સ્વસ્થ શરીરમાં જ છુપાયેલું છે સાર્થક જીવનનું રહસ્ય, જાણો શું છે સાર્થક જીવનનું રહસ્ય ?…

19

હરીશ બડથ્વાલ

એક બીમાર વ્યક્તિને ચિકિત્સકોએ વારંવાર સલાહ આપી હતી કે જીવતા રહેવું હોય તો શરાબ પીવાનું સદંતર છોડી દયો.તે સમજી ગયો હતો કે આ શરાબ જ તેમની બીમારીનું મુખ્ય કારણ છે. અને તેનાથી જ તેના શરીરના અંદરના અંગો પણ ધીમે ધીમે નષ્ટ થઇ રહ્યા છે. તે આ વાત જાણતો હોવા છતાં પણ શરાબને છોડી શક્યો નહિ. અને એક દિવસે તેનું શરીર નશ્વર દેહમાં રૂપાંતર થઇ ગયું. આત્મા તેનું ખોળિયું છોડીને ચાલ્યો ગયો.

શંકરાચાર્ય વિરચિત “સ્ત્રોત્રરત્નાવલી”ના ચર્પટ પંજીરિકા સ્ત્રોત્રમમાં માનવ આચારની આ વિડમ્બણાનો ઉલ્લેખ છે કે અનુચીત્ત, આપત્તિ જનક કાર્ય કે તેવા વ્યવહારમાં વ્યસ્ત વ્યક્તિઓ આખરે દુર્દશામાં નીચે પછડાતા જોઇને પણ જોનારની આંખો ખુલતી નથી.

મનુષ્ય દેહમાં જીવાત્મા તેનો વિવેક, સૂઝ બુઝ કે સત્કાર્યોથી સાર્થક જીવન જીવીને બીજા લોકો માટે રોલ મોડેલ બની શકે છે. તથા તેનું ભવિષ્ય અને પરલોક બંને સુધારી શકે છે. પણ દરેક કાર્ય વ્યવહારુરીતે નિભાવવા માટે શરીરને સ્વસ્થ અને મનને પ્રફુલ્લિત રાખવું ખાસ જરૂરી છે. જો શરીર વ્યાધી ગ્રસ્ત હોય અને મન તણાવ ગ્રસ્ત હોય તો દયાન, પૂજા, અર્ચના પણ સારી રીતે અને માનસિક રીતે વ્યવસ્થીત થઇ શક્તિ નથી. તેને ફળ દાઈ બનાવવા માટે શારીરિક સ્ફૂર્તિ અને મનની સ્વસ્થતા એકાગ્રતા સમર્પિત ભાવને પ્રાપ્ત કરનાર મુદ્રા ભાવ ખાસ જરૂરી છે.બીજી વાત, મન અને શરીર એક બીજા પર સંપૂર્ણ રીતે નિર્ભય હોય છે. કોઇપણ એકના અસ્વસ્થ રહેવાથી બીજું સ્વસ્થ રહી શકતું નથી. પ્રબંધ શાસ્ત્રોમાં છેલ્લા ત્રણ દશકાથી લોક પ્રિય ન્યુરો લીન્ગવીસ્ટીક પ્રોગ્રામીંગની પણ આધારભૂત માન્યતા છે કે શરીર અને મન એક જ અસ્મિતાના બે ભાગ છે. કોઇપણ વસ્તુની અનુપસ્થિતિમાં તેની જરૂરીયાતનું મહત્વ કે વિશેષતાની ખાસ અનુભૂતિ થાય છે. જેવી રીતે પાનખર ઋતુમાં જમીન પર ખરેલા પાન પુષ્પોને જોઇને જરાક મુશ્કેલ લાગે છે કે એક સમયે આ વૃક્ષ કેવું સુંદર લાગતું હશે ડોક્ટર થોમસ ફૂલ્લરકહે છે કે સારા સ્વાસ્થ્યની ભૂમકાની અનુભૂતિ આપણને ત્યારે જ થાય છે જયારે આપણને કોઈ બીમારી લાગી જાય છે.

સમસ્ત અચરાચાર વિશ્વ એક શાનદાર સામાંન્જસ્યના સિધ્ધાંત પર ટકેલું છે. રોજ બરોજના જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે નમ્ર વલણ અપનાવવું જોઈએ નહિ. આ ઉદેશ્યથી શારીરિક દેખરેખ ને કે શરીર સ્વાસ્થ્યને ધાર્મિક દાયિત્વ સાથે જોડી દેવામાં આવ્યું છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે, માનવદેહ શરીર, કોઈહેતુ અને આધ્યાત્મિક ધ્યેયો સિદ્ધ કરવા માટેનું સાધન અથવા તેનું વાહક માનવામાં આવે છે. આ કર્તવ્યની અજાણતાથી આપણા અન્ય કાર્યો પણ વ્યવહારૂ નહિ હોય. સ્વાસ્થ્ય સારૂ ન રહેવાથી તમામ ધન, દૌલત, જ્ઞાન, કૌશલ્ય, સમજદારી વગેરે કંઈપણ કામના રહેતા નથી.

આધ્યાત્મિક રૂપથી સુદ્રઢ અને સ્વસ્થ વ્યક્તિને ઈશ્વરીય શક્તિનો સંબંધ હમેશા મળતો જ રહે છે. જેથી તે આવું અલૌકીક કાર્ય ચલાવવામાં સમર્થ હોય છે. અને તેને સામાન્ય બુદ્ધિ સમજી શક્તિ નથી. આપનું શરીર નશ્વર છે. કાળક્રમે તે તેનું ક્ષીણ થવું નક્કી જ છે. ખરેખર તો મનુષ્યનું સાચું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. જે તેમને પરમાત્મા સાથે હંમેશા જોડી રાખે છે જેનું તમે આપને સૌ અભિન્ન અંશ અંગ છીએ. સૃષ્ટિના પ્રારંભમાં દરેક વસ્તુઓનું સ્વરૂપ શુદ્ધ આધ્યાત્મિક હતું. સંસારમાં જે કંઈપણ હાજર છે તે તેનું અમૂર્ત મોડેલ પહેલાથી જ આધ્યાત્મિક લોકમાં હાલની પ્રસ્તુતિઓ દર્શાવેલ છે. અનંત ક્ષેત્રમાં વિશાળ બ્રહ્માંડ જ આપણું સ્થાઈ રહેઠાણ છે. જ્યાં આપણે માનસિક સ્તર પર વિચારીએ છીએ. વર્ગફૂટ સુધી પરિસીમિત ફ્લેટમાં નહિ. એવો અંદાઝ કરવાનો રહેશે કે તે માનસિક ડ્રોઈંગ રૂમને તમે કેટલો સુસજ્જિત અને વિદ્વેષ ભાવથી મુક્ત રાખી શકીએ છીએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment