“તંદુરી મસાલા પનીર” આસન રીતે બનાવો, અમારી આ રેસીપી જોઇને…

42

તો ચાલો આજે અમે તમને ગરમા ગરમ અને સ્વાદિષ્ટ તંદુરી મસાલા પનીર તમારી જાતે તમારી ઘરે કેવી રીતે બનાવવા તેની સરળ અને આસન રીત જણાવીએ.

તંદુરી મસાલા પનીર બનાવવા માટેની સામગ્રી

1 નંગ પનીર, 1કપ મોળું દહીં, 1 ટેબલ સ્પૂન મરચું પાવડર, ¼ ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન પંજાબી મસાલો, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 2 નંગ લીલા મરચા, 1 થી 2  નંગ ડુંગળી, 1 નંગ કેપ્સીકમ, 1 ટેબલ સ્પૂન લાળ મરચાની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, ½ ટેબલ સ્પૂન મરી પાવડર, 1 ટેબલ સ્પૂન બટર અને સ્વાદ અનુસાર મીઠું

તંદુરી મસાલા પનીર બનાવવા માટેની પૂર્વ તૈયારી

૧.) સૌ પ્રથમ પનીર લઇ તેના 10 થી12 નંગ જેટલા ટુકડા કરી લો.

૨.) હવે એક ડુંગળી લઇ તેની 5 થી7 નંગ સ્લાઈસ કરી લો.

૩.) કેપ્સીકમ લઇ તેની પણ5 થી7 નંગજેટલી સ્લાઈસ કરી લો.

૪.) એક બાઉલમાં 1 કપ મોળું દહીં લઇ તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર નાખી તેને બરાબર ફીણી લો.

૫.) તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન મરચું, પંજાબી મસાલો, ગરમ મસાલો, અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો.

૬.) હવે આ મિશ્રણમાં 10 થી12 જેટલા પનીરના ટુકડા નાખી તેને સારી રીતે રગદોળી બરાબર કોટ કરી તેને અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી રાખો.

તંદુરી મસાલા પનીર બનાવવા માટેની રીત

૧.) હવે એક પેન લઇ તેમાં 1 ટેબલ સ્પૂન બટર નાખી તેને ગેસ પર ગરમ કરી તેમાં આખા2 નંગઉભા ચીરીયા કરેલા લીલા મરચા, 5 થી7 નંગ ડુંગળીની સ્લાઈસ, 5 થી7 નંગ કેપ્સીકમની સ્લાઈસ નાખી તેને સાંતળી લો.

૨.) પછી તેમાં મરી પાવડરને સ્પ્રીન્કલ કરો એટલે કે મરી પાવડરનો છંટકાવ કરો.

૩.) હવે તેમાં ફ્રીઝમાં રાખેલ મેરીનેટ કરેલા પનીરને બહાર કાઢી તેમાંથી પનીરના ટુકડાને તેમાં નાખી તેને ધીમા ગેસ પર પકાવા દયો.

૪.) પનીરના ટુકડા ચઢી જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો.

લો, તમારી ગરમા ગરમ અને સ્વાદિષ્ટ તંદુરી મસાલા પનીર તૈયાર છે. તમે પણ ખાઓ અને મહેમાનને પણ પ્રેમથી ખવડાવો.

નોંધ

આગરમા ગરમ અને સ્વાદિષ્ટ તંદુરી મસાલા પનીરની ડીશ તૈયાર થયા પછી તેમાં ડુંગળીના પાન પર કોલસો ગરમ કરી તેના પર ઘી ઉમેરી તેનો ઘુંગાર આપી સરસમજાની સ્મોકી ઈફેક્ટ આપશો તો તેનો ટેસ્ટ કંઇક અલગ જ આવશે.

Leave a comment