તમારો આત્મવિશ્વાસ બીજા પર નિર્ભર રહેવાથી ઓછો થાય છે, જુઓ મહાભારતમાં દુર્યોધને કરી હતી આ ભૂલ…

9

બીજા પાસેથી વારે વારે સલાહ માંગવી કેટલાક લોકોની આદત બની જાય છે, પણ તેનાથી બચવું જોઈએ. વારે વારે લોકોની સલાહથી કામ કરવા પર તમારું મગજ બંધ થઈ જાય છે. જેનાથી આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે છે અને પરેશાનીઓ વધી શકે છે. જેનાથી આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે છે અને પરેશાનીઓ વધી જાય છે. દુર્યોધને પણ આ જ ભૂલ કરી હતી તે દરેક નાની નાની વાતમાં મામા શકુનીની સલાહ લેતા અને તેના અનુસાર જ નિર્ણય લેવા લાગ્યા હતા. જેના પ્રભાવથી કલેશ થયો અને યુદ્ધની સ્થિતિ બની ગઈ.

મહાભારતમાં દુર્યોધન નિર્ભર હતો મામા શકુની પર

મહાભારતમાં દુર્યોધન દરેક કામ માટે પોતાના મામા શકુનીની સલાહ અવશ્ય લે છે. આ કારણે દુર્યોધનની બુદ્ધી કામ કરતી બંધ થઇ ગઈ અને તે પૂરી રીતે મામા શકુનીના ઈશારા પર નાચવા લાગ્યો હતો. શકુનીએ દુર્યોધન પાસેથી એ તે બધું કરાવ્યું જે પોતે ઈચ્છતો હતો. શકુની ભીષ્મ પિતામહના વંશને ખત્મ કરવા ઈચ્છતો હતો અને તેના કારણે જ હસ્તિનાપુર આવ્યા હતા.

બીજા પર નિર્ભર રહેવાથી વધી શકે છે પરેશાનીઓ

બીજાની સલાહ લેવાથી મદદ મળે છે, પણ દરેક નિર્ણય પહેલા બીજાનો મત લેવાની આદત પડી જાય તો આપણે આપણો આત્મવિશ્વાસ પૂરી રીતે ગુમાવી ચૂકીએ છીએ. આપણે દરેક કામ માટે બીજા પર નિર્ભય રહેવા લાગો છો, આ વાત પરેશાનીઓનું કારણ બને છે. બીજાઓને પૂછીપૂછીને કામ કરવાની આદતને કારણે લક્ષ્ય પ્રતિ હંમેશા સંદેહ બનેલો રહે છે. આપણું મગજ એ જ વિચારવા લાગે છે કે કામમાં સફળતા મળશે કે નહિ. આ શંકાના કારણે કોઈ પણ કામ પૂરું થઇ શકતું નથી. જયારે આપણે આપણા માટે ખુદ નિર્ણય લેવા લાગીએ તો કામ ઘણું સહેલું થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment