“તારક મેહતા” માં હવે વાપસી નહિ કરે “દયાબેન”, આ કારણથી લેવો પડ્યો શો છોડવાનો નિર્ણય…

79

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં ના ફેંસ માટે ખરાબ સમાચાર છે. હવે આવવાવાળા એપિસોડમાં તમે ટપ્પુંના પપ્પા અને દયાબેનની વચ્ચેની રકઝક નહિ જોઈ શકો. હકીકતમ દિશા વાકાની ઉર્ફ દયા બેને શો માં વાપસી નહિ કરવાનું મન બનાવી લીધું છે.

ગયેલા દિવસોમાં ખબર આવી હતી કે દિશા જલ્દી જ શો માં વાપસી કરવા જઈ રહી છે. દિશાએ શો માં વાપસી કરવા માટે કેટલીક મોટી શરતો મેકર્સની સામે રાખી હતી પણ હવે સામે આવી રહેલી ખબરના મુતાબિત એક્ટ્રેસે શો છોડવાનો નિર્યણ કરી લીધો છે. દિશા ઘણા સમયથી મેટરનિટી લીવ પર છે.

દિશાના શો છોડવા પાછળ 2 મોટા કારણ જણાવામાં આવી રહ્યા છે. પહેલું એ છે કે દિશા વાકાની આ સીરીયલમાં બીજી વાર વાપસી કરવા માટે વધારે ફી માંગી રહી છે. જે કદાચ મેકર્સને મંજુર નથી. અને બીજા અનુમાનો એ લાગી રહ્યા છે કે તે પોતાના બાળકની દેખભાળ કરવા માંગે છે, જેના કારણે તે શો માં બીજીવાર આવવા માટે માનસિક રૂપથી તૈયાર નથી.

મેટરનીટી લીવ પર જતા પહેલા દિશા દરેક એપિસોડના 1.25 લાખ ચાર્જ કરતી હતી પણ, દિશાએ 1.50 લાખ રૂપિયાની માંગ કરી હતી. એના પછી તે કોઈ પણ પરિસ્થિતિમાં સાંજે 6 વાગ્યાથી વધારે કામ નહિ કરે. દિશા બપોરે 11 થી 6 વાગ્યા સુધીની શિફટમાં કામ કરશે. એટલું જ નહિ દિશા મહિનામાં 15 જ દીવસ કામ કરશે જયારે બીજા એક્ટર 22 થી 25 દિવસ કામ કરી રહ્યા છે. કદાચ મેકર્સ દિશાની આ માંગથી સહેમત ન હતા.

“તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” ને 10 વર્ષ પુરા થઇ ચુક્યા છે. જુલાઈ 2008 થી શરૂ થયેલી આ સીરીયલ ટીવી ઇન્ડસ્ટ્રીઝની હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલવા વાળો પાંચમો શો છે. આ શો ના અત્યાર સુધી અઢી હજારથી વધારે એપિસોડ ટેલીકાસ્ટ થઇ ચૂકયા છે. જણાવી દઈએ કે દિશાના પતિ મયૂર પાડિયા મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટડ છે. તેના લગ્ન 24 નવેમ્બર 2015 માં થયા હતા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment