તો આ કારણથી જલીયાવાલા હત્યાકાંડ માટે માફી માંગવાથી ડરે છે બ્રિટેન, જાણો વધુ માહિતી…

18

૧૦૦ વર્ષ પહેલા આજના દિવસે જ અમૃતસરમાં જલિયાવાલા બાગમાં બ્રિટીશ સેનાએ ખૂની રવિવાર બનાવી દીધો હતો. બ્રિટેનના પૂર્વ પીએમ વીંસ્ટન ચર્ચિલ આ કાયદાને રાક્ષસી જાહેર કરી ચુક્યા છે, પરંતુ બ્રિટીશ અજી પણ સરકાર ઓપચારિક રીતે માફી માંગવા માટે તૈયાર નથી. માફીની માંગ માત્ર ભારતીય દ્વારા જ નથી કરવામાં આવી રહી પરંતુ બ્રિટેનના સાંસદ અને ત્યાં સુધી કે પાકિસ્તાન પણ તેની માંગ કરી રહ્યું છે. તો આખરે બ્રિટેનને માફી માંગવાથી તકલીફ શું છે?

એક ઉદાહરણ જોઈએ છે ?

જો બ્રિટેન આ એતીહાસીક ભૂલ માટે ઉદાહરણની શોધ કરી રહ્યું છે તો તેને પોતાના રાષ્ટ્રમંડળ સહયોગી કેનેડાથી વધુ દુર જવાની જરૂર નથી. કેનેડાએ વર્ષ ૨૦૧૬ માં ૧૯૧૪ માં કોમાગાટા માટે માફી માંગી હતી, જયારે સેકડો ભારતીય જહાજ મુસાફરોને કેનેડામાં પ્રવેશ કરવા પર રોક લગાવવામાં આવ્યો હતો. કેનેડાના પીએમ જસ્ટીન ટુડોએ દેશની સંસદમાં આ ઘટના માટે ખેદ પ્રગટ કર્યો હતો જેના કારણે ઘણા લોકોની મૃત્યુ થઇ હતી.

બ્રિટેનનો ભય

બ્રિટેનને એ પણ ભય છે કે જો ૧૦૦ વર્ષ પહેલા પોતાના કૃત્ય માટે તેને માફી માંગી તો બીજા દેશો જેવા કે સાઉથ આફ્રિકામાંથી પણ આજ પ્રકારની માંગ ઉભી થશે. ૨૦ મી સદીમાં બોઅર કેમ્પમાં, દુકાળ અને બીમારીથી લગભગ ૨૮૦૦૦ લોકો મોટાભાગે સ્ત્રીઓ અને બાળકો શામેલ હતા, તેમની મૃત્યુનું કારણ બન્યું હતું. છતાં પણ ભારતવાસીઓએ અજી સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે નાણાકીય વળતરની માંગ નથી કરી. જણાવી દઈયે કે બ્રિટીશ સરકારે માઉ માઉ વિદ્રોહના સમયે ૫૨૨૮ કેન્યા પીડિતોને વર્ષ ૨૦૧૩ માં ૨૦ મિલિયન પાઉન્ડ (૧૮૧.૬૫ કરોડ રૂપિયા) વળતર આપ્યું હતું, જેનાથી તે આજે પર ઉપર નથી આવી શક્યું. પરંતુ આ ઘટના માટે પણ બ્રિટીશ સરકારે અજી સુધી માફી નથી માંગી. એટલા માટે જો બ્રિટેન જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે માફી માંગે છે તો એકલા ભારત માટે ડોજર તૈયાર કરવું પડશે જેમાં બંગાળનો દુકાળ પણ શામેલ હશે જેમાં બીજું વિશ્વ યુદ્ધમાં પણ બ્રિટીશ આર્મીને ખાવાનું ખવડાવવા માટે ભારતના અન્ન ભંડારનો નાશ કરીને ૪ મિલિયન લોકોને મારવા માટે છોડી દીધા હતા.

કઈ પણ કરી શકે છે પરંતુ માફી નહિ માંગે

તે સમયે બ્રિટીશ સેનાએ જલિયાવાલા બાગની ખૂની ઘટનામાં મૃતકોના પરિવાર અને ઘાયલો માટે ૧૯.૪૨ લાખ રૂપિયાની ઘોષણા કરી હતી જેને જો આજના સમયના હિસાબથી જોવામાં આવે તો તેનું મુલ્ય ૧૦૮ કરોડ રૂપિયા થશે. ભૂતકાળમાં આ ઘટનાને તેમણે શરમજનક અને પીડિત કરે તેવી કહી હતી પરંતુ તેમની કઠોરતા તેમને માફી માંગવાથી રોકી દે છે. એવું લાગે છે કે બ્રિટનના માત્ર હોઠ જ નહિ પરંતુ તેમની જીભ પણ કઠોર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment