ટાઈટેનીક સાથે ડૂબી ગયું “મિસ એની કલેમર ફંક” નું સપનું, 112 વર્ષ પછી થશે સાકાર, વાંચો રસપ્રદ માહિતી…

5

ટાઈટેનિક જહાજ સાથે અમેરિકી મહિલા મિસ એની કલેમર ફંકનું સપનું ડૂબી ગયું ૧૧૨ વર્ષ પછી પુરા થવાની ફરીથી આશા જાગી છે. છત્તીસગઢના જાંજગીરમાં બાળ શિક્ષણ માટે નવી શરૂઆત કરનારી અમેરિકી મહિલાના ખંડેરમાં પરિવર્તિત થઇ ગયેલા પ્રયત્નોને ફરીથી સાકાર કરવાની શરૂઆત થઇ છે.એક ઈસાઈ સંસ્થાએ અહી સ્કુલ સંચાલિત કરીને શિક્ષણની નવી શરુઆત કરી છે.

ટાઈટેનિક જહાજ અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકી મહિલા એની ક્લેમર ફંકે ૧૧૨ વર્ષ પહેલા ભારતમાં બાળ શિક્ષણની પહેલ શરુ કરી હતી. મિશનરી સેવા કરવા માટે ૧૯૦૬ માં પ્રથમ મેનોનાઈટ મહિલા મિશનરી બનીને બેલ્લી પેનિસિલવેનીયા અમેરિકાના જેમ્સ બીની દીકરી એની ક્લેમર ફંક ભારત આવી હતી. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં તેમણે ૧૯૦૭ માં ગલ્સ સ્કુલની સ્થાપના કરી હતી. હોસ્ટેલ પણ બનાવી હતી, જેમાં ૧૭ વિદ્યાર્થીની રહીને શિક્ષણ મેળવી રહી હતી. આ સ્કુલ ભીમા તળાવ પાસે ભાડાના મકાનમાં સંચાલિત થઇ રહી હતી. છતાં પણ, તેના અવશેષ હવે નથી, પરંતુ એનીના મૃત્યુ પછી તેમની સ્મૃતિમાં મિસ ફંક મેમોરીયલ સ્કુલની શરુ કરવામાં આવી. પછી આ સ્કુલ પણ બંધ થઇ ગઈ અને ભવન ખંડેરમાં પરિવર્તિત થઇ ગયું છે.

ટાઈટેનિક સુધી મૃત્યુ ખેચીને લઇ ગયું

તેમની માતા સુસન્ના ક્લેમર ફંકના ગંભીર રૂપથી બીમાર થવાના કારણે મિસ ફંકને અમેરિકા જવાનું હતું. એવામાં તે જાંજગીરથી મુંબઈ ગઈ. પછી દરિયાઈ માર્ગે ઇંગ્લેન્ડ જવા નીકળી. બ્રિટનથી અમેરિકા જવા માટે તેમણે એસએસ હેવાફોડ્સ જહાજમાં જવાનું હતું, પરંતુ કોયલા મજુરોની આંદોલનના કારણે તે જહાજમાં જવા નીકળી. એટલે એનીને ટાઈટેનિકમાં પોતાની ટીકીટ બુક કરવી પડી. તમને ૧૩ પાઉન્ડ વધુ રકમ આપીને ટાઈટેનિક જહાજમાં બીજી પાળીની ટીકીટ લીધી હતી. તેનો ટીકીટ નંબર ૨૩૭૬૭૧ હતો, પરંતુ નસીમા કઈક બીજું જ લખ્યું હતું. ૧૫ એપ્રિલે ૧૯૧૨ ને ઉત્તરી એટલાન્ટીક મહાસાગરમાં એક બરફના પર્વત સાથે અથડાવાથી જહાજ ડૂબી ગયું. એમાં લગભગ દોઢ હજાર માણસોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં મિસ ફંક પણ શામેલ હતી. તેમનો મૃત્ય્દેહ પણ ન મળ્યો હતો. ૩૮ વર્ષની ઉંમરમાં તે દુનિયા છોડીને જતી રહી હતી. તેમની સ્મૃતિમાં મિશનરીઓએ મિસ ફંક મેમોરીયલ સ્કુલની શરૂઆત કરી, જે મિશન કમ્પાઉન્ડ જાંજગીરમાં સંચાલિત થઇ. થોડા વર્ષ પછી સ્કુલ બંધ થઇ ગઈ અને ભવન પણ તૂટી ગયું, જયારે સ્કુલની હોસ્ટેલ આજે પણ જર્જરિત સ્થિતિમાં છે અને મિસ ફંકની યાદ અપાવી રહી છે. દર વર્ષે મિશનરી ૧૫ એપ્રિલે તેમને યાદ કરીને શ્રદ્ધાજલિ આપે છે.

ફરીથી શરુ કરશે બાળ શિક્ષણ

મિસ ફંકે ૧૧૨ વર્ષ પહેલા બાળ શિક્ષણની જે પહેલ શરુ કરી હતી, તેને ફરીથી શરુ કરવા માટે ઈસાઈ સંસ્થા ભારતીય જનરલ કોન્ફરેન્સ મેનોનાઈટ કલેશીયા દ્વારા કન્યા સ્કુલની શરુઆત કરવાની યોજના બનાવામાં આવી રહી છે. મેનોનાઈટ ચર્ચના રવીશ પીટરે જણાવ્યું કે આ સંબંધમાં સંસ્થામાં ચર્ચા થઇ છે અને આ બાબત પર સહમતી પણ મળી રહી છે.

ટાઈટેનિકમાં જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો

મિસ એની ફંકનો જન્મ ૧૨ એપ્રિલ ૧૮૭૪ માં થયો હતો. અમેરિકા યાત્રા દરમિયાન જહાજમાં તેમણે ૧૨ એપ્રિલ ૧૯૧૨ માં તેમણે પોતાનો છેલ્લો જન્મદવિસ ઉજવ્યો હતો. ૧૫ એપ્રિલ જહાજ ડૂબવાથી તે પણ દરિયામાં સમાઈ ગઈ.

જતા જતા પણ જીવનદાન આપતી ગઈ

એવું કહેવામાં આવે છે કે ૧૪ એપ્રિલ ૧૯૧૨ ની અંધારી રાત્રીમાં જયારે ટાઈટેનિક નોર્થ એટલાન્ટીક મહાસાગરમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમાં બેઠેલા લોકોને બચાવવા માટે જહાજ પર લાગેલી નાની હોડીથી તેમણે મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમણે તે સીટ એક દૂધપિતા બાળક અને તેની માં ને આપી દીધી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment