તેહવાર કોઈપણ હોય પણ દેશ સેવા પ્રથમ… ખુબ સુંદર વાર્તા આયુષી સેલાણીની કલમે…

197

“સાંભળો તો યુગત્વના પપ્પા.. આ દિવડો જો ને ઘડી ઘડી ઓલવાઈ જાય છે..કેટલુંય ઘી પૂર્યું તોય ખબર નહિ કેમ આવું થાય છે.. મને ચિંતા થાય છે હો..!”

શાંતાબા તેમના પતિ વિજયભાઈને ચિંતાતુર સ્વરે કહી રહ્યા હતા..

“અરે શાંતાગૌરી ચિંતા કરવા જેવું શું છે.. આપણા પૌત્ર ને પૌત્રી ને વળી આપણી દીકરી જમાઈ ને એમનું નાનું બાળક અહીં આંગણે જ તો ફટાકડા ફોડીનેઆનંદ કરે છે..”

“પણ તમે કેમ ભૂલી જાવ છો કે આપણી વહુ અત્યારે ઇમર્જન્સી નાઈટ ડ્યુટીમાં પોલીસ સ્ટેશને ગઈ છે.. મૂઆ આ એના પોલીસવાળા બધાય, મારી વહુનેતહેવારના દિવસે આ રીતે બોલાવી લીધી છે બોલો. બિચારીને ઘર-બાર તો હોય ને.. કંઈ વિચારતા જ નથી.. મારા હારાવ.!”

“હાહાહા… લે શાંતાગૌરી તમને ખબર હતી ને આપણા યુગતવે જયારે યામિષાવહુને પરણવાની વાત કરી ત્યારે ચોખ્ખું કહેલું,

“પપ્પા હું જેમ દેશ માટે બોર્ડરની રક્ષા છું તેમ જ યામિષા પોલીસખાતામાં છે.. અત્યારે તે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ છે અને ટૂંક સમયમાં જ તેને પ્રમોશનમળશે. મારી ઈચ્છા છે કે તે આ જોબ ચાલુ જ રાખે…”

હા.. યુગત્વની પત્ની યામિષા પોલીસખાતામાં હોવા સાથે સાથે એક જવાબદાર સિપાહી અને નાગરિક હતી.. બન્નેના પ્રેમલગ્ન હતા.. યામિષાને સમાજનીબદીઓ સામે લડવા માટે એક એવું પ્રોફેશન પસંદ કરવું હતું કે જેના થકી તે અન્યાયની સામે ઉભી રહી શકે.. અને તેથી જ આજે તે આ મુકામ પર પહોંચીહતી.

બંનેના સુખી લગ્નજીવનને બે વર્ષ પહેલા નજર લાગી જ્યારે યુગત્વ શહીદગીને વર્યો.. ત્યારે તેમના લગ્નને સાત વર્ષ થયા હતા અને બન્ને બાળકો છ અનેચાર વર્ષના હતા. તે શહીદગી પર યામિષાએ આંસુ ના સાર્યા પરંતુ પોતે જે પાવર ભોગવે છે તેના થકી દેશના દુશમનોને બને એટલા નાબૂદ કરવાનાપ્રયત્નો શરૂ કર્યા.

આજે દિવાળીની રાત હતી.. અંતરમાં અંધકાર અને બાહ્ય વ્યક્તિત્વમાં ઉજાસ હતો.. યામિષા એક વહુ તરીકે પોતાની ફરજ હંમેશા પુરી કરતી. પરંતુઅત્યારે તેને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો ત્યારે તહેવારની આ રાતમાં પોતાના પરિવારને છોડીને દોડવું પડ્યું હતું. શાંતાબેનને બસ એ જ વાતનોઅણગમો હતો. તેઓએ વહુને દીકરાના મોત બાદ દીકરો સમજીને જ સાચવી હતી એટલે આજે પોતાના ધર્મના આટલા મોટા તહેવાર પર તે આ રીતેબધાની વચ્ચે નહોતી તેનું તેમને દુઃખ થઇ રહ્યું હતું..

આ બાજુ પોલીસ સ્ટેશનમાં આવેલી યામિષાના ચહેરા પર ચિંતા હતી સાથે સાથે બહાદુરીની એક અજબ ચમક પણ વર્તાતી હતી.

“ઓફિસર, શું વાત છે.. તમે મને આ રીતે અત્યારે દસ વાગ્યે તાત્કાલિક બોલાવી. કારણ જરૂર ગંભીર હોવું જોઈએ.”

પીઆઇ વાઘેલા બોલ્યા,

“જી મેડમ, આપનું અનુમાન સાચું છે.. આપની પારિવારિક જવાબદારીઓ વિશે હું જાણું છું એટલે વગર કારણે આપને હેરાન કરવાનું વિચારી જ ના શકું…!હાલ જ સમાચાર મળ્યા છે કે રાયપુરની ફટાકડા બજારમાં પંડ્યા એન્ડ સન્સ નામની જે દુકાન છે તે ફટાકડામાં દારૂખાનું ભરવાની જગ્યાએ બૉમ્બબનાવાનો દારુગોળો બનાવીને પોતાના આંતકવાદી સાથીઓને પહોંચાડે છે..! તેમની દુકાન આખો દિવસ દરમિયાન અડધી બંધ જ રહે છે… આપણાખબરીને શંકા જતા તેણે ત્યાંથી ફટાકડા ખરીદવાનું વિચાર્યું તો તેઓએ આનાકાની કરી કહ્યું કે હોલસેલ જ વેચે છે.. આપણા ખબરીએ કહ્યું કે તે વિક્રેતા છેત્યારે પણ કોઈ કારણસર તેને પાછો મોકલી આપ્યો… આ તો દુકાનમાં ફરતા ફરતા તેણે જે ફટાકડા જોયા તે જોઈને તેને આ દારૂગોળાની માહિતી મળી..!

આ સાંભળી યામિષાએ કહ્યું,

“કંઈક મોટું રંધાઈ રહ્યું છે.. નક્કર પગલાં લેવા પડશે. હાલ જ ટિમ તૈયાર કરો. એ દુકાન પર દરોડા પાડવા જઈએ છીએ આપણે.”

હજુ તો તે કંઈ આગળ બોલે ત્યાં જ યામિષાના ઘરેથી ફોન આવ્યો,

“હેલો મમાં, યુ પ્રોમિસ્ડ કે આ દિવાળી મારી સાથે રહેશો…બધાના પેરેન્ટ્સ છે અહીં. તું જ નથી.. અને પાપા.. પણ..!”

સામે છેડે દીકરા યત્વનો અવાજ સાંભળી યામિષા ઢીલી પડી ગઈ.. કે પીઆઇનો અવાજ આવતા જ ફરી મજબૂત થઇ દીકરાને કહ્યું,

“બેટા, હું બહુ જલ્દી આવું છું.. ત્યાં સુધી તમે બધા ફટાકડા ફોડી લો.. હું આવું પછી આપણે આઈસ્ક્રીમ ખાઈશું!”

આટલું કહીને ફોન મૂકીને યામિષા પોતાની ફરજ પુરી કરવા રવાના થઇ. બજારમાં ચારેકોર રોશની હતી.. સામાન્ય દિવસોમાં આઠ વાગ્યે શાંત થઇ જતું એબજાર અત્યારે અગિયાર વાગ્યે પણ લોકોના શોરગૂલથી ગાજી રહ્યું હતું… ઠેર ઠેર આર્ટિફિશ્યલ લાઇટ્સ અને રંગબેરંગી તોરણો લટકતા હતા. વાતાવરણજાણે સ્વર્ગ સમું દીસતું હતું! પંડ્યા એન્ડ સન્સની દુકાને તેઓ પહોંચ્યા કે દુકાનને બહારથી તાળું હતું.. નિરાશ થવાને બદલે યામિષાએ દુકાન પર કાનમાંડ્યા.. કંઇક અવાજ આવી રહ્યો હતો કે જેના પરથી સાબિત થતું હતું કે અંદર કોઈ છે. યામિષા દબાતે પગલે નજીક ગઈ અને તાળું તોડ્યું ને સામે બંદૂકતાકી! અંદર જોયું તો દસથી પંદર જણા હતા અને ત્યાં જ લગભગ પચાસેક જેટલી બંદુકો અને બીજો દારૂગોળો પડ્યો હતો..! યામિષાએ તુરંત જ પોતાનીબંદૂક મૂકી દીધી અને પોતાના હાથો વડે દરેકને મારવા લાગી.. તેની સાથે આવેલા તેના સાત ઓફિસર્સ અને તેણે મળીને અડધી કલાકમાં તો બધાને કબ્જેકર્યા. તે બધી ધમાલમાં તેને ખભા પર એક ગોળી ઘસરકો કરીને નીકળી ગઈ..!!!!

પોલીસે સ્ટેશનેથી અને હોસ્પિટલથી જ્યારે તે બધી કાર્યવાહી પતાવીને ઘરે પહોંચી ત્યારે સવારના ચાર વાગ્યા હતા.. હજુ પણ શેરીમાં ક્યાંક ક્યાંકનાનકડો ફટાકડો ફૂટી રહયો હોય તેવો અવાજ આવતો હતો.. તેની પાસે ઘરની ચાવી હતી જ.. દરવાજો ખોલીને સીધી તે બાળકોના ઓરડામાં ગઈ. બંનેબાળકોના ચહેરા પર બેફીકરાઈની એક મુસ્કાન હતી.. તેમને કપાળે ચુંબન કરીને તે બહાર નીકળી. જોયું તો સાસુ-સસરાના ઓરડાના દરવાજા પાસેનાદીવડાની જ્યોત ઘણી લાંબી થઇને પ્રકાશિત થતી હતી.. તે થોડી નજીક ગઈ અને જોયું તો તેમાં ભરપૂર તેલ હતું. જાણે સાસુમાએ વહુના જીવનને આજ્યોત સાથે સરખાવ્યું હોય..! તેલ પૂરીને તેને આયુષ્ય બક્ષતા હોય તેમજ ! તે પોતાના ઓરડામાં ગઈ અને પતિના ફોટો પાસે જઈને ઉભી રહી..

“યુગત્વ, તમેં અહીં હોત ને તો તમને ચોક્કસ ગર્વ થાત. તમે હંમેશા હું વીરતાનું કંઈક કામ કરતી ત્યારે મને “સલામ સૈનિક” કહેતા. આજે એવું કહેવા વાળુંનજીકનું કોઈ નથી.. બીજા તો ઘણા છે..! બહુ યાદ આવે છે તમારી. તમે ને મેં જીવન દેશને અર્પણ કરી દીધું તેમાં ક્યાંક બાળકો ને એમની પરવરીશપાછળ તો નથી છુટ્ટી રહ્યા ને..?! તમારો પ્રેમ તો હવે તેમના માટે અશક્ય છે પરંતુ હું માનું છું કે હું સંપૂર્ણ માઁ બનવાથી ક્યાંક ચુકી ગઈ..!

કાશ.. આપણા બાળકો આ સમજે….!”

કંઈક આવું જ વિચારતા વિચારતા યામિષાને ઊંઘ આવી ગઈ.. અચાનક સવારે ઊંઘ ઉડી ને જોયું તો તેનો ઓરડો અસંખ્ય ફૂલો વડે સજાવાયેલો હતો..બેડ પાસે કેક પડી હતી ને તેમાં લખ્યું હતું, “પ્રાઉડ માઁ” ! તેને ખુબ આશ્ચર્ય થયું. હજુ તો કંઈ કળ વડે ત્યાં જ સાસુ-સસરા ને બાળકો ઓરડામાં આવ્યા.

“સલામ સૈનિક”

બધા એકસાથે બોલ્યા! ને યામિષાની આંખમાં પાણી આવી ગયા..

“મમાં, સોરી કાલે તારા કામ પર મેં તને જીદ કરી હતી ને.. હમણાં પેપરમાં તારો ફોટો જોયો મેં, મને નિકિતે બતાવ્યો. ત્યારે મને લાગ્યુ કે મેં તને કહેલું કેઅહીં બધાના પેરેન્ટ્સ છે, બધા હેપી છે.. તું નથી..! એ ખોટું હતું! કેમકે તું તો બધાની હેપીનેસ માટે વિચારતી હતી જયારે અહીંના પેરેન્ટ્સ તો ખાલી એમનીને એમના કિડ્સની જ હૅપીનેસ માટે વિચારતા હતા..

સો યુ આર બ્રેવ….!!

એન્ડ સલામ સૈનિક”

આઠ વર્ષના દીકરા યત્વની વાત સાંભળી યામિષાની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા… તેને લાગ્યું,

“દિવાળીની એ રાત બહુ લાંબી હતી, પણ બેસતા વર્ષની સવાર એક નવા ઉમંગ સાથે ઉગી છે….!”

લેખક : આયુષી સેલાણી

બહુ સુંદર વાર્તા, શેર કરો લાઇક કરો તમારા ફેસબુક પર.

Leave a comment