તમારું રસોડું રાખશે બદલાતા મોસમમાં તમને હોસ્પીટલથી દુર, વાંચો આ માહિતી…

47

બદલતા મૌસમમાં સંક્રમણ ફેલાવવાનો ભય સૌથી વધારે રહે છે. મૌસમમાં થનારા બદલાવ માટે આપણું શરીર તૈયાર રહેતું નથી. આ જ કારણ છે કે આપણે બીમીઓના સંપર્કમાં જલ્દી આવી જઈએ છીએ અને પછી દિન પ્રતિદિન હોસ્પિટલ અને મેડીકલના ચક્કર લગાવતા રહેવા પડે છે. તમે ઈચ્છો તો આહાર અને વ્યવહારનું ખાસ ધ્યાન રાખીને પોતાને બીમારીના ઝપેટામાં આવવાથી બચાવી શકીએ છીએ.

બદલાતા મૌસમમાં ખાવાનું બનાવતી વખતે હીંગ, ધાણાજીરું અને જીરાનો વધારે ઉપયોગ કરો. પાચન શકતી સારી રહે છે અને મૌસમીય પરેશાનીઓથી બચાવ થાય છે. પાચનશક્તિ જેટલી ઓછી હશે તેટલી રોગોની સંભાવના ઓછી થઇ જાય છે.

તમાલપત્ર

તમાલપત્રના સેવનથી પાચન સબંધી પરેશાનીઓ દુર થઇ જાય છે. સાથે જ ડાયાબિટીઝના રોગીઓ મતે પણ લાભદાયક છે. તેમાં કોપર, પોટેશિયમ, આયરન જેવા ગુણકારી તત્વ હોય છે માથાના દુઃખાવામાં તમાલપત્રના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે, સાથે જ નીંદર સારી આવે છે.

તજ

શરદી, ઉધરસ અથવા ગાળાની તકલીફોમાં તજ ખુબ જ ફાયદાકારક હોય છે. તેને પીસીને એક ચમચી મધ સાથે એક ચુટકી માત્રામાં ખાવાથી શરદીથી આરામ મળે છે. ગરમ પાણીમાં તજના પાવડરને મધની સ્તાહે ભેળવીને પીવાથી ઉધરસમાં પણ ઘણો ફાયદો થાય છે.

અજમાના ફાયદા

અજમો ખાવાના સ્વાદ વધારવાની સાથે જ સવારે રોજ ખાલી પેટ લેવાથી ખુબ જ ફાયદો મળે છે. અજમાના ગુણોનો ભંડાર છે. અજમાની જેમ જો રોજ તેનું પાણી સવારે ખાલી પેટે પીવામાં આવે તો તે આખા શરીર માટે લાભદાયક છે.

દહીંમાં હોય છે ભરપુર કૈઇલ્શિયમ

દહીથી શરીરને ખુબ જ ફાયદો મળે છે. તેમાં કૈલ્શિયમ, પ્રોટીન, આયરન, ફોસ્ફરસ અને વિટામીન વગેરે મડી આવે છે. દુધની તુલનામાં દહીં વધારે ફાયદેમંદ થાય છે. તે ઉપરાંત દહીંમાં બેસન ભેળવીને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે.

સોયાબીન

સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, કૈઈલ્શિયમ, આયરન, વિટામીન બી, કેનોલીક એસીડ જેવા ઘણા તત્વો હોય છે. જે શરીર માટે લાભદાયક હોય છે. તે લોહીની કમીને દુર કરવા માટે સહાયક હોય છે અને શરીરમાં એનર્જી આપે છે. તે હાડકાને મજબુત બનાવે છે. ડાયાબિટીઝને નિયંત્રણ રાખવા માટે પણ સહાયક હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment