ઊંધમાં જબરદસ્ત કલાકારી કરે છે આ માણસ, ઉઠ્યા પછી નથી રહેતું કઈ યાદ…

15

ઘણા લોકોને ઊંઘમાં ચાલવાની અથવા બોલબોલ કરવાની બીમારી હોય છે. પરંતુ, એક એવો માણસ છે, જેને ઊંઘમાં ફોટો બનાવે છે. એનું નામ છે હૈડવિન. એ બ્રિટનના વેલ્શ સૂબેના કાર્ડીક શહેરમાં રહે છે. લી હૈડવિન જયારે માત્ર ચાર વર્ષના હતા, તો એમણે દીવાલ પર ચિત્ર બનવાનું શરુ કરી દીધું હતું. હવે તમે કહેશો કે માત્ર ચાર વર્ષમાં કયો બાળક દીવાલ ન રરંગતો હોય. બીજા બાળકો અને લી માં ફર્ક એ હતો કે એ ઊંઘતી વખતે ડ્રોઈંગ બનાવતો હતો. જેમ જેમ એ મોટા થતાં ગયા, સુતા સુતા ચિત્ર બનાવાનો હુનર વધારે સારો થતો ગયો.

જયારે એ ૧૫ વર્ષના હતા, તો હૈડવિનએ હોલીવૂડ અભિનેત્રી મર્લિન મુનરોના ત્રણ પોટ્રેટ બનાવ્યા હતા. પરંતુ, આજે એમને એ બિલકુલ યાદ નથી. મજાની વાત એ છે કે ઊંઘતી વખતે બારીક ચિત્ર બનાવનાર લી હૈડવિન જાગતી વખતે કોઈ ચિત્ર કામ કરી શકતા નથી. લી ની આ ચોકાવનારી કળા વિશે કાર્ડીક યૂનિવર્સિટીની  પેની લુઇસએ રીસર્ચ કરી છે. એમનું કહેવું છે કે ઊંઘતી વખતે ચિત્ર બનાવવું, એમના અડધા સુતા અને અડધા જાગતા મગજના કારણે છે. પેની લુઇસનું કહેવું છે કે લોકો ઊંઘમાં કરવટ બદલે છે, બોલબોલ કરે છે અથવા પછી ચાલવા લાગે છે. આ બધા મગજમાં મચાવેલ ઉથલ પાથલનું પરિણામ હોય છે. આ ખુબજ સામાન્ય ઘટના છે.

પરંતુ, લી હૈડવિનનો મામલો એનાથી પણ આગળ ચાલ્યો ગયો છે. એ પેંસિલ, બ્રશ અને ત્યાં સુધી કે હાડકાઓથી પણ ચિત્ર બનાવવા લાગે છે. આ સામાન્ય વાત હોત, જો એ જાગતા એવું કરશે. પેની લુઇસ કહે છે કે લીના મગજની બનાવટ અને કામ કરવાની રીત, બંને જ ખુબજ જટિલ છે. તેઓ આ બાબતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ કહે છે કે જયારે આપણે ઊંઘી રહ્યા હોઈએ છીએ, તો એ માનીને ચાલીએ છીએ કે આપણું જગત પણ ઊંઘી રહ્યું છે. પરંતુ, આપણા મગજનો એક ભાગ એ સમયે પણ ખુબજ સક્રિય હોય છે.

એ જાગતા સમયે કરવામાં આવતા કાર્યનો અભ્યાસ કરે છે. નવી વાતો અને હુન્નર શીખે છે. યાદો ભેગી કરે છે. આપણા મગજની પાસે એટલું કામ હોય છે કે એની પાસે સુવાનો સમય હોતો જ નથી. લી હૈડવિન આ વાત સાથે સહમત છે. એ કહે છે કે ઊંઘતી વખતે એમના મનમાં કોઈ કળાના પ્રદર્શનનો ખ્યાલ આવે છે. જેમાં અલગ અલગ સેક્શન હોય છે. ઘણી વખત તેઓ એ જ સેક્શનના હિસાબથી ચિત્રકારી કરે છે. પેની લુઇસ કહે છે કે ઊંઘતી વખતે આપનો મગજના તર્ક દોરનાર ભાગને ઊંઘ આવે છે. પરંતુ, મગજનો એ ભાગ જે લાગણી અનુભવે છે અને એમને નિયત્રણ કરે છે, એ જાગતો રહે છે. એને લિમ્બિક બ્રેન કહે છે. જે ઊંઘતી વખતે પણ જાગતો રહે છે. પેની લુઇસ અનુસાર, લી હૈડવિનના મનમાં જે થતું આપણે જોઈ રહ્યા છીએ, એનો જોડાણ માણસના ઇવેલ્યુશન એટલે કે કુદરતી વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલ છે.

આદિ માનવ જયારે જંગલમાં રહેતા હતા, તો એમને ઊંઘતા સમય પણ સાવધાન રહેવાનું હોતું હતું. જેથી કોઈ જોખમ આવે તો એ ફોરન ત્યાંથી બચવા માટે ભાગી શકે. લી હૈડવિન પોતાની આ આદતના કારણે ઘણી વખત ખુબજ પરેશાન પણ થઇ જાય છે. રાતના સમયે અચાનક જાગે છે, તો પરસેવો વળી જાય છે. બીક લાગે છે. ગભરામણ થાય છે. પેની લુઇસ કહે છે કે ઊંઘતી વખતે લોકો હત્યા, બળત્કાર અને ચોરી જેવા ખરાબ કામ કરી નાખે છે. એવામાં લી હૈડવિન ઊંઘતા ચિત્ર બનાવે છે, તો આ સારી વાત છે કે પોતાના મગજને આ ફેરફારથી તેઓ અપરાધ તરફ નથી ઝૂક્ય, પરંતુ એમણે કળાની પ્રદર્શનની શરૂઆત કરી.

પેનીનું કહેવું છે કે જાગતા સમય લી હૈડવિનને પોતાની કળાનું હુન્નર યાદ રહેતું નથી, એનું કારણ એ હોય શકે છે કે મગજ સંપૂર્ણ રીતે આ વાતને માનવા તૈયાર ન હોય કે આ પણ આવડે છે. જયારે આ મનની અવરોધતા દૂર થઇ જશે, તો કદાચ તેઓ જાગતા પણ સુંદર ચિત્ર બનાવી શકશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment