તમે પણ ઊંઘમાં જરૂર અનુભવ કર્યો હશે આ રહસ્યમયી 7 બાબતોનો

33

ઊંઘમાં પેરાલીસીસનો અનુભવ

તમને અનેકવાર ઊંઘમાં એવું લાગ્યું હશે કે તમે જાગો છો પણ હલન ચલન કરી શકતા નથી. જેને સ્લીપ પેરાલીસીસ કહેવાય છે. જયારે તમે ગાઢ નિંદ્રામાં સુતા હો છો ત્યારે તમારું મગજ શરીરની માંસપેશીઓને આરામ કરવાનો નિર્દેશ આપે છે. ત્યારે શરીરની સ્થિતિ પેરાલીસીસ જેવી હોય છે.

ખુદ તમે તમારા શરીરથી અલગ હો તેવો અનુભવ થાય

એક એવો અનુભવ કે જેમાં વ્યક્તિને એમ લાગે કે તે તેના ખુદના શરીરથી બહાર છે. તેમ છતાં તે પોતાના શરીરને પથારીમાં સુતેલું જોઈ શકે છે. અત્યાર સુધી આ પ્રકારના અનુભવોનું કોઈ વૈજ્ઞાનિક કારણ જાણવા મળ્યું નથી.

કેટલાક પ્રશ્નોના જવાબ સપનામાં મળી જાય છે

ઘણીવાર આપણે આપણા જીવનના પ્રશ્નોના જવાબો શોધતા હોઈએ છીએ પણ તેના જવાબો આપણને આકસ્મિક સપનામાં મળી જતા હોય છે. ઘણી શોધો આવી રીતે આકસ્મિક સપનામાં થયેલ છે. મશહુર દિમિત્રિ મેન્ડેલીવે પીરીયોડીક ટેબલ તેમને સપનામાં બનાવ્યું હતું. કેટલીક વાર આપણુ અચેતન મન ઘણું બઘુ જાણતું હોય છે પણ તેને આપણા ચેતન જાગૃત મન સુધી પહોંચવામાં સમય લાગે છે. ક્યારેક વિસ્મૃતિ થઇ જાય છે.

ડરામણી ચીજના બિહામણા વિચારોનો અનુભવ

ઘણીવાર સુતાસમયે જ તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ ડરામણી ચીજ આટા મારે છે. ખાસ કરીને આવી બાબતનો અનુભવ બાળકોમાં વધારે થાય છે.અનિચ્છાને કારણે કેટલીય વાર બિહામણા કે ભયંકર વિચારો આવે છે તો ક્યારેક એવી કલ્પના કરવાથી આવુંબની શકે છે.

ઊંઘમાં ચાલવાનો ખતરનાક અનુભવ

ઊંઘમાં ચાલવું એ ઘણી જ ખતરનાક બાબત છે. કારણ કે ઊંઘમાં ચાલતી વખતે કેટલીય વાર લોકો પોતાને ઘણું નુકશાન પહોંચાડી શકે છે. સૌથી આશ્ચર્યની બાબત એ છે કે ઊંઘમાંથી જાગ્યા પછી તે વ્યક્તિને કાંઈપણ યાદ હોતું નથી. વ્યક્તિ ઊંઘમાં એટલા માટે ચાલવા લાગે છે કારણ કે ઊંઘ દરમ્યાન તેનું શરીર જાગી ગયું હોય છે પણ મગજ ઊંઘમાં હોય છે.અત્યાર સુધી ઊંઘમાં ચાલવાનું સચોટ કારણ જાણી શકાયું નથી.

સપનામાં સપનું જોવાનો અનુભવ

ઘણીવાર એવું પણ બની શકે છે કે ઊંઘમાં તમે સપનું જોતા હો પણ તમને લાગે કે તમે જાગો છો આમ છતાં ઊંઘમાં તમારું સપનું ચાલુ જ રહે છે. આવું એટલા માટે થાય છે કે, હકીકતમાં તમે ઊંઘમાંથી જાગતા જ નથી. આ થીમ પર એક“ઇન્સેપ્શન”ફિલ્મ પણ બનાવવામાં આવી છે. આ સ્થિતિનું કારણ અત્યાર સુધી અધ્યાત્મ તરફ ઢળતું બતાવવામાં આવ્યું છે. જો કે વૈજ્ઞાનિક સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. જેથી વૈજ્ઞાનિકો અત્યારે પણ આ બાબતે શોધ સંશોધન કરી રહ્યા છે.

એકનું એક સપનું વારંવાર આવવાનો અનુભવ થવો

સપનાઓની આ સૌથી દિલચસ્પ દુનિયા છે. તમનેઘણીવાર એવો અનુભવ થયો હશે કે તમને એકનું એક સપનું વારંવાર આવતું હોય. આમ થવાનું મુખ્ય કારણ તમારું મગજ દિવસ દરમ્યાન બનેલી અનેક ઘટનાઓમાંથી બહાર આવવાની કોશિશ કરે છે. તેમાં પણ ખાસ કરીને ખરાબ ઘટનાઓમાંથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment