તમારું જમવાનું “Live” હવે ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા જોઈ શકો છો, જાણો કેવી રીતે ???

26

ભારતીય રેલ દ્વારા ચાલતી ટ્રેનોમાં મળનારા ભોજનના પેકેટ પર હવે બારકોડ હશે.

ભારતીય રેલ દ્વારા ચાલતી ટ્રેનોમાં મળનારા ભોજનના પેકેટ પર હવે બારકોડ હશે, જેનાથી રેલના અધિકારી અને યાત્રી આ જાની શકે કે ભોજન ક્યાં કિચનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી ભોજનની ગુણવત્તાને લઈને રેલયાત્રીઓ દ્વારા કરવામાં આવતી ફરિયાદો ઓછી થશે. રેલમંત્રી પીયુષ ગોયલે સોમવારે લોકોને ઈ-દ્રષ્ટિ ડેસબોર્ડ સમર્પિત કર્યું. આ મોકા પર તેમણે કહ્યું કે, ‘ટ્રેનોમાં આઈઆરસીટીસી દ્વારા પુરાપાડવામાં આવતા બધા જ પ્રકારના ખાદ્ય પદાર્થોના પેકેટ પર બારકોડ હશે. જેની સાથે કિચનનો નંબર અને પેકિંગનો સમય લખેલો હશે.’

ગોયલે કહ્યું કે ભોજન પર પેકિંગ કરનારા ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટુરીજમ કોર્પોરેશનના કિચનના નંબરની સાથે સાથે આ આપેલું હશે કે ક્યારે પેકિંગ કરવામાં આવ્યું છે. રેલ્વે સુચના કેન્દ્ર દ્વારા બનાવામાં આવેલ નવા ડેશબોર્ડ ડબ્લ્યુડબલ્યુડબલ્યુ દોટ રેલદ્રષ્ટિ દોટ ક્રીસ દોટ ઓઆરજી દોટ ઇન પર પહોચ બનાવી શકાય છે. તેમાં આખા દેશના આઈઆરસીટીસીના મુખ્ય કિચનની ફોટો પણ લાઈવ જોવા મળશે.

રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “આઈઆરસીટીસીની સાથે વર્ષે બેઠક દરમિયાન રેલમંત્રીએ યાત્રીઓને પુરાપાડવાના ભોજન પર બારકોડ લગાડવામાં આવશે.. “તેમણે કહ્યું કે આઈઆરસીટીસી બારકોડના વિકલ્પ પર કામ કરી રહી છે અને તેમની કીમત તથા ઉપયોગીતાની સમીક્ષા કરવવામાં આવી રહી છે.

આર્થેટીકેશન સર્વિસ પ્રોવાઈડર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ ઉમેશ ગુપ્તાએ રેલવેના આ પગલાનું સ્વાગત કરતા કહ્યું છે કે, ‘રેલ્વે જો ભોજનના પેકેટ પર બારકોડની સાથે હોલોગ્રામ અને શોધવાની પ્રણાલીની માહિતી આપે તો સારું થશે જેનાથી ભોજનના પેકિંગ સાથે છેડછાડ નહિ થાય.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment