ટાકો મેક્સિકન કેવી રીતે બનાવશો ? જાણો અમારી આ રેસીપી…

21

તમે તમારી જાતે ઘરે અવનવી વાનગીઓ બનાવી શકો તે માટે અવાર નવાર અમે અહિયાં અલગ અલગ વાનગીઓ પીરસતા રહીએ છીએ. તો ચાલો આજે પણ અમે તમને ચોખા અને રાજમાં માંથી બનતી ટાકો મેક્સિકન વાનગી કેવી રીતે બનાવવી તેના વિશે જણાવીએ.

સામગ્રી

1 કપ ચોખા, 1 કપરાજમાં, ½ કપ હરીસા પેસ્ટ, ½ કપ કોર્ન ફ્લોર, 2 કપ બ્રેડ ક્રમ્સ, 2 ટેબલ સ્પૂન માયોનીઝ સોસ, 4 ક્યુબ ચીઝ, 1 ટી સ્પૂન જીરું પાવડર, ½ ટી સ્પૂન મરી પાવડર, ½ ટી સ્પૂન લાલ મરચું, 2 નંગ લીલા મરચા, ½ ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, ½ કપ કોથમીર, 1 નંગ લીંબુ, 2 નંગ લચ્છા પરાઠા, તળવા માટે જરૂરીયાત મુજબ તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

ટાકો મેક્સિકન વાનગી બનાવવા માટેની પૂર્વ તૈયારી.

૧.) સૌ પ્રથમ 1 કપ ચોખાને કુકરમાં પાણી નાખી બાફી લો.

૨.) આવીજ રીતે 1 કપ રાજમાંને પણ કુકરમાં પાણી નાખી બાફી લો.

૩.) લીંબુ લઇ એક નાની વાટકીમાં તેમાંથી રસ કાઢી લો.

ટાકો મેક્સિકન વાનગી બનાવવા માટેની રીત

૧.) સૌ પ્રથમ કુકરમાં બફાઈ ગયેલા ચોખાને અને રાજમાને એક મોટા બાઉલમાં કાઢી લો.

૨.) ત્યારબાદ 2 નંગ લીલા મરચાને મીડીયમ સાઈજ જીણું સમારી લો.

૩.) એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી તેની સ્લરી બનાવી લો.

૪.) હવે આ બાફેલા ચોખા અને રાજમાને હાથથી જ મેશ કરી લો. એટલે કે મિક્સ કરી લો. ખાસ યાદ રાખો કે હાથથી જ મિક્સ કરવા, ચમચાનો ઉપયોગ કરવો નહિ.

૫.) આ મિકસ કરેલ રાઈસ અને રાજમામાં 2 નંગ જીણા સમારેલ લીલા મરચા, 1 ટી સ્પૂન જીરું પાવડર, ½ ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1 ટી સ્પૂન લીંબુનો રસ, ½ ટી સ્પૂન મરી પાવડર, કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હાથથી બરાબર મિકસ કરી લો.

૬.) હવે તેના મીડીયમ સાઈઝના લુવા બનાવી લો.

૭.) મેંદા અને કોર્ન ફ્લોરની સ્લારીમાં આ લુવાને ડીપ કરી, 2 કપ બ્રેડ ક્રમ્સમાં રગદોળી લો.

૮.) હવે એક કડાઈ લઇ તેમાં તેલ લઇ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેલને ગરમ કરો.

૯.) તેલ ઉકળી જાય ત્યારે તેમાં બ્રેડ ક્રમ્સમાં રગદોળેલા લુવાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લો.

૧૦) હવે ½ કપહરીસા પેસ્ટ અને 2 ટેબલ સ્પૂન માયોનીઝ સોસ બંને મિકસ કરી લો.

૧૧.) ત્યારબાદ લચ્છા પરાઠા ઉપર આ મિક્સ કરેલ પેસ્ટને લગાવો. તેના પર ચીઝને છીણી લો. અને તેના પર રેડ ચીલી ફ્લેક્સને સ્પ્રીન્કળ કરો.

૧૨.) હવે એક લચ્છા પરાઠામાં ગોલ્ડન બ્રાઉન કલરના તળેલા 2 નંગ લુવા મૂકી તેને ઢોસાની માફક વાળી લો.

૧૩.) આ લચ્છા પરાઠાની બંને બાજુ બટર લગાવી, ગેસ પર તાવમાં લાઈટ બ્રાઉન શેકી લો. અથવા તો 1800 સેન્ટીગ્રેડ તાપમાન પર O.T.G. ઓવનમાં શેકી લો.

૧૪.) ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

તમારી મસાલેદાર ટાકો મેક્સિકન વાનગી તૈયાર છે. તમે પણ ખાવ અને મહેમાનને પણ સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment