તમારા ઘરે શૌચાલય બનાવવા માંગો છો તો આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન…

8

૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી ભારત સરકારે સ્વચ્છ ભારત મિશનની અતર્ગત ગરીબ પરિવારો માટે શૌચાલય બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી મોટાપાયે દેશમાં શૌચાલયનું નિર્માણ થયું. શૌચાલય નિર્માણ યોજનાની હેઠળ સરકાર ૧૨૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ્સ ફંડ્સ પ્રદાન કરે છે જે સીધી ઉમેદવારના ખાતામાં જાય આવે છે. ચાલો જાણીએ શૌચાલયના નિર્માણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે થાય છે.

શૌચાલય નિર્માણ માટે યોગ્યતા

આ યોજનાનો લાભ માત્ર એ લોકોને જ મળશે જેમના ઘર પર શૌચાલય નથી અને તેમજ જ તે ગરીબ રેખાની નીચે આવતા હોય. તેના સિવાય જે પરિવારે પહેલા તેના માટે અનુદાન લઇ લીધું છે, તેને આનો લાભ નહિ મળે. આ યોજના માટે તે વ્યક્તિ જ અરજી કરી શકે છે જે સબંધિત રાજ્યોના કાયમી નિવાસી હોય. ઉપરાંત અરજદાર પાસે આવક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને ગરીબી રેખાની નીચેનું કાર્ડ હોવું જરૂરી છે. આગળ જુઓ રજીસ્ટ્રેશનની રીત..

જો તમારી પાસે લેપટોપ કે સ્માર્ટફોન છે તો સારું છે નહી તો તમારા કોઈ મિત્રના લેપટોપની મદદથી તમે શૌચાલય નિર્માણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. તેના માટે લેપટોપમાં આ લીંકને ખોલો…

http://swachhbharaturban.gov.in/ihhl/investorRegistration.aspx

તેના પછી તમારી પાસે નામ, મોબાઈલ નંબર, ઘરનું એડ્રેસ અને ઓળખાળ પત્ર જેવી જાણકારી માંગવામાં આવશે. જાણકારી  ભરીને સબમિટના બટન પર તમારે ક્લિક કરવું પડશે. તેના પછી તમને સ્લીપ મળી જશે જેને તમારે સેવ કરવી પડશે, કેમ કે એમાં જ રજીસ્ટ્રેશન નંબર હશે જેની મદદથી તમે તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરી શકશો.

અરજી સ્વીકાર્ય પછી તમે તમારા બ્લોકના બ્લોક વિકાસ અધિકારી (બીડીઓ) નો સંપર્ક કરી શકો છો. બીડીઆઈઓ તમારી અરજી તપાસશે અને પછી ગ્રાન્ટની રકમ માટે આગળની પ્રોસેસ કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment