સ્વસ્થ જીવન જીવવા માટે અપનાવો આ ઉપાય, જાણો શું છે ઉપાય…

33

જો તમે સતત સ્વસ્થ જીવન જીવવા માગતા હોવ તો તમારે તમારી જાતને સતત અપડેટ રાખ્યા કરવી પડે છે. સ્વસ્થ શરીર પામવા માટે તમારે નિરોગી લાઇફ-સ્ટાઇલ અપનાવવી પડે છે. આજના આ લેખમાં આ સ્વસ્થ લાઈફ મેળવવા માટે અમે તમને કેટલાક અત્યંત સરળ પણ અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

હાઇડ્રેશન

દિવસ દરમિયાન તમારે ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જ જોઈએ. પાણી તમારા શરીરને ઉર્જામય રહેવા માં મદદ કરશે. અને તે તમારા શરીરમાંથી કચરો દૂર રાખવામાં પણ મદદ કરશે.

વ્યાયામ

દિવસ દરમિયાન તમારે ઓછામાં ઓછું 15 થી 20 મિનિટે વ્યાયામ કરવો જ જોઈએ અથવા તો અઠવાડિયાના ત્રણ દિવસ 45 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. તેમ કરવાથી તમારું શરીર ચેતનવંતુ રહેશે.

ના પાડતા શીખો

રાતના 10 વાગ્યા બાદ સોશિયલ મિડિયાને ના પાડો. અને તમારે ધૂમ્રપાન અને મદ્યપાનને પણ પડતા મુકવાના છે. તમારી માનસીકતાણને મેનેજ કરતા શીખોઃ રોજ નિયમિત ધ્યાન કરવાનું રાખો. તેનાથી તમે માનસિક શાંતિ અનુભવશો અને ચિંતાથી દૂર રહેશો.

સવારે નાશ્તો કરવાનું રાખો

સવારનો નાશ્તો ક્યારેય ચૂકવો નહીં. નાશ્તો કર્યા વગર કામે જવું નહીં. નિયમિત તબિબિ તપાસ કરાવતા રહોઃ દર 3થી 4 મહિને શરીરની તબિબિ તપાસ કરાવો.

સ્વચ્છતા જાળવી રાખો

હંમેશા ટોઈલેટનો યુઝ કર્યા બાદ સાબુથી હાથ ધોવાનું રાખો. સ્વચ્છતા જાળવો, નિયમિત નાહવાનું રાખો, સ્વચ્છ કપડાં પહેરો અને સ્વસ્થ અને સ્વચ્છ ખોરાક લો.

બેસી ન રહેવુ

બેઠાડું જીવન જીવવાનું છોડો. હંમેશા પ્રવૃત્તિશીલ રહો. નાનકડી વોક લો અથવા દર બે કલાકે ઉભા થાઓ, શરીરને થોડું હલાવો. જેથી કરીને તમારા અંગો અકડાઈ ન જાય. અને તમે સ્વસ્થ રીતે હલનચલન કરી શકો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment