તમારું PAN થઈ જશે કેન્સલ, જો આગલા મહિના સુધીમાં આ નહિ કરો તો…

45

પેન કાર્ડ (PAN)ને આધાર કાર્ડ સાથે જોડવાની સમયસીમા 31 માર્ચ નજીક આવ્યા બાદ હજુ સુધી 50 ટકા પેનકાર્ડ ધારકોએ પોતાના આધારને પેન સાથે જોડ્યા છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાએ બતાવ્યું કે આયકર વિભાગે અત્યાર સુધી 42 કરોડ સ્થાયી ખાતા સંખ્યા (પેન) ફાળવેલા છે. આમાં 23 કરોડ લોકોએ જ પેનને આધારથી જોડ્યું છે. સુપ્રીમ કોર્ટે આધાર પર સુનવણી કરીને આયકર રીટર્ન પરત કરતી વખતે આધારને અનિવાર્ય કરી દીધું હતું. શીર્ષ ન્યાયાલયે પેન અને આધારને જોડવાની સમય મર્યાદા 31 માર્ચ સુધી કરી હતી.

ઘણી એજન્સીઓ પણ આધારથી જોડાયેલી

ચંદ્રાએ એસોચેમ ના એક કાર્યક્રમને સંબોધિત કરીને કહ્યું કે, ‘ આધારને જોડવાથી અમને એ ખબર પડશે કે પેન નકલી તો નથી ને. જો તેને આધારથી ન જોડી શક્યા તો અમે પેન પણ રદ કરી શકીએ છીએ.’ તેઓએ કહ્યું કે જયારે પેન થી આધાર જોડાયેલું રહેશે અને પેન બેંક ખાતાથી જોડાયેલ રહેશે તો આઈટી વિભાગ કરદાતાના ખર્ચ કરવાની રીત અને અન્ય જાણકારીઓ પણ સહેલાઇથી ખબર પડી જશે. ઘણી એજન્સીઓ પણ આધારથી જોડાયેલી છે તો તે પણ ખબર પડી જશે કે સમાજ કલ્યાણનો લાભ ઉચિત લોકોને મળી રહે છે કે નહિ.

અત્યાર સુધી 6.31 કરોડ રીટર્ન ફાઈલ કર્યા

તેઓએ કહ્યું કે આ વર્ષે અત્યાર સુધી 6.૩૧ કરોડ રીટર્ન ફાઈલ કરવામાં આવી છે. આ પાછલા વર્ષથી 5.44 કરોડ રીટર્નથી વધારે છે  આ વર્ષે વિભાગ 95 લાખ નવા કરદાતાઓને જોડી ચુક્યું  છે. તેઓએ અફસોસ જતાવતાં કહ્યું કે 125 કરોડ આબાદી અને 7.5 ટકાના આર્થિક વૃદ્ધિના દર વાળા દેશમાં ફક્ત 1.5 લાખ રીટર્નમાં આવક એક કરોડ રૂપિયાથી વધારે દેખાડવામાં આવી રહી છે.

ચંદ્રાએ કહ્યું કે, આ ખુબ જ ચિંતાજનક સ્થિતિ છે કે આ દેશમાં જીડીપી, ખર્ચ, ઉપભોગ બધું વધી રહ્યું છે, બધા 5 સ્ટાર હોટલ ભરાયેલા છે, પણ જયારે તમે કોઈને પૂછો કે કેટલા લોકો એક કરોડ રૂપિયાથી વધારે આવકની જાણકારી રીટર્નમાં આપી રહ્યા છે ?… આ દયનીય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment