સખ્ત તાવ હોવા છતાં કમાન્ડર નસીર અહમદ જવા માટે નહોતા માન્યા… હુમલાના એક દિવસ પહેલા જ જન્મદિવસ મનાવ્યો હતો…

27

જમ્મુમાં રાજોરીના થાન્નામંદી તહસીલના દોદાસન બાલા ગામના રહેવા વાળા નસીર અહેમદ પોતાનો જન્મદિવસ મનાવ્યાના એક દિવસ બાદ પુલવામા થયેલા આતંકી હુમલામાં માર્યા ગયા.

13 ફેબ્રુઆરીએ નસીરે પોતાનો 46 મો જન્મદિવસ મનાવ્યો હતો.

નસીર અહમદ સીઆરપીએફની 76માં વાહનમાં હતા. આતંકીઓએ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર સીઆરપીએફ ના કાફલાની જે બસને નિશાનો બનાવ્યો હતો, નસીર અહેમદ તેના કમાન્ડરના હોદા પર તેને મુકવામાં આવ્યા હતા.

તે દિવસે નસીરની તબિયત સારી ન હતી, તેને તાવ હતો.

તેના મોટા ભાઈએ ફોન ઉપર તેને રજા પર ચલ્યા જવા માટે પણ કહ્યું હતું તેથી તે થોડો આરામ કરી શકે. પણ નશીરે પોતાના ફર્જને નિભાવવાનું ઠીક લાગ્યું અને કશ્મીર ઘટી જવા માટે હા પણ કરી દીધી. તેને શું ખબર હતી તેની આ સફર જિંદગીની આખરી સફર સાબિત થશે.

બાળકોને નથી ખબર કે પિતા નથી રહ્યા

નસીર અહેમદની માર્યાના સમાચાર સંભાળીને તેના ઘરે ગામ લોકોનું આવવાનું સતત ચાલુ છે.

રાજોરીના આ નાના ગામમાં આતંકીઓ વિરુદ્ધ એક લાંબી લડાઈ લડેલી છે. ગામના એક યુવા જાહિર અબ્બાસે બતાવ્યું કે આતંકીઓ વિરુદ્ધ લડાઈ લડતા લડતા આ ગામમાં ઓછામાં ઓછા 50 લોકોએ કુર્બાની દીધી છે.

22 વર્ષથી સીઆરપીએફ માં નોકરી કરી રહ્યા નસીર પોતાના પરિવાર સાથે જમ્મુમાજ રહેતા હતા. તેના છોકરાઓ જમ્મુના સ્કૂલમાં જ ભણતા હતા.

નસીરનું મૃત્યુ બાદ શુક્રવારે તેની પત્ની શાજિયા કેસર અને છોકરાઓ મોડી સાંજ સુધી ગામમાં ન આવ્યા. નસીરની મોટી દીકરી ફલક અને દીકરા કાશિફ આ વાતથી બેખબર હતા કે તેના પિતા હવે હંમેશા હંમેશા માટે ચાલ્યા ગયા.

નસીર અહમદના માતા પિતાનું દેહાંત નાનપણમાં જ થઇ ગયું હતું. તેના મોટા ભાઈ સીરાઝુદીને તેના પાડ્યા પોસ્યા હતા. તે પોટે એક પોલીસકર્મી છે.

પોતાના ભાઈને યાદ કરતા સીરાઝુદીને બીબીસી હિન્દીને કહ્યું કે,” તે પોતાની નોકરી કરતા કરતા દેશના નામે શહીદ થઇ ગયા. પોતાનો કર્ઝ પૂરો કર્યો.”

તેઓ કહે છે કે,”હું હવે એકલો થઇ ગયો છૂ. તેના નાના નાના બે છોકરા છે. તેને અત્યારે ભણાવવાના છે, પાળવાના છે. કેવી રીતે પાર થશે આવડી મોટી સફર.”

તેઓ કહે છે કે, “સરકારે હિમ્મત દેખાડવી જોઈએ તેથી ફરીથી આવી ઘટના ન બને. લોકોના ઘરમાં આગ ન લાગે. જવાનોને બચાવવા જોઈએ.”

તેઓનું કહેવું છે કે સેનાનો કાફલો પોતાના રસ્તા પર જઈ રહ્યું હતું. તેને કોઈનાથી કોઈ લેવું દેવું ન હતું પછી પણ અચાનક હુમલો કરીને કેટલાય લોકોને મારી નાખ્યા.

સરકાર કઈક કડક પગલા લે

સીરાઝુદીન કહે છે કે, ”મારો ભાઈ દેશ માટે કુરબાન થયો છે. મારી સરકારને એટલી અપીલ છે કે તેના છોકરાઓની મદદ કરવામાં આવે કારણ કે તેના છોકરાઓ ખુબ જ નાના છે.”

ગામના એક બુજુર્ગ નિસાર રાહીએ બીબીસને બતાવ્યું કે,” અવાર નવાર આપદા દેશના જવાનો શહીદ થઇ રહ્યા છે એટલા માટે સરકાર ઈચ્છે કે કોઈ ખાસ ઉપાય શોધો.”

તેઓએ કહ્યું કે અવાર નવાર અમન થશે તો જ વાતચીતના હવાલામાં સમસ્યાનો હલ કાઢવા માટે પહેલ થશે. તે કહે છે કે શાંતિ માટે બંને દેશોની હકુમત સાથે કદમ ઉઠાવો અને અમનના રસ્તા પર આગળ વધે તેથી બંને દેશો ના લોકો અમનની જિંદગી જીવે.

નસીર અહેમદના ઘરે એકઠા થયેલા રીશ્તેદારોનું કહેવું છે કે દેશની સરકારને પાકિસ્તાન વિરૃદ્ધ સખ્ત કાર્યવાહી ફરવી જોઈએ તેથી દરેક દિવસે દેશના નોજવાન શહીદ ન થાય અને તે રસ્તાનું સમાધાન શોધો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment