તો શું Jio ની આ નવી સર્વિસ બજારમાં ફરીથી ધૂમ મચાવશે ??? જાણો પૂરી માહિતી….

25

રિલાયન્સ જીયો એક ‘સુપર એપ’ પર કામ કરી રહ્યું છે જે ૧૦૦ સેવાઓ એક પ્લેટફોર્મથી આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પહેલાથી જ એમેઝોન અને વોલમાર્ટ ફ્લીપકાર્ટ સાથે મુકાબલો કરવા માટે દુનિયાનું સૌથી મોટું નવું ઓનલાઈન ટુ ઓફલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

Tencent ના સ્વામિત્વવાળા WeChat ની જેમ રિલાયન્સ એક ‘સુપર એપ’ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી યુજર્સ આ પ્લેટફોર્મ પર સામાન ઓર્ડર કરી શકશે અને ઈં એપ પેમેન્ટ સર્વિસ દ્વારા બીલ પે કરી શકશે. કંપની એક હાઈબ્રીડ ઇકોસીસ્ટમ બનાવાની તૈયારીમાં છે જ્યાં ગ્રાહક ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ખરીદી કરી શકશે.

ડેટા અને વોઈસ ટ્રાફિકમાં અભૂતપૂર્વ વૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, જીયો હવે ભારતમાં ૩૦ કરોડથી પણ વધુ સબસ્ક્રાઈબર સેવાઓ આપે છે. એક્સપર્ટ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘સુપર એપ’ થી રિલાયન્સને ભારતનું WeChat બનાવામાં મદદ મળશે, તે પણ એક બજારમાં જ્યાં પેટીએમ, સ્નેપડીલ, ફ્રીચાર્જ, ફ્લીપકાર્ટ અને હાઈક જેવી કંપનીઓ ફેલ થઇ ગઈ.

રિલાયન્સ જીયો કે ‘સુપર એપ’ દ્વારા ઈ-કોમર્સ, ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટ એક જ જગ્યા પર મળશે. ડેલોઈટ ઇન્ડિયા અને રીટેલ એશોસિએશન ઓફ ઇન્ડિયાની એક સંયુક્ત રીપોર્ટ મુજબ, ભારત સૌથી ઝડપથી આગળ વધતુ ઈ-કોમર્સ બજાર છે, જે ૨૦૧૭ ના $૨૪ બિલીયનથી ૨૦૨૧ માં $૮૪ બિલીયનને પહોચી જવા માટે તૈયાર છે. રિલાયન્સના બજારમાં આવવાની યોજના સાથે, ઈ-કોમર્સ બજારમાં ટેલીકોમ સેક્ટર જેવી જ સ્થિતિ થઇ શકે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ગયા વર્ષે ‘મેક ઇન ઇન્ડિયા’ સેમીનારમાં કહ્યું હતું કે ‘રિલાયન્સ દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન ટુ ઓફલાઈન ન્યુ કોમર્સ પ્લેટફોર્મ બનાવા પર કામ કરી રહ્યું છે. ‘તેના સિવાય તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીયો પોતાના નેક્સ્ટ જનરેશન Gigafiber FTTH સર્વિસને પણ ભારતમાં ટુક સમયમાં લાવવાની તૈયારીમાં છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment