વૈજ્ઞાનિકોને મળ્યા 190 લાખ જુના પોપટના હાડકાઓ, શોધમાં થયો ચોકાવનારો ખુલ્લાસો…

54

લાખો વર્ષ પહેલા ધરતી પર એવા એવા વિશાળકાય જીવ રહેતા હતા, જેમને જો આજના જમાનામાં લોકો જોઈ લે તો ડરી જાય. એક એવા જ વિશાળકાય પોપટના હાડકાઓ ન્યૂઝીલેન્ડમાં વૈજ્ઞાનિકોને મળી છે, જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે એવા પોપટ લગભગ ૧૯૦ લાખ વર્ષ પહેલા આ દુનિયામાં જોવા મળતા હતા.

‘બાયોલોજી લેટર્સ’ ના નવીનતમ સંસ્કરણમાં પ્રકાશિત અવશેષ નિષ્ણાતોની એક આંતરરાષ્ટ્રીય દળના એક રીપોર્ટ અનુસાર, આ વિશાળકાય પોપટની ઉંચાઈ લગભગ એક મીટર (૩.૩ ફૂટ) અને વજન લગભગ સાત કિલો રહ્યો હશે. શોધકર્તાઓનું માનવું છે કે આ પોપટ સંભવત ઉડી શકતો હતો.  જો કે, આ હજી સુધી પાકી ખબર પડી નથી.

અવશેષ વિશેષજ્ઞોને આ પોપટના અવશેષ વર્ષ ૨૦૦૮માં દક્ષિણી ન્યુજીલેન્ડના સેંટ બાથાંસ સાથે મળ્યા હતા. ત્યારે એમને એ ખબર નહતી કે આ અવશેષ કોઈ પક્ષીના છે. એમને લાગ્યું હતું કે આ કોઈ મોટા આકારના ચીલના અવશેષ હશે. લગભગ ૧૧ વર્ષોની શોધ પછી એ ખબર પડી કે હાડકાઓ એક વિશાળકાય પોપટના હતા.

અવશેષ વિશેષજ્ઞોએ પોપટના વિશાળકાય શરીરને જોતા એનું નામ હેરાકલ્સ ઈનેકસપેક્ટેટસ રાખ્યું છે. એમાં હેરાક્લસનો અર્થ થાય છે હ્કર્યુંલસ જેવા વિશાળ અને ઈનેકસપેક્ટેટસનો અર્થ થાય છે અસંભવ રીતે મળવું.

આ વિશાળકાય પોપટના અવશેષ જ્યાંથી મળ્યા છે, એ સ્થળે પંચ અરબ વર્ષથી ૨.૩ અરબ વર્ષ વચ્ચે રહેલા માયોસીન કાળના અવશેષ વિપુલ પ્રમાણમાં મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સારી એવી મજબૂત ચીજને તોડવાની ક્ષમતા રાખનાર ચાંચથી આ પોપટ અન્ય પોપટોના પરંપરાગત આહારથી અલગ અને એની તુલનામાં વધારે જ ખાતો હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment