વધતા પેટને ઓછું કરશે આ “આસન” શિલ્પા શેટ્ટી પણ કરે છે આ આસન…

59

બદલાતી લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનની આદતોના કારણે આજે ૧૦ માંથી ૭ લોકો મોટાપાની સમસ્યા સાથે જજુમી રહ્યા છે. તેમાંથી વધુ લોકો પેટની આસપાસની વધતી ચરબી એટલે કે ટમી ફેટથી પરેશાન છે. એવું થવું વ્યાજબી પણ છે કેમ કે ટમી પર થવાવાળા ફેટ સારી એવી પર્સનાલીટીને ખરાબ કરી નાખે છે. તેનાથી છુટકારો લેવા માટે લોકો જીમ અને ડાઈટીંગ કરે છે છતાં પણ આ ફેટ પીછો નથી છોડતો. ઘણા બધા લોકો તેને ઓછું કરવા માટે સર્જરીનો પણ સહારો લે છે, પરંતુ એક આસન એવું પણ છે જેની મદદથી તમે વધતું પેટ અથવા જાંઘમાં જમા થયેલી ચરબીને થોડાક દિવસોમાં ઓછી કરી શકી છો.

આ રીતે કરો નૌકાસન

આ આસન દરમિયાન શરીરનો આકાર હોડી જેવો હોય છે એટલા માટે આ આસનને નૌકાસન કહે છે. આ આસન શરીરને લચીલું બનાવે છે, પેટ અને શરીરના નીચલા ભાગ પર જામેલ ફેટને ઘટાડે છે અને એબ્સની ટોનીંગ પણ કરે છે.

આ આસન કરવા માટે સૌથી પહેલા મેટ પર પીઠના બળે સીધા સુઈ જાવ.

શ્વાસ લેતા લેતા બંને પગને ઉંચકો પોતાના બંને હાથોથી પગના પંજાને અડવાની કોશીશ કરો. શરૂઆતમાં તમને થોડીક મુશ્કેલી થશે, પરંતુ ધીમે ધીમે તમે આરામથી આને કરવા લાગશો.

ધ્યાન રાખો આ સ્થિતિમાં તમારા શરીરનો અગ્રભાગ અને બંને પગ ઉપરની તરફ હોવા જોઈએ.થોડોક સમય આ અવસ્થામાં રહો અને પછી શ્વાસ છોડતા છોડતા નીચે સુઈ જાવ. થોડીક સેકંડ પછી આ પ્રકિયા ફરી વાર કરો.

લગભગ ૧૫ સેકંડના ગેપમાં આ પ્રક્રિયાને પાચ વાર રીપીટ કરો અને ધીમે ધીમે આ સંખ્યા વધારતા જાવ. તેને વધુમાં વધુ ૩૦ વાર કરી શકો છો.

નૌકાસન કરવાથી તમારું પાચનતંત્ર મજબુત થાય છે. સાથે જ આ પાચન સબંધિત રોગ જેવા કે કબજીયાત, એસીડીટી, ગેસ વગેરેથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. શરૂઆતમાં આ આસન કરવાથી કમરમાં થોડી ઘણી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ ધીમે ધીમે આ તમારી કમરને મજબુત કરે છે.

આ વાતનું ધ્યાન રાખો જો તમને કરોડરજ્જુને લગતી સમસ્યા અથવા બીપીના દર્દી છો તો આ આસનને ડોક્ટરની સલાહ લીધા પછી જ ટ્રાય કરો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment