બહારથી તાળું મારીને તળાવ પાસે ન્હાવા માટે નીકળી. ત્યારે તેનો જેઠ રાજેન્દ્ર પણ તેની પાછળ પાછળ ગયો. કારણ કે તેમણે તેના નાના ભાઈની વહુને મોબાઈલમાં સંજય મરાવીને વહેલી સવારે 4.40 કલાકે તળાવની પાળે મળવા આવવાનું એમ કહેતા સાંભળ્યું હતું. જેથી તેને ખ્યાલ હતો કે વહેલી સવારે આ બંને તળાવના કિનારે મળવાના છે.

વહેલી સવારે આ મહિલા ઘરેથી નીકળી તો રાજેન્દ્ર પણ લપાતો છુપાતો તેની પાછળ પાછળ ગયો. મોબાઈલમાં વાતચીત થયા મુજબ તળાવને કિનારે પહેલાથીજ સંજય મરાવી ત્યાં હાજર હતો. આ દ્રશ્ય જોઈ રાજેન્દ્ર ક્રોધથી આગ બબુલો થઇ ગયો. મગજ પરનો કાબુ ગુમાવી દેતા તેમણે તેમના ભાઈની પત્નીના માથાના પાછળના ભાગે લાકડીથી વાર કરી દીધો. આ દ્રશ્ય જોઇને સંજય મારવી ત્યાંથી નૌદો ગ્યારહ થઇ ગયો. રાજેન્દ્રએ આ મહિલાની ઓળખાણ પીછાણ ન થાય તે માટે તેણે આ મહિલાનો ચહેરો પથ્થરથી બહુજ ખરાબ રીતે છુંદી નાખ્યો. પોલીસે રાજેન્દ્રની ખૂનના મામલે ધરપકડ કરી લીધી.આ મૃતક મહિલાનો પતિ જીતેન્દ્ર કશ્યપ મગજથી કમજોર અને બીમાર હતો. અને આ સંજય મરાવી આ મહિલાના પતિનો દોસ્ત હતો. તે હિસાબે તે મિત્રના નાતે જીતેન્દ્ર કશ્યપના ઘરે આવતો જતો હતો જેમાં જીતેન્દ્રની પત્ની સાથે તેની આંખ મળી ગઈ હતી. અને ધીમે ધીમે બંને વચ્ચે નાઝાયઝ અને અવૈધ સંબંધ ચાલુ થયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment