સ્વાદિષ્ટ “ગુજરાતી કઢી” બનાવો અમારી આ રેસિપી જોઇને…

27

ગુજરાતી કઢી પકોડાવાળી કઢીથી થોડીક પાતળી હોય છે. કરીપાન અને સર્સોથી મહેકતી આ કઢી ખાવામાં બહુજ સ્વાદીસ્ટ છે અને બનાવવામાં એકદમ સહેલી છે

સામગ્રી

દહીં ૪૦૦ ગ્રામ (૨ કપ), લોટ ૮૦ ગ્રામ (અડધો કપ), તેલ ૨-૩ ટેબલ સ્પુન, જીરું અડધી ચમચી, સરસોના દાણા અડધી ચમચી, મેથીના દાણા અડધી ચમચી, કરી પાન ૬-૭, હિંગ ૨-૩ ચપટી, હળદર એક નાની ચમચી, લીલું મરચું ૧-૨( જીણું કાપી નાખો), આદુ ૧ ઇંચ લાંબો ટુકડો પીસેલો, મીઠું સ્વાદ અનુસાર, ગોળ અથવા ખાંડ એક ચમચી, આખું લાલ મરચું  ૨, લાલ મરચાનો પાવડર એક નાની ચમચી, ધાણાજીરું ૨ ટેબલ સ્પુન

રીત

લોટને ચાળો, દહીં અને લોટને ભેળવીને મિક્સરમાં હલાવી દો. દહીં અને લોટને ઘોળીને કોઈક મોટા વાસણમાં કાઢી લો, દહીથી ત્રણ ગણા (૧.૨ લીટર અથવા ૬ કપ) પાણી આ ઘોલાયેલામાં મેળવી દો. કઢી બનાવા માટે ઘોળ તૈયાર છે.

કડાઈમાં તેલ નાખીને ગરમ કરો, ગરમ તેલમાં જીરું, સરસો, મેથીના દાણા નાખો (ગેસ ધીમો રાખો). જીરું, મેથી શેકવા પર તેમાં કરીપાન, હિંગ, હળદર પાવડર, લીલું મરચું અને આદુ પેસ્ટ નાખીને ભેળવો, હળવું સેકો.

સેકેલા મસાલામાં કઢીનો ઘોળ નાખો. તેજ ગેસ પર કઢીમાં ઉફાણો આવે ત્યાં સુધી ચમચીથી હલાવતા પકવો. કઢીમાં ઉફાણો આવ્યા પછી ચમચીથી હલાવવાનું બંધ કરી દો. કઢીમાં મીઠું અને ખાંડ નાખી ભેળવી નાખો, અડધું ધાણાજીરું અને લાલ મરચું પણ નાખીને કઢીને ધીમા ગેસ પર ૧૫ મિનીટ પાકવા દો.

કઢી બની ગઈ છે, કઢીને બાઉલમાં કાઢો. કઢીને સજાવવા માટે, નાની કડાઈમાં થોડું તેલ નાખીને ગરમ કરો, ગરમ તેલમાં એક ચોથાઈ નાની ચમચી જીરું નાખીને વઘારો, ગેસ બંધ કરી દો, આખું લાલ મરચું અને ૧-૨ ચપટી લાલ મરચું નાખો. વઘારને કઢીમાં નાખો અને વધેલું ધાણાજીરું પણ કઢીમાં નાખીને હલાવી દો.

ગરમાગરમ ગુજરાતી કઢી ભાત અથવા રોટલી સાથે પીરસો અને ખાવ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment