વધેલી રોટલીમાંથી હવે બનાવો “ટેસ્ટી લાડુ” અમારી આ રેસીપી જોઇને…

45

આજની યુવા પેઢીને વિદેશી કલચરની જેમ વિદેશી ફૂડ સારા લાગે છે જેના લીધે આપણા બાળપણની વાનગી કહો કે દાદા કે દાદી બનાવી આપતા એ વાનગી બધાને ભુલાઈ ગઈ હશે તો ચલો આજે આ લાડુ બનાવીને આપણે આપણું બાળપણ યાદ કરી.

ઠંડી રોટલી તો કોને ભાવે એટલે જ રોટલી વધે ત્યારે તેનુ શુ કરવુ તે મોટો પ્રશ્ન આપડા બને છે. તેમાં પણ ઘરે બનાવેલી વધેલી ઠંડી રોટલીને ફેકી દયે છીએ. પરંતુ આ વધેલી ઠંડી રોટલીને ફેંકી દેવા કરતા આપણે તેમાંથી ટેસ્ટી લાડુ બનાવી શકીએ છીએ. ઠંડી વધેલી રોટલીમાંથી લાડુ બનાવવા માટે બહુ જ ઓછો સમય જોયે છે.તો ચાલો આજે આપણે આ બહુજ ઓછા સમયમાં બની જતા ટેસ્ટી લાડુ બનાવીએ. આ ટેસ્ટી લાડુ નાના મોટા સૌને પસંદ આવશે.

સામગ્રી

૪ થી ૫ વધેલી ઠંડી રોટલી, ૧ ચમચી ઘી, ૧ ચમચી ગોળ, ચપટી જાયફળનો પાવડર, ૧ ચમચી પીસેલા ડ્રાયફ્રુટ

બનાવવાની રીત

સૌથી પહેલા રોટલીને હાથ વડે અથવા મિક્સરમાં એક દમ ઝીણો ભૂકો કરી નાખો. હવે તે ભૂકો એક બાઉલમાં કાઢીને તેમાં ગોળ, ઘી, જાયફળનો પાવડર અને પીસેલા ડ્રાયફ્રુટ નાખી બધું મિક્સ કરી દો. પછી તેના નાના નાના બોલ વાળી લો. તો તેયાર છે આપણા રોટલીના ટેસ્ટી લાડું. પહેલાના લોકો આ લાડુને રોટલીનું ચુરમું કહેતા.

ચૂસન

ડ્રાયફ્રુટ પાવડર તૈયાર પણ મળે છે પણ તમે ઘરે કાજુ અથવા બદામને પિચીને ડ્રાયફ્રુટ પાવડર બનાવી શકો છો. જાયફળનો પાવડર નાખવાથી ઉંઘ સારી આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment