તમે છુપાયેલા કેમેરાથી આવી રીતે બચી શકશો, જાણતા ન હોય તો જાણી લો આ વાત…

47

દિલ્હીની એક મહિલા જ્યારે રેસ્ટોરેન્ટના બાથરૂમમાં ગઈ તો ત્યાં એક ફોન જોઇને આશ્ચર્યચકિત થઇ ગઈ. આ ફોન બાથરૂમમાં છુપાવીને રાખેલ હતો. ફોનનો કેમેરો ઓન હતો અને રેકોર્ડિંગ ચાલુ હતી. ફોન ચેક કરવા પર ખબર પડી કે એમાં ઘણી બીજી મહિલાઓ ના વિડીયો પણ હતા. આ વિડીયોને વોટસઅપ દ્વારા શેર પણ કરવામાં આવેલ હતો. બાથરૂમમાંથી આવીને મહિલાએ રેસ્ટોરેન્ટના મેનેજમેન્ટને ફરિયાદ કરી. ખબર પડી કે એ ફોન હાઉસકીપિંગમાં કામ કરનાર એક માણસનો છે.

ઘણી વખત આવા મામલા સામે આવે છે જ્યારે બાથરૂમ, ચેન્જિંગ રૂમ અને હોટલના રૂમોમાં હિડન કેમેરાઓ મળ્યા છે. ૨૦૧૫માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ પ્રકારની એક ફરિયાદ કરી હતી જેમાં એક સ્ટોરના સીસીટીવી કેમેરાના મોઢા ચેન્જિંગ રૂમ તરફ હતા. આ પ્રકારની ઘટનાઓથી મહિલાઓના મગજમાં એક ડર બેસી ગયો છે. પબ્લિક ટોયલેટ, ચેન્જિંગ રૂમ અથવા હોટલમાં જવાનું બંધ તો ન કરી શકાય, પરંતુ સાવધાન રાજીને આ પ્રકારના કેમેરાઓના શિકાર થવાથી બચી શકાય છે.

હિડન કેમેરાઓને કેવી રીતે શોધવા

સૌથી પહેલા એ જાણી લો કે ક્યાં ક્યાં છુપાયેલા હોય શકે છે. હિડન કેમેરા ઘણા નાના હોય છે, પરંતુ આ તમારી બધી ગતિવિધિઓને રેકોર્ડ કરી શકે છે. પછી ભલે તમે બાથરૂમમાં હોય, કોઈ સ્ટોરના ચેન્જિંગ રૂમમાં કપડા બદલી રહ્યા હોય અથવા હોટલના રૂમમાં પોતાના પાર્ટનર સાથે હોય.

આ કેમેરાઓને ક્યાય પણ સરળતાથી છુપાવી શકાય છે, જેમકે અરીસાની પાછળ, દરવાજામાં, દીવાલના કોઈ ખૂણામાં, છત પર, લેમ્પમાં, ફોટો ફ્રેમમાં, ટીશ્યૂ પેપરના ડબ્બામાં, કોઈ ગુલદસ્તામાં, સ્મોક ડિટેકટરમાં

તો કેવી રીતે શોધશો કે કેમેરો છે ક્યાં ?

પહેલા તપાસી લો

સાઈબર એક્સપર્ટ કહે છે કે સૌથી પહેલા તો સાવધાન રહો. જ્યારે પણ તમે પબ્લિક ટોયલેટ, ચેન્જિંગ રૂમ અથવા હોટલના કોઈ રૂમમાં જાવ તો ચારે બાજુ સારી રીતે જોય લો. આજુબાજુ રાખેલ સામાનને જોઈ લો. છતના ખૂણાઓમાં પણ જુવો.

કોઈ છેદ તો નથી

ક્યાંક કોઈ છેદ દેખાય તો એની અંદર જોઈ લો કે ક્યાંક  કઈ લાગેલ તો નથી ને. હકીકતમાં કેમેરાઓને અરીસા પાછળ, ફોટો ફ્રેમમાં અથવા બેક ડોર જેવી જગ્યાઓ પર લગાવી દેવામાં આવે છે. થોડાક સાવધાન રહીને આને પકડી શકો છો.

કોઈ વાયર દેખાય રહ્યો છે

એ પણ જુવો કે ક્યાંકથી એક્સ્ટ્રા વાયર જતો તો દેખાય નથી રહ્યો ને. જો કોઈ વાયર દેખાય તો તપાસ કરો કે ક્યાં સુધી જઈ રહ્યો છે. બની શકે છે કે એ તમને કેમેરા સુધી લઇ જાય. ઘણા કેમેરાઓમાં કોઈ વાયર નથી હોતા. એ બેટરીથી ચાલે છે અને મેગ્નેટની જેમ ગમે ત્યાં ચોટી જાય છે.

લાઈટ બંધ કરીને જોઈ લો

જો ચેન્જિંગ રૂમમાં અથવા હોટલના કોઈ રૂમમાં છે તો એક વખત લાઈટ બંધ કરીને ચારે બાજુ જુવો. જો ક્યાય એલઈડીની લાઈટ દેખાય તો બની શકે છે કે એ કેમેરો હોય. હકીકતમાં અમુક નાઈટ વિઝન કેમેરા હોય છે, જે અંધારામાં થઇ રહેલ એક્ટિવિટીને પણ રેકોર્ડ કરી લે છે. આ કેમેરાઓમાં એલઈડી લાઈટ લાગેલ હોય છે. અંધારામાં આને પકડી શકાય છે.

મિરર ટેસ્ટ

ચેન્જિંગ રૂમ, બાથરૂમ અને રૂમોમાં દરેક જગ્યાએ અરીસા હોય છે જેની સામે તમે કપડા બદલો છો, ટોયલેટ કરો છો. હોટલના રૂમોમાં પણ મોટો અરીસો હોય છે. એટલા માટે હોય શકે છે કે અરીસાની બીજી બાજુથી તમને કોઈ જોઈ રહ્યું હોય અથવા પાછળ કોઈ કેમેરો લાગેલ હોય જે બધું રેકોર્ડ કરી રહ્યો હોય. એવામાં અરીસાને તપાસ કરવી પણ જરૂરી છે. એટલા માટે અરીસા પર આંગળી રાખો અને જુવો. જો તમારી આંગળી અને અરીસા પર બની રહેલ ઈમેજ વચ્ચે થોડુક અંતર દેખાય, તો અરીસો સરખો છે. પરંતુ જો તમારી આંગળી અને ઈમેજમાં અંતર ન દેખાય તો કઈક ગડબડ છે.

એપ અને ડીએક્ટર

તમને ઘણી એપ મળી જશે જેનાથી તમે હિડન કેમેરાઓને શોધી શકો છો, પરંતુ સાઈબર એક્સપર્ટ અનુસાર ઘણી એપ ફેક પણ હોય શકે છે, જે કઈ જણાવી જ ન શકે અને ઉલટા તમારા ફોનમાં જ વાયરસ છોડી જશે. આના સિવાય અમુક ડીએકટર ડીવાઈસ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેને ખરીદીને તમે તમારી પાસે રાખી શકો છો, પરંતુ આ મોંઘા હોય છે, જેને દરેક ખરીદી શકતા નથી. આ ઘણી વખત પોલીસ પાસે હોય છે.

કેમેરા દેખાય જાય તો શું કરો

જો તમને હિડન કેમેરા દેખાય જાય તો ડરો નહિ. તરત જ પોલીસનો સંપર્ક કરો. કેમેરાને અડકવો નહિ, કેમકે એમાં આરોપીના ફિંગરપ્રિન્ટ હશે. પોલીસના આવવા સુધી ત્યાં જ રહો.

સાઈબર વિશેષજ્ઞ કર્ણિકા જણાવે છે, “કોઈ મહિલાની સહમતિ વગર કેમેરાથી એમની ફોટો લેવી અથવા વિડીયો રેકોર્ડ કરીને બીજાને આપવા એ અપરાધ છે. એમાં આઈટી એક્ટની કલમ 67A અને 66E (ગોપનીયતાનું ઉલંઘન), આઈપીસીની કલમ 354C હેઠળ મામલો નોંધી શકાય છે. એના માટે આરોપીને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઇ શકે છે.”

એમના અનુસાર ફિશિંગ હૈકિંગ પછી સૌથી વધુ મામલા આ અપરાધના સામે આવે છે. એનસીઆરબીના આંકડાઓ અનુસાર ૨૦૧૬માં સાઈબર ક્રાઈમમાં લગભગ ૧૧ હજાર લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા. એમાંથી અડધા લોકોને આ રીતે વિડીયો બનવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા.

વિડીયોનું શું કરે છે

એક બીજા સાઈબર એક્સપર્ટ વિનીત કુમાર કહે છે, “એક તો લોકો ખુદ જોવા માટે આવા વિડીયો બનાવે છે. બીજું આનું એક ખુબજ મોટું માર્કેટ પણ છે. આ વિડીયોને વેચી દેવામાં આવે છે. આ વિડીયોને વેબસાઈટસ પર નાખી દેવામાં આવે છે. આ વિડિયોઝને ઘણા લોકો જુવે છે.” “ઘણી વખત તો છોકરીઓ આત્મહત્યા સુધીનું વિચારી લે છે, પરંતુ એમણે ડરવું જોઈએ નહિ, પરંતુ પોલીસ સાથે સંપર્ક કરીને મદદ માંગવી જોઈએ.”

વિનીત કહે છે, “ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર અત્યારે બાળકો સાથે જોડાયેલ મામલા નોંધવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી મહિલાઓ સાથે જોડાયેલ મામલાઓ પણ લેવામાં આવશે. મહિલાઓ અત્યારે મહિલા આયોગની સાઈબર સેલમાં ફરિયાદ કરી શકે છે. આના સિવાય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સાઈબર સેલમાં પણ ફરિયાદ કરી શકો છો.” છુપાયેલા કેમેરા શોધવા માટે સાઈબર એક્સપર્ટસએ ઘણી ટ્રિક્સ તો જણાવી, પરંતુ તેઓ સૌથી વધુ જોર સાવધાન રહેવા પર આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment