ઠંડીની ઋતુમાં જો લેવો હોય ચાની ચુસ્કીનો આનંદ, તો જરૂર મુલાકાત લ્યો આ ૪ સ્થળોની…

73

ઠંડીમાં ચા વગર તો દિવસ જ અધુરો લાગે છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેકના દિલને પ્રિય છે ચા. વધારે કામ હોય કે પછી આરામ, તમારું દિલ ચા માટે લલચાય જ જાય છે. તમે ફરવા જતા હોય કે પછી મિત્રો સાથે મોજ મસ્તી કરતાં હોય, ચા વિના તો ક્યાં રહેવાય જ છે ? અને ઠંડીની તો વાત જ અલગ છે !!! ઠંડીમાં ચાનિ ચુસ્કીઓની ગરમાહટ ન હોય તો શરીરમાં સ્ફૂર્તિ જ ક્યાં આવે છે. અહિયાં અમે તમને દિલ્હી એનસીઆરની ૫ પ્રખ્યાત ચાના સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે મિત્રો સાથે ચાની સાથે સાથે વાતો પણ કરી શકો છો.

સુદામા ટી સ્ટોલ, રામજસ કોલેજ

જો તમે દિલ્હી યુનિવર્સીટીની આજુબાજુ છો અને તમે સુદામા ટી સ્ટોલની ચા નથી પીધી તો સમજો, તમારી ચાની ચૂસકી અધુરી રહી ગઈ. સુદામાની ચાની દુકાન પર મોટા પ્રમાણમાં સ્ટુડન્ટસ, પ્રોફેસર અને આજુબાજુના લોકો ચા પીવા માટે આવે છે. અહિયાં તમને કુલ્હડની પ્રખ્યાત ચા મળશે.

સુદામાની ચાની દુકાન પર સ્વાર્થી જ લાઈન લાગી જાય છે. બની શકે છે કે તમારે અહિયાં ચા પીવા માટે ૧૫ મિનિટનો રાહ જોવી પડે, કેમ કે આ ચાની દુકાન પર સૌથી વધારે ટ્રાફિક હોય છે. કડક અને સ્પેશ્યલ ચા પીવી હોય તો તમે અહિયાં જઈ શકો છો.

જેપી ટી સ્ટોલ, દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિક

અહિયાં તમે ઘણી પ્રકારની ચા પિ શકો છો. જેમાં મસાલા ચા, લીંબુની ચા વગેરે શામેલ છે. કેમ્પસના સ્ટુડન્ટસનો સૌથી પ્રિય સ્થળ છે. એક વખત તો તમે પણ અહીયાની ચાનો આનંદ જરૂર લો.

ફિલ્મ સિટીની ચા, નોઈડા સેક્ટર ૧૬

જો તમે નોઈડામાં રહો છો તો ફિલ્મ સિટીની ચાનો આનંદ જરૂર લો. અહિયાં તમને લાઈનમાં ઘણી ચાની દુકાનો જોવા મળશે. તમે તમારા મિત્રો સાથે ફિલ્મ સિટીની ચાની ચુસ્કીઓ સાથે વાતો કરી શકો છો.

નોઈડા સેક્ટર ૨

જો તમારે તંદુરી ચા પીવી છે તો તમારે નોઈડા સેક્ટર ૨માં જઈ શકો છો. તંદુરી ચાને મટકીમાં આપવામાં આવે છે. હવે તમે એમ વિચારતા હશો કે ખરેખર ચા તંદુરી કેવીરીતે હોય શકે ? આ જ આ ચાની દુકાનની વિશિષ્ટતા છે. અહિયાં મળતી ચામાં તંદુરનો સ્વાદ આવે છે. જો તમે ચાના શોખીન છો અને પારંપરિક ચાથી અલગ સ્વાદ મેળવવા માંગો છો તો તંદુરી ચા જરૂર પીઓ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment