તમારે ફટાફટ વજન ઘટાડવું હોય તો, આજે જ શરૂ કરી દો આ વસ્તુનું સેવન…

27

વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને ફટાફટ વજન ઘટાડવાના કેટલાક ઉપાયો જણાવીશું જે બહુ જ સરળ છે.

મિક્સ અનાજની રોટલી

દરરોજ ડિનરમાં મિક્સ અનાજ વાળા લોટની એક કે બે રોટલી ખાવી જોઈએ. તેનાથી વજન ઝડપથી ઉતરી જાય છે. કેમ કે, મલ્ટીગ્રેન લોટમાં ફાયબર્સ વધારે હોય છે. તેથી બધા મિક્સ અનાજના લોટની રોટલી ખાવાથી વજન ઉતારવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી ખાવાથી પણ જલ્દી વજન ઓછું થાય છે. દરરોજ 1-2 વાટકી પાલક, બ્રોકલી, ટિંડા, દૂધી, ભીંડા જેવા ફાયબરથી ભરપૂર શાક ખાવા જોઈએ. લીલા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ન્યૂટ્રિઅન્ટસ વધારે હોય છે જે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

સલાડ

ઉનાળામાં કાકડી ખાવાથી અનેક ફાયદા થાય છે. ગરમીમાં દરરોજ ડિનરમાં કાકડી, ગાજર, ડુંગળી મિક્સ કરીને સલાડનું સેવન કરવું. સલાડ ખાવાથી જલ્દીને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્તવો પણ રહેલા હોય છે. તેમજ કેલરી ઓછી હોવાથી પેટ જલ્દી ભરાય જાય છે. સલાડમાં રહેલાં ફાયબર્સ ડાઈજેશન સારું થશે.

દહીં

દરરોજ રાતે દહીં ખાવાથી અનેક ફાયદા થાય છે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ રાતે દહીં ખાવાથી કોઈ નુકશાન પણ નથી થતું. ડિનરમાં 1 વાટકી તાજું દહીં જરૂરથી ખાવું. દહીમાં રહેલાં બેક્ટેરિયા ડાઈજેશન સુધારવામાં મદદ કરે છે. તેમજ તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

મશાલા

રાતના ભોજનમાં તજ, કાળા મરી, આદુ, હળદર, જીરું, રાઈ, જેવા મશાલાનો ઉપયોગ કરવો. કેમ કે, મશાલા ફેટ બર્નિગ પ્રોસેસને તેજ કરે છે. તેનાથી વજન જલ્દી ઓછું થઈ જાય છે. તેમજ વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે.

પપૈયું

દરરોજ રાતે ભોજન કરતા પહેલાં 1 વાટકી પપૈયું ખાવું, તેમજ તરબૂચ અથવા શક્કરટેટીનું સેવન કરવું. તેનાથી ઉનાળામાં શરીરને ઠંડક મળશે. તેમજ તેનું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગશે. આ ફ્રૂટમાં ફેટ અને કેલરી ઓછી માત્રામાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment