ટોસ્ટ હોય કે પરોઠા બધી વસ્તુઓના સ્વાદને ખુબ સ્વાદીસ્ટ બનાવે છે “બટર”, જાણો કેવી રીતે…

58

ટોસ્ટ હોય કે પરોઠા, માખણ કોઈ પણ વ્યંજનમાં પડી જાય તો સમજો મજા બે ગણી થઇ જાય છે. માખણ પીળું હોય કે સફેદ હોય તેનાથી કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. જર્મન અને ફ્રાંસીસી માખણને એટલું સરસ સમજવામાં આવે છે કે તેના નામની સાથે ભોગોલીક ‘જન્મ સ્થાન’નું વિશેષણ જોડવું એ કાયદાકીય રીતે અનિવાર્ય છે.

ભારતના પોરાણિક વાતોમાં શ્રીકૃષ્ણના બાળપણના સ્વરૂપનું વર્ણન ‘માખણ ચોર’ ના રૂપમાં થતું રહ્યું છે અને આ વાત ઉપરથી આપણે પહેલેથી જ પરિચિત છીએ કે આપણે માખણ પ્રત્યે જાણીએ છીએ. ‘મૈયા મોરી, મેં નહિ માખણ ખાયો’ ની સુસ્તી યશોદાના બ્રહમાંડ દર્શનમાં થાય છે અને માખણ મીસ્રીનો ભોગ લગાવવામાં આવે છે. એમ તો આપણા ખાવા પીવામાં ઘી (ધૃત) નું માહાત્મ્ય ખુબ જ હોય છે, જેમાં સર્વોતમ ચીકણાઈ વાળું માનવામાં આવે છે. ઘી પણ આખરે તો માખણને પકાવવીને જ બનાવવામાં આવે છે.

સામાન્ય માણસના મગજમાં માખણએ પશ્ચીમી સંસ્કૃતિની ઉત્પદીત્તા છે જેને ટોસ્ટ ઉપર લગાડવામાં આવે છે. આમ તો ‘માખણ લગાડવું’ આ મહાવરો ખાલી દેશી છે. કેટલીક પેઢી પહેલા સુધી માખણ બધી જગ્યાએ પ્રાપ્ત ન હતું. ટીન માં ‘પોલસન’ જેવા બ્રાંડ શહેરોના ફેશનેબલ દુકાનોમાં જવા મળતું હતું. શ્વેત ક્રાંતિ પછી અમુલ કંપનીએ આને લોકપ્રિય બનાવ્યું. ‘પાશ્વરાઈઝેસન’ની પ્રક્રિયા માખણને ખરાબ થવાથી બચાવે છે. રેફ્રીજરેશનમાં સુધાર થવાથી પણ માખણને ટકાઉ બનાવી રાખ્યું છે.

દુધના પાણી વાળા ભાગને અલગ કરીને વસા અને કડક પ્રોટીન વાળા ભાગને માખણનું નામ દેવા આવે છે. જે વધે છે તે છાસ છે. ભલે તનને કસવામાં આવે છે ‘માંખંન તો સંત જ પતાવી જાય છે, ભક્તો માટે વધે છે છાસ’ પણ તે પોતાનામાં ઘણા ગુણ સંપન્ન હોય છે. બોડી બિલ્ડર નિયમિત રૂપથી ‘વ્હે’ પ્રોટીનનો ઉપયોગ પણ કરે છે. કેટલાક લોકો માખણથી એટલા માટે અચકાય છે કે ક્યાંક કોલેસ્ટ્રોલ ન વધી જાય. પરંતુ જાણકારોનો મત છે કે કેટલાક રીફાઇન્ડ તેલોની તુલનામાં થોડા પ્રમાણમાં માખણનો ઉપયોગ સલામત છે.

આમ તો માખણ નાળીયેરમાંથી પણ મેળવવામાં આવે છે તથા બદામ અને અખરોટના બીજથી પણ બને છે. જે લોકો ‘વિગન’ છે અર્થાત પશુજ્નય વસ્તુઓ ખાતા પીતા નથી, તે આ માખણનો ઉપયોગ કરે છે. એવો કાડો અને નાસપતી જેવા ફળોને માખણ એટલા માટે કહેવામાં આવે છે કે તેના બીજમાં પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસા હોય છે, જે બિલકુલ માખણ જેવા લાગે છે.

ભારતમાં ‘નવનીત’ એટલે કે માખણ વગર દહીં ઘોળીને કાઢવામાં આવે છે. વિદેશોમાં આને મલાઈથી અલગ કરીને બનાવે છે. ઉતરાખંડના ગામોમાં આજે પણ આ ‘નૌણી’ ના ફેરામાં ક્યાંક ક્યાંક મળી જાય છે. પંજાબના ગામોનું સફેદ માખણ આનું લ સહોદર છે, જેનો આનંદ પરોઠાની સાથે લઇ શકાય છે.

કેક પેસ્ટ્રી વગેરે માટે સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે

કેક પેસ્ટ્રી માટે જે સફેદ માખણ કામમાં આવે છે, તે સ્વાદીસ્ટ નહિ, પણ તે ફીકું હોય છે. વાસ્તવમાં માખણને આકર્ષક બનાવવા માટે તેમાં રંગ મેળવવામાં આવે છે. ક્યારેક ક્યારેક માખણમાં લસણ અને કાળી મીર્ચનો પેસ્ટ પણ નાખવામાં આવે છે. પશ્ચિમી રસોઈમાં માખણનો ઉપયોગ કેટલાક નકકર સોસના ઉત્પાદનમાં અથવા ઉકળતા વરાળવાળા શાકભાજી ઉપર ઓગાળવામાં આવે છે.

પોપકોર્ન અથવા મકાઈના બાફેલા દાણાની કલ્પના માખણ વિના કરી શકાતી નથી. નાજુક શાકભાજી જેવી કે સતાવરી નો છોડને થોડા માખણમાં ખુબ હલકી રીતે તળીને રજુ કરવામાં આવે છે. માખણ અવેજી છે રેશમ જેવી ચીકણાહટ કે જેનો સ્પર્શ અનિવાર્ય છે.

દલ મખની પોતાના નામથી જ અનો સંકેત આપી દે છે. માખણ ગાય તથા ભેશના દુધથી નહિ બકરી, યાક, ઊંટ વગેરેના દુધથી પણ તૈયાર થાય છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment