આતંવાદીઓના સિક્રેટ કોડ, જુઓ બાલાકોટથી કશ્મીરમાં આવી રીતે કરે છે એન્ટ્રી…

51

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન “જૈશ-એ-મહોમ્મદ” ના ટ્રેનીંગ કેમ્પ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી. જણાવવામાં આવે છે કે બાલાકોટમાં ટ્રેનીંગ દરમિયાન આતંકવાદીઓને સિક્રેટ કોડ આપવામાં આવે છે. જેના દ્વારા તે પોતા સાથી અને આકાઓ સાથે વાત કરતા હોય છે.

રીપોર્ટ મુજબ, બાલાકોટમાં ટ્રેનીંગ પછી આતંકવાદીઓને POK ના રસ્તાથી કશ્મીર વેલીમાં મોકલવામાં આવતા હતા. તેના માટે બાલાકોટથી ૯૮ KM રોડથી આતંકવાદીઓને કેલ અને દૂધનીયાલ લોન્ચ પેડ લાવવામાં આવતા હતા. તેના પછી કુપવાડામાં આતંકવાદીઓની ઘુસણખોરી થતી હતી.

આતંકી કૈન્થહાવલી ફોરેસ્ટથી ફરીને સીધા મગામ ફોરેસ્ટ આવતા હતા પછી પાક હેન્ડલર્સ તેમણે કુપવાડા પહોચાડવાનું કામ કરતા હતા. એ પણ જાણવા મળ્યું છે કે ઘુસણખોરીના સમયે જૈશના આતંકવાદીઓને કોડવર્ડ પણ આપવામાં આવતા હતા.

ભારતીય સુરક્ષા એજેન્સીઓના રીપોર્ટના જણાવ્યા અનુસાર, જૈશ એ મહોમ્મદના આતંકવાદીઓના મેન હેન્ડલર કોડની ટ્રેનીંગ આપતા હતા. જેમાં આ જણાવવામાં આવે છે કે આતંકી કશ્મીરમાં ઘુસણખોરી કરવા દરમિયાન પાક અધિકૃત કશ્મીરમાં આઈએસઆઈ દ્વારા આપવામાં આવેલા કોડનો ઉપયોગ કરશે.

પછી તે કોડના આધારે તે આતંકી સરહદની પેલી પાર ઘુસણખોરી કરતા હતા. ઘુસણખોરી કર્યા પછી કોઈ પણ “આઈકોમ” એટલે કે વાયરલેસ સેટથી વાત ન કરતા હતા.

રીપોર્ટ મુજબ આતંકવાદીઓને Code Name  પૂછવામાં આવતા હતા. એ પણ જાણવા મળ્યું છે કે Romiyo-POK  મુખ્ય હેન્ડલર્સનો કોડ હતો જે લોન્ચ પેડ પર હાજર રહેતા હતા.

તેના સિવાય TANGO 2 કોડનો અર્થ થાય છે કે ૫ આતંકવાદીઓએ ભારતની અંદર એકસાથે ઘુસણખોરી કરવાની છે. code ali@Alpha નો અર્થ થાય છે કે આતંકી અને તેનું નામ.

Code @ માઈક-ISI એ વ્યક્તિનો કોડ હતો જે રસ્તો જણાવતો હતો.

Code@Hotel કશ્મીર ઘાટીમાં હેન્ડલર મદદ માટે તૈયાર થતો રહે છે.

Code@Hotel2 – નો અર્થ થાય છે કે બીજો હેન્ડલર તૈયાર છે.

ગુપ્તચરોએ એ પણ જાણકારી આપી છે કે તેના માટે મુજફ્ફરાબાદના ઓફીસથી તેમણે કંટ્રોલ કરવામાં આવતા હતા. આ કંટ્રોલ રૂમને “કંટ્રોલ ૮૮” કહેવામાં આવતા હતા. એટલે કે આ આતંકવાદીઓને આઈ એસ આઈની મદદથી જૈશ-એ-મહોમ્મદના મુજફ્ફરાબાદમાં એક કંટ્રોલ રૂમ આપવામાં આવ્યો હતો, જ્યાંથી ઘુસણખોરી માટે આતંકવાદીઓને સુચના આપવામાં આવતી હતી.

બોર્ડર ક્રોસ કર્યા પછી પાકિસ્તાનમાં હાજર આતંકી હેન્ડલર એકધારા આ આતંકવાદીઓ સાથે કોડવર્ડ દ્વારા તેમને સુચના આપતા હતા. એ પણ જાણકારી છે કે ઘુસણખોરી પછી આતંકી કમ્યુનીકેશન લેંગ્વેજ માટે કોડીફાઈડ લેંગ્વેજનો ઉપયોગ કરતા હતા જેના માટે મેટ્રીક્સ સીટ આ લોકોને આપવામાં આવતી હતી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment