થોડા રૂપિયાથી 100 કરોડના ટર્નઓવર સુધીનો સફર, સાંભળીને રહી જશો દંગ…

27

હિમ્મત’. દરેક સફળતા પાચળ આ શબ્દ જરૂર હોય છે. જો તમને કઈ નવું કરવાની હિમ્મત ન દેખાય તો જિંદગી મુશ્કેલીથી ચાલે છે. શહેરના યુવાનો વ્યવસાયી રોનક ટંડનની સફળતા પાચળ તેની ‘હિમ્મત’ જ વધારે છે. તેઓએ પોતાનો બીઝનેસ સ્તાપિત કરવા માટે સારી એવી નોકરી પણ છોડી દીધી. અને અંદાજે 3 વર્ષોમાં તેઓએ 50 લાખ રૂપિયામાં શરુ કરેલા કામને વર્ષના 100 કરોડમાં બદલી નાખ્યું. શહેરના યુવાનો માટે તેઓએ નવી સફળતાની કહાની લખી છે.

રોનક ટંડન કાનપુર, આર્યનગર માં રહે છે. તેના પિતા એસસી ટંડન ભારતીય સ્ટેટ બેન્કના રીટાયર્ડ અધિકારી છે. નોકરીનો પેશા પરિવારની જેમ જ તેની જીંદગીમાં પણ ચાલી રહી હતી. રોનકનું ઇન્ટરમિડીયેટ પુરું થઇ ગયા પછી પિતાએ તેને બીટેક કરાવ્યું. રોનકે ગાજીયાબાદથી ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનીકેશન એન્જીન્યરીંગમાં બીટેક કરાવ્યા બાદ પુણેથી એમબીએ કર્યું. વર્ષ 2011માં તેને ચેન્નાઈમાં ઓટોમોબાઇલ કંપનીમાં નોકરી મળી ગઈ. નવ લાખ રૂપિયાના પેકેજ સાથે શરુ થયેલી નોકરી વર્ષ 2016માં  20 લાખના પેકેજ સાથે પહોચી ગઈ.

કેટલીય ઓટોમોબાઈલ ની કંપનીમાં અનુભવ કર્યા બાદ માર્ચ, 2016માં તેઓએ નોકરી છોડી દીધી. રોનકના આ પગલાથી પરિવારના બધા લોકોને આશ્ચર્ય થયું. તેના આગળના કદમથી પત્ની ઈશીતાના સિવાય બીજા કોઈ જાગૃત ન હતા. બે મહિનાની અંદર તેને ઉધાર, વ્યવહાર અને પોતાની બચતથી 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. ફ્યુચર ટ્રક ઓટો મોબાઈલ નામની પોતાની કંપનીની શરૂઆત કરી. આ કંપનીએ બધા મોટા વાહનોમાં મસલન ટ્રક, બસ, ડમ્પર, હાઈવા વગેરેની ડીલરશીપ લીધી. શરૂઆત પનકી અને ભોતીથી કરી. બધા બિઝનેસની રીતે તેમાં પણ ઉતાર ચડાવ અને અસફળતાઓ સામે આવી, પણ તેઓએ હાર ન માની. કામ શરુ થયા પછી તેને વધારવા માટે બેન્કમાંથી લોન પણ લીધી. પત્ની ઈશિતા (એલએલબી, સીએસ, એમબીએ) પણ તેના કામમાં મદદ કરવાનું શરુ કર્યું. અનુભવી વ્યક્તિઓએ કામ કરવાનું શરુ કરવાની ના પાડી તો નવા લોકોને તૈયાર કર્યો.

યુપીના સૌથી મોટા ડીલર બન્યા

રોનક અને ઈશિતાએ ફક્ત દોઢ વર્ષની અંદર પોતાની કંપનીને ટર્નઓવર માં બદલાવી નાખી. હવે આ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં યુપીના સૌથી મોટા ડીલર છે. હિંદુજા બંધુઓને વીત્યા વર્ષોમાં તેને દેશનાં સૌથી સારા સેવા પ્રદતાના સન્માનથી નવાજ્યા. બે વર્ષમાં તેની કંપની ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકી છે. હવે તેની ફતેપુર, ફરુખાબાદ અને ઘાટમપુરમ માં પણ ડીલરશીપ છે.

યુવાનોને સંદેશ

રોનક કહે છે, ‘ ચીનની એક કહાવત છે ઝાડવું લગાવવાનો સૌથી સારો સમય 20 વર્ષ પહેલાનો હતો. જો ત્યારે ન લગાવી શક્યા તો આજે લગાવો. આનાથી સારો સમય હોય નથી શકતો.’ મતલબ કોઈ કામ કરવાનો કોઈ સમય હોતો નથી. જયારે શરૂઆત કરો ત્યારે સારો સમય હોય છે. યુવા મોટા સપના જોવો અને તેને પુરા કરવામાં ખુબ મહેનત કરો. વગર સપના જોઈ કોઈને સફળતા નથી મળતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment