તમે ફક્ત 5 હજારથી ઓછા રૂપિયામાં ફરી શકો છો આ 10 શાનદાર જગ્યાઓ…

52

જો તમને ફરવાનો ખુબ જ શોખ છે પણ તમારુ ખીચ્ચું વારે વારે તમને રોકી લે છે તો આ પોસ્ટ તમારા માટે છે. દેશમાં એવી કેટલીય જગ્યા છે જ્યાં તમારે પુરા 5000 પણ ખર્ચ નહિ કરવા પડે અને તમારી એક શાનદાર ટ્રીપ પણ થઇ જશે. બસ તો હવે તમે તમારું બેગ પેક કરવાનું  હવે શરુ કરી દો, અમે અહિયાં તમને કઈક આવી જગ્યા વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

ઋષિકેશ

ગંગા નદીના કિનારે સ્થિત ઋષિકેશ એક ધાર્મિક જગ્યા તો છે જ સાથે જ અહિયાં રીવર રાફટીંગ જેવા એડવેન્ચર પણ હોય છે. તે દિલ્હીથી 250 કિલોમીટર દુર છે, બસની ટીકીટ 200થી 1400 સુધી મળી જાય છે અને અહિયાં ઘણા આશ્રમ છે જે 150 રૂપિયામાં મળી જાય છે.

કસોલી

દિલ્હીથી કાલકા સુધી ટ્રેન લો અને આગળ જવા માટે શેયર્ડ ટેક્ષી ચાલે છે, અહિયાં ખર્ચા 1500 રૂપિયા સુધીનો થાય છે. અહિયાં 1000 રૂપિયા થી પણ ઓછા ભાવમાં પણ રૂમ મળી જાય છે.પણ આ જગ્યાની સુંદરતાની કીમત કઈ નથી.

વૃંદાવન

જો તમે ધાર્મિક હોવ અને કૃષ્ણભક્ત પણ હોવ ટો આ જગ્યાથી સારી જગ્યા તમારા માટે બીજી કોઈ નથી. તમને અહિયાં ઘણા સુંદર મંદિર જોવા મળશે અને સાથે ભારતીય સંસ્કૃતિ પણ. અહી જવા માટે દિલ્લી સીધી બસ ચાલે છે અને 600 રૂપિયા સુધીનો તમને અહિયાં રૂમ મળી જશે.

લેસડોન

દેલ્લીથી ૨૫૦ કિલોમીટર દુર આ જગ્યા માટે તમે કોટદ્વાર સુધી તમે બસ મેળવી શકો છો અને ત્યાંથી માત્ર 50 કીલીમીટર રહી જાય છે. અહીયાના સુંદર નઝારો  જોવા માટે નથી ઘણું આઘું અને અને નથી ઘણું  ખર્ચાળ.

બીનસાર

દિલ્લીનું સૌથી સારું વિકેન્ડ ગેટવે, માત્ર 300 કિલોમીટર દુર અને 9 કલાક સુધીનો સફર છે. અહિયાં આવવા માટે કાઠગોદામ સુધીની ટ્રેન લો અને આગળ તમને લોકલ બસ મળી જશે. તે પોતાના પ્રાણી ઉદ્યાન માટે ઓળખાય છે. અને અહિયાં ઘણા જંગલી જાનવર તમને મળી શકે છે.

ક્સોલ

અહી આવવા જવા માટે બસની ટીકીટ તમને દિલ્લીઠો 800 રૂપિયા સુધીની પડશે. અહિયાં ઘણા બાર અને રેસ્ટોરન્ટ છે, લોકો દુર દુરથી અહિયાં આવે છે. આ જગ્યા પ્રાકૃતિક રૂપથી તો સુંદર છે સાથે ટ્રેકિંગ માટે પણ એટલી જ મશહુર છે.

કન્યાકુમારી

ત્રિવેન્દ્રમથી 85 કિલોમીટર દુર કન્યાકુમારી દક્ષીણ ભારતની સુંદર જગ્યા છે, અહિયાં 800 રૂપિયા સુધીમાં હોટલ મળી રહેશે. અહિયાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર સૂર્યોદય જોવા માટે લોકો ઘણા પ્રમાણ માં આવે છે.

બનારસ

બનારસનું પાન, ઘાટ, સંસ્કૃતિ અને ગંગા આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહિયાં 200 રૂપિયા સુધીનો રૂમ મળી જશે અને અહી આવવા માટે રસ્તો પણ સરળ છે, જેનું ભાડું વધારે નથી.

મેકલોડ ગંજ

અહીયાની સુંદરતા દેખતા જ બંને છે, અહિયાં 300 રૂપિયામાં પણ હોટલ મળી જશે. નાદિયા અથવા ધર્મકોટમાં રહો તો 200 રૂપિયા પણ તમને રૂમ મળી જશે.દિલ્હીમાં માં છો તો તમારું અહિયાં વિકેન્ડ ગાળી શકો છો.

હમ્પી

આ જગ્યા બેંગ્લોરની પાસે તુંગભદ્રા નદીના કિનારા પર છે. તેને પેટ્રા પણ કહેવામાં આવે છે અને આ જગ્યા તમારા ખીચ્ચાને વધારે હલકી નહિ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment