ટીકટોક ફેમસ “મોહિત મોર”ને દિવસે 13 ગોળીઓ મારવામાં આવી, ટીકટોક પર હતા આટલા ફોલોઅર્સ…

24

ટીકટોકથી પ્રખ્યાત થયેલ મોહિત મોર નામના યુવકને દિવસે ગોળી મારી દેવામાં આવી. ઘટના સ્થળે જ  એનું મૃત્યુ થઇ ગયું. ટીકટોકમાં મોહિતના ૫ લાખથી વધારે ફોલોઅર્સ હતા. એના વિડીયો ઘણી વખત વાયરલ થતા હતા. એ જિમ ટ્રેનર પણ હતો. દિલ્હીના નજફગઢના રહેવાસી મોહિતને છાતીમાં ૧૩ ગોળીઓ મારવામાં આવી હતી.

ટીકટોક પર મોહિત ફની વિડીયો સિવાય ફિટનેસ વિડીયો પણ શેર કરતો હતો. સાંજે લગભગ ૫ વાગ્યે એ મિત્રો સાથે એક ફોટોકોપીની શોપ પર બેઠો હતો. ત્યારે ૩ લોકો બાઈક પર આવ્યા અને દુકાનની અંદર ઘુસી ગયા. ત્યાં મોહિત પર એકપછી એક ૧૩ ગોળીઓ મારી. કહેવામાં આવી રહ્યું છે કે મોહિતને ૫ ગોળીઓ છાતી પર લાગી. સોફા પર જ મોહિતનું મૃત્યુ થઇ ગયું.

મૃત્યુનો વિડીયો સીસીટીવી કેમેરામાં કૈદ થઇ ગયું. વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે ત્રણ હુમલાવર આવ્યા જેમાંથી બે હેલ્મેટ પહેરેલ હતા. જયારે ત્રીજો આરોપી દેખાય રહ્યો છે.

પોલીસનું કહેવું છે કે એ હત્યાકાંડની તપાસ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે એમાં ગેંગ વાયલેન્સનો અથવા પછી અંગત દુશ્મની હોય શકે છે. પોલીસ મોહિતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરી રહી છે જેનાથી કઈક ખબર પડી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment