તો ક્યાં કારણોથી વધે છે પેટના આજુબાજુની ચરબી, જાણો આ માહિતી…

168

મોટાપાથી તો આજકાલ ઘણા લોકો પરેશાન છે. પરંતુ અમુક લોકોની મુશ્કેલી એમનું વધતું  પેટ હોય છે. આ જોવામાં જેટલા ખરાબ લાગે છે, એટલું જ બીમારીઓનો જોખમ હોય છે. વિશેષજ્ઞો અનુસાર અમુક મર્યાદા સુધી પેટની આજુબાજુ ચરબી હોવી જરૂરી છે. કેમકે આ કમરના હાડકાઓની રક્ષા માટે જરૂરી છે. પરંતુ વધારે ચરબીથી ભયાનક બીમારીઓનો જોખમ રહે છે. તો ચાલો જાણીએ કઈ આદતો છે જે એના માટે જવાબદાર છે.

આનુવાંશિક

અમુક લોકોના પેટ પર જામેલી ચરબીના કારણે એમના અભિભાવક હોય છે. જો એમના પરિવારમાં માતા અથવા પિતામાંથી કોઈ એકને પણ મોટાપાની સમસ્યા હોય છે તો પછી એમના આ મુશ્કેલીને ઘેરવાની આશંકા વધારે હોય છે.

પાચનતંત્ર નબળું હોવું

જો કોઈનું પાચનતંત્ર નબળું છે તો પણ એમનું પેટ મોટું દેખાય છે અને એમના પેટ પર ચરબી જમવા લાગે છે. પાચનતંત્ર નબળું હોવાથી શરીરમાં ઘણી બીમારીઓ ઘેરી લે છે જેમકે થાયરોઈડ, ડાયાબીટીસ.

હાર્મોન્સમાં ફેરફાર

મહિલાઓમાં ચાલીસ વર્ષની અવસ્થા પછી ઘણા ઝડપથી વજન વધે છે. એના કારણે મેનોપોઝ હોય છે જેમાં એમના શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછી થવા લાગે છે અને એન્ડ્રોજનનું પ્રમાણ વધવા લાગે છે. જેનાથી કમર અને પેટની આજુબાજુ વધારાની ચરબી જમા થવા લાગે છે.

અતિશય ખાવું

ઘણા લોકો દિવસભર ખાલી બેઠા બેઠા અથવા પછી કામના તણાવમાં પણ જરૂરિયાત કરતા વધારે ખાય લે છે. જેના કારણે પેટ પર ચરબી વધવી વ્યાજબી છે.

દિવસભર બેસી રહેવું

આજકાલ લોકોની આદત હોય છે કે આખો દિવસ બેસી રહે છે. મોબાઈલ, ટીવી ચલાવતા રહે છે. જેના પરિણામ સ્વરૂપ શારીરિક પ્રવૃતિઓ ખુબ ઓછી થઇ ગઈ છે. પેટ પર વધી રહેલ ચરબીની આ પણ એક મુખ્ય કારણ બની ગઈ છે.

તણાવ ગ્રસ્ત રહેવું

જો માણસ બહુ વધારે તણાવમાં છે તો પણ પેટની આજુબાજુ મોટાપો વધવા લાગે છે. એનું કારણ છે કાર્ટીસોલ. જયારે માણસ તણાવમાં હોય છે તો કાર્ટીસોલનું સ્તર વધી જાય છે. કાર્ટીસોલ શરીરમાં વસાનું સ્તર વધારે છે, જેના કારણે કમર અને પેટની આજુબાજુ ચરબી જમા થવા લાગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment